Abtak Media Google News

ભુજના શેખપીર ત્રણ રસ્તા પાસે ચાઈનીઝ ભાષાના લખાણ સાથે બંને પગમાં બાંધેલી વિશિષ્ટ રીંગ સાથે કબૂતર મળી આવ્યું હતું. જેણે પશ્ચિમ કચ્છ પોલીસને દોડતી કરી દીધી હતી. જો કે, પ્રાથમિક તપાસમાં આ કબૂતરનો ચીનમાં બર્ડ રેસીંગમાં ઉપયોગ થતો હોવાનું અને બીજું કશું શંકાસ્પદ ના હોવાનું બહાર આવ્યું છે. શેખપીર પાસે એક દુકાન બહાર ચણ ચણતાં પંખીના પગમાં રીંગ જોઈ દુકાનદારે પોલીસને જાણ કરી હતી.

જેના પગલે ભુજ બી ડિવિઝન પોલીસે કબૂતરને પકડી તપાસ શરૂ કરી હતી. પોલીસ દળનું સ્પેશિયલ ઓપરેશન ગૃપ પણ તપાસમાં જોડાયું હતું. કબૂતરની ભુજમાં સરકારી વેટરનરી તબીબ પાસે પણ ચકાસણી કરાઈ છે. તેના બંને પગે બાંધેલી રીંગના આંકડા અને ચાઈનીઝ લખાણ સંદર્ભે પોલીસે ઈન્ટરનેટ પર ચકાસણી કરતાં જાણવા મળ્યું છે કે આ પ્રજાતિના કબૂતર ચીનમાં માંડ વીસેક ટકા જેટલાં બચ્યાં છે. આ કબૂતરનો ઉપયોગ બર્ડ રેસીંગમાં થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.