પોરબંદર: ધારાસભ્ય કાંધલ જાડેજાના પુત્રની ઇન્ટાગ્રામ સ્ટોરી વાયરલ કરવાના પ્રશ્ને બે યુવાનના અપહરણ

રાજ કાંધલ જાડેજાની સ્ટોરી કેમ વાયરલ કરો છો કહી ક્રેટા કારમાં એસીસી કોલોનીમાં લઇ જઇ બે શખ્સોએ ધોકા મારી ધમકી દીધી

કુતિયાણા મત વિસ્તાના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાના પુત્ર રાજ જાડેજાની ઇન્ટ્રગ્રામમાં સ્ટોરી વાયરલ  કેમ કરી તેમ કહી બે યુવાનના કમલા બાગ પાસેથી કારમાં ક્રેટા કારમાં અપહરણ કરી બે શખ્સોએ એસીસી કોલોનીમાં લઇ જઇ ધોકાથી માર મારી ખૂનની ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર માકેર્ટીંગ યાર્ડ પાસે રોકડીયા હનુમાનજીના મંદિર પાસે રહેતા કમ્પ્યુટરનો અભ્યાસ કરતા શ્યામ દેવશીભાઇ ઓડેદરા અને તેના મિત્ર કરણ મુરુભાઇ ઓડેદરા બાઇક પર કમલા બાગ પાસેથી પસાર થતા હતા ત્યારે જી.જે.25એએ. 9870 નંબરની ક્રેટા કારમાં આવેલા વિવેક પૂંજા ઓડેદરા અન દેવાંગ ઓડેદરા નામના શખ્સોએ બાઇકને આંતરી બળજબરીથી શ્યામ ઓડેદરાને ક્રેટા કારમાં બેસાડી કરણ ઓડેદરાને બાઇક લઇને કારની પાછળ આવવાનું કહી એસીસી કોલોનીમાં લઇ જઇ લાકડી અને ધોકાથી માર મારી ખૂનની ધમકી દીધાની કમલા બાગ પોલીસમાં શ્યામ ઓડેદરાએ ફરિયાદ નોંધાવી છે.

શ્યામ ઓડેદરા અને કરણ ઓડેદરા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના પુત્ર રાજ જાડેજાના મિત્ર છે. શ્યામ ઓડેદરાએ પોતાના મિત્ર રાજ જાડેજાની ઇન્ટાગ્રામમાં સ્ટોરી વાયરલ કરી હોવાથી રાજ જાડેજાની સ્ટોરી ઇન્ટાગ્રામમાં મુકી તેમ કહી માર મારી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

કમલા બાગ પોલીસ મથકના પી.આઇ. વી.ડી.વાઘેલા સહિતના સ્ટાફે વિવેક પૂંજા ઓડેદરા અને દેવાંગ ઓડેદરા સામે અપહરણ અને ખૂનની ધમકી દેવા અંગેનો ગુનો નોંધી બંનેની શોધખોળ હાથધરી છે.