Abtak Media Google News

દેરાવાસી જૈન સંઘના આંગણે ભુવનભાનુ વિજય સમુદાય સમાજના પૂ. આચાર્ય ભગવત યશોવિજયસૂરીશ્વરજી મ.સા. મંગલ સાંનિઘ્યમાં મુમુક્ષુ કુ. કલ્પકભાઇ ગોસલીયા જેઓ માતા જયશ્રીબેન અને પિતા જયેશભાઇના પુત્ર સંસારનો માર્ગ છોડી અને સંયમના માર્ગ પર પ્રયાણ કરવા જઇ રહ્યા છે. ત્યારે આજે સવારે 7.00 શ્રી વાસુપૂજય સ્વામી જિનલયથી સામૈયુ તેમજ વ્યાખ્યાન અને નવકારની 211 નંદ પરિસર દર્શન પાર્ક મેઇન રોડ થઇ હતી મુમુક્ષુ કલ્પકભાઇની વરસીદાન યાત્રા પણ સાથે થોજાય હતી.

ત્યારે ‘અબતક’ સાથે વાતચીત કરતા પૂ. આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્વરજીએ જણાવીયું હતું કે જૈન ધર્મ એટલે જીતવાનો ધર્મ બારના શત્રુઓનો નહી પરંતુ અંદરના શત્રુઓને જીતવાનો ધર્મ એટલે કામ, કોધ, વાસના, લાલસા, તૃષ્ણા: ઇર્ષા, મદ, મોહ વગેરે જેટલા અંદરના શત્રુઓ છે. તે તમામ પર વિજય મેળવવા માટે ધર્મ એનું નામ જૈન ધર્મ છે. જૈન ધર્મની અંદર પોતાની જાત પર કષ્ટો વેઠી, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરીગ્રહ  વગેરેના પાયાના નિયમોનું ચુસ્તપાલન કરવાથી પોતાની શુઘ્ધીના બળથી પરમાત્માની કૃપાને મેળવી વિશ્વના સમસ્ત જીવો પર પ્રભુની કૃપાને પહોચવા માટેનો માર્ગ એનું જૈન ધર્મ

મુમુક્ષુ કલ્પકભાઇ જણાવાયું હતું કે જીનવાણી સાંભળી, ગુરુદેવના આશીર્વાદ એ સિવાય નાનપણથી મા-બાપના સંસ્કાર એમનું જે બીજ વાવેલુ હતું તે આજે વટવૃક્ષ થઇને ઉભરી આવ્યું છે. આ સમય તેમણે આજની યુવા પેઢીને સંદેશ આપતા કહ્યું નાનપણથી આપણે જે સંસ્કાર વાવીયે છીએ મા-બાપ  થકી જે સંસ્કાર મળ્યા છે એ સંસ્કાર પર આપણે આગળ વધીએ અને જે પણ આપણને નાનપણથી લઇ અત્યાર સુધી શીખવવામાં આવે છે તે દરેક સંસ્કાર પર આગળ વધીએ.

દિક્ષા જીવન  આજે મુમુક્ષુ કલ્પકભાઇનું બહુમાન નંદ પરિસરમાં સતીષભાઇ પટેલ અને હરીભાઇ તેમજ છગનભાઇ, પ્રવીણભાઇ કરવામાં આવ્યું હતું. મુમુક્ષુ કલ્પકભાઇ ર6મી જાન્યુઆરીએ હેમુગઢવી હોલ ખાતે દીક્ષા ગ્રહણ કરશે તમામ જૈન પોતાના ગુરુત્વ પ્રત્યેની લાગણી અંદરનો સદભાવ શ્રઘ્ધાનો ભાવ અંતરમાં ભરી તેની અભિવ્યકત કરવામાં આવ્યો હતો.

‘વસુધૈવ કુટુમ્બકમ’ જગતના તમામ જીવોઓ મારા કુટુંબના સભ્યો છે: પૂ. આચાર્ય ભાગવત યશોવિજયસુરીશ્વરજી મ.સા.

દીક્ષા શું છે અને તેનું મહત્વ જણાવતા યશોવિજયસુરીશ્વરજી જણાવાયું હતું કે ભગવાન મહાવીર જૈનના ર4મા તીર્થઅંગર જે માર્ગ પર ચાલ્યા એ જ ત્યાગનો માર્ગ, વૈરાગ્યનો માર્ગ, તપનો માર્ગ સંયમનો માર્ગ આત્મ શુઘ્ધીનો માર્ગ એના માટે ચાલી નીકળવું માત્ર પોતાના પરિવારની અંદર ર, 5, કે 10 સભ્યો નથી પણ ‘વસુદેવ કુટુંમ્બકમ’ જગતના તમામ જીવોઓ મારા કુટુંબના સભ્યો છે.એક પણ જીવતે મારા દ્વારા દુ:ખ ન પહોચે, એક પણ જીવને મારા દ્વારા તકલીફ ન પહોચે એ માટેની પુરેપુરી તૈયારી એ માટેની જાગૃતિ એ માટે નિયમોનું ચુસ્તપણે પાલન એને કહેવાય છે.

સંયમના પથ પર આગળ વધવાનું નિમિત આપણને ડગલેને પગલે મળતું રહે છે: મુમુક્ષુ કલ્પકભાઇ

‘અબતક’ સાથે મુમુક્ષુ કલ્પકભાઇ ગોસલીયા એ વાત કરતા જણાવ્યું હતું કે સંયમના પથ પર આગળ વધવાનું નીમીત આપણને ડગલેને પગલે મળતા હોય છે જેમ કે હનુમાનજી જયારે મેરુ પર્વત પર જતા હતા સંઘ્યા સમય હતો અને એ સમયે સૂર્ય એકદમ તપતો હતો મેરુ પર્વત પર પરત ફર્યા એ સમયે રાત્રી એ માટે સમય સમયનું કાર્ય કરતું રહે છે. આવા નાના નિમિત લઇને એમને પણ એવું જ્ઞાન થયું કે કોઇપણ વસ્તુ લાંબી નથી શ્રણભેગુર હોય છે ડગલે ને પગલે જયાં પણ જોઇએ છીએ ત્યાં આવા નાના મોટા નિમિતો મળતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.