Abtak Media Google News

દેશમાં વધેલા ઔદ્યોગિકરણથી હવામાં પ્રદુષણની માત્રા ચિંતાજનક સ્તરે હોવાનો ડબલ્યુએચઓનો અહેવાલ

આઝાદી સમયે ભારતીયોની સરેરાશ જીંદગી ૨૯ વર્ષની હતી જે માટે બાળ મૃત્યુનું વધારે પ્રમાણ અને વિવિધ રોગો સામે યોગ્ય સારવારનો અભાવ કારણભૂત માનવામાં આવે છે.જે બાદ ધીમેધીમે તમામ ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થતા અને લોકજાગૃતિ આવતા ૧૯૮૦ પછી જન્મનારા લોકોની સરેરાશ જીંદગીમાં ભારે વધારો થવા પામ્યો હતો. જેના કારણે હાલમાં દેશવાસીઓનું સરેરાશ જીંદગી વર્ષ ૨૦૧૭ના થયેલા સર્વે મુજબ ૬૯.૧૬ વર્ષ ગણવામાં આવે છે. પરંતુ વિકાસ સર્જન સાથે વિનાશ પણ સાથે લાવે છે. તે ન્યાયે ઔદ્યોગિક ક્ષેત્રમાં થયેલા વિકાસના કારણે હાલ દેશમાં હવા, પાણી, ભૂમિ સહિતના ક્ષેત્રોમાં ભારે પ્રદુષણ થઈ રહ્યું છે. આ પ્રદુષણમાં ઘટાડો થાય તો દેશવાસીઓના સરેરાશ જીંદગીમાં ૫.૨ વર્ષનો હજુ વધારો થઈ શકે છે.

ડબલ્યુએચ.ઓ.ના તાજેતરના અહેવાલોમાં જણાવાયું છેકે વાતાવાણમાં રજકણની માત્રા ૨.૫ માઈક્રોનથી ૧૦ માઈક્રોન પ્રતિ ઘનમીટરથક્ષ વધીને ૨૦ માઈક્રોન પર ઘનમીટર પહોચી છે. ભારતમાં વાતાવરણમાં રજકણમાં હાજરી ૬૩ માઈક્રોન પ્રતિઘન મીટરની ૨૦૧૮માં નોંધાઈ હતી.

નવા પૃથ્થકરણમા હવાની શુધ્ધતા, ગુણવતા અને જીવન રેખાના સંતુલન એરકવોલીટી લાઈફ ઈન્ડેક્ષ એકયુએલટીનું નવુ પરિમાણ શિકાગો યુનિ.ની એન્જી. પોલીસ ઈન્સ્ટીટયુટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જો ભારતમાં વાતાવરણ પ્રદુષણ ઘટાડવામાં આવે તો ભારતની કુલ વસ્તીનાં સરેરાશ જીવનમાં ૫.૨ વર્ષનો વધારો થઈ શકે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાની તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં જાહેર કરવામાં આવ્યું હતુ વાતાવરણની હવામાં પ્રદુષણ રૂપે રજકણની માત્રા સતત ૧૯૯૮થી વધી રહી છે. સરેરાશ વાર્ષિક ધોરણ રજકણનું પ્રદુષણ ૪૨%ના દરે વધી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે આ વર્ષો દરમિયાન સરેરાશ જીવનમાં ૧.૮ વર્ષનો ઘટાડો નોંધાયો હતો.

વિશ્વના કોઈપણ અન્ય દેશમાં નથી જોવા મળતી તેવી પ્રદુષિત વાતાવરણમાં ભારતની કુલ વસ્તીના ચોથા ભાગના લોકો રહેવા મજબૂર બની રહ્યા છે. ઉતર ભારતની ૨ કરોડ ૪૮ લાખ વસ્તી આ પરિસ્થિતિમાં કુલ જીવનના ૮ વર્ષનો ઘટાડો ભોગવી રહ્યા છે. તેમ એક અભ્યાસનાં તારણમાં જણાવવામાં આવ્યુંં છે.

લખનઉમાં દેશમાં સૌથી વધુ પ્રદુષણનું સ્તર જોવા મળી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈનથી અહી ૧૧ ગણુ વધુ વાયુ પ્રદુષણ નોંધાયું છે. વાયુ પ્રદુષણથી લખનઉમાં રહેતા લોકોની આયુષ્ય રેખા ૧૦.૩ વર્ષ ઘટી રહી છે. આ અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે જો દિલ્હીમાં વાયુ પ્રદુષણમાં ઘટાડો કરવામાં આવે અને પરિસ્થિતિ સુધરે તો લોકોનાં જીવનમાં સરેરાશ ૯.૫ વષનો ઉમેરો થઈ શકે. ભારતમાં આ પરિસ્થિતિની અસર હેઠળ આવતા રાજયમાં બિહાર અને પ. બંગાળમાં હવાનું પ્રદુષણ ઘટાડવામાં આવે તો સરેરાશ જીવનમાં ૭ વર્ષનો વધારો થઈ શકે ચોખ્ખી હવા અને શુધ્ધ વાતાવરણ મળે તો હરિયાણાના લોકોના જીવનમાં ૮ વર્ષનો વધારો થાય. ગુજરાતમાં પણ ઔદ્યોગિક વિકાસ મોટા પ્રમાણમાં થવા પામ્યો છે. રાજ્યના દક્ષિણ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે. ત્યાં પ્રદૂષણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

ભારતની મોટાભાગની વસ્તી પ્રદુષિત વાતાવરણ વાળા વિસ્તારોમાં વસી રહી છે. જો વાતાવરણમાં પ્રદુષણ ઘટે અને વાતાવરણ શુધ્ધ થાય તો ૮૪%ની વસ્તીની સરેરાશ જીવન રેખામાં વૃધ્ધિ થઈ શકે વિશ્વના પ્રદેશોમાં દુનિયાની કુલ વસ્તીના ચોથા ભાગના લોકો વસી રહ્યા છે. જેમાં બાંગ્લાદેશ, ભારત, નેપાળ, પાકિસ્તાન, સાથી વધુ વસ્તી ધરાવતા દેશો છે. ઉતર ભારતનો વિસ્તારને દક્ષિણ એશિયામાં સૌથી વધુ પ્રદુષિત વિસ્તાર ગણવામાં આવે છે.

છેલ્લા ૨૦ વર્ષમાં સતત વધતુ જતુ ઔદ્યોગિકરણ આર્થિક વિકાસ, વસ્તી વધારાના કારણે ઉર્જાની ઉભી થતી જરૂરીયાતો વિધુત ઉત્પાદનના કારણે આ દેશોમાં પ્રદુષણ સતતપણે વધ્યું છે. ૨૦૦૦ની સાલથી ભારત અને પાકિસ્તાનમાં રસ્તા પરના વાહનોની સંખ્યામાં ચારગણો વધારો થયો છે.

બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાનમાં વિજળીનું ઉત્પાદન માટે વનસ્પતિજન્ય ઈંધણના વપરાશ ૧૯૯૮થી ૨૦૧૭સુધીમાં ત્રણ ગણુ વધવા પામ્યો છે. જેમાં ખેતરમાં પાક લણી લીધા બાદ સરપણ સળગાવવાથી ઈટોના ભઠ્ઠા અને અન્ય ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી સમગ્ર પ્રદેશમાં હવાના રજકણોનું પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે. જો વાતાવરણમાં હવામાં તરતા રજકણોનું પ્રમાણ ઘટાડવામાં આવે તો ભારતીયોની સરેરાશ જીવન રેખામાં ૫.૨ વર્ષનો વધારો થાય તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.