Abtak Media Google News

ગ્રામ્ય વિસ્તારની મારામારીની ગુન્હાખોરીનું મુખ્ય કારણ શિક્ષણનો અભાવ, આર્થિક સધ્ધરતા અને ગુન્હો કર્યા પછી મળતું ગેંગ કે રાજકારણનું પીઠબળ હતુ

જૂના જમાનામાં અને હાલમાં પણ પોરબંદર વિસ્તારને ત્યાંના સનિક લોકો બે વિભાગમાં વહેંચે છે. એક ઉત્તર પૂર્વ બાજુનો વિસ્તાર બરડા તરીકે ઓળખાતો અને દક્ષિણ બાજુનો વિસ્તાર ઘેડ તરીકે ઓળખાતો પ્રદેશ આ ઘેડ વિભાગ એટલે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદરનો મુખ પ્રદેશ જ્યાં ભાદર અરબી સમુદ્રને મળે છે. તેની આજુબાજુને વિસ્તાર જેમાં કુતિયાણા-માધવપુર માંગરોળનો વિસ્તાર આવે અને બરડો એટલે પોરબંદરથી હર્ષદ, દ્વારકા, જામખંભાળીયા અને ભાણવડ તરફનો વિસ્તાર આ બરડા ડુંગર વિસ્તારનું પોલીસ સ્ટેશન એટલે બગવદર.

બગવદર પોરબંદર તાલુકાના અડતાલીમ ગામોનું બનેલુ પોલીસ સ્ટેશન હતું. બગવદર ગામની વસ્તી તો સાડા-સાતસો માણસોની જ હતી. પરંતુ બીજા ગામો મોઢવાડા, ફટાણા, અડવાણા વિસાવડા વિગેરે તો પાંચ-પાંચ હજારની વસ્તી વાળા ગામો હતા પરંતુ તમામના કેન્દ્ર સન બગવદરમાં જ રાજાશાહિથી પોલીસ સ્ટેશન હતું. રાજાશાહીમાં તો બગવદરમાં કોર્ટ પણ હતી અને તે કોર્ટનું હાલ મકાન પણ હયાત છે.

જેઠવા રાજપૂતોની મૂળ રાજધાની હાલમાં ભાણવડ તાલુકામાં આવેલ ઘુમલીમાં હતું. ઘુમલીમાં આ જેઠવા રાજ્યના અવશેષો, ખંડીયેરો અને પૌરાણિક સૂર્યમંદિર પણ આવેલું છે. કચ્છમાંથી જાડેજા રાજપૂતો જામ રાવલની સરદારીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા અને ઘુમલી ઉપર પણ હુમલો કરતા ઘુમલીનું પતન થતા જેઠવાઓએ ઘુમલી છોડી પોરના બારા પાસે છાંયા ગામે ગાદી સપીને શાસન શરુ કરેલું અને છેલ્લે બારુ પોર વધારે વિકસાવીને પોરબંદર નામ આપી ત્યાં ગાદી સ્થાપેલી જેમ જામનગર રાજ્યના શહેરો અને ગામો આગળ ‘જામ’ શબ્દ લાગે છે. દા.ત. જામનગર , જામરાવલ, જામજોધપુર, જામખંભાળીયા, તેમ પોરબંદરના શહેરોને નામની આગળ ‘રાણા’ શબ્દ લગાડતા જેમ કે રાણાવાવ, રાણા કંડોરણા, રાણાવડાળા વિગેરે.

બગવદર વિસ્તારના ગામડાઓમાં લગભગ એંશીટકા વસ્તી મેર જ્ઞાતિની હતી અને તેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને ટ્રાન્સ્પોર્ટ હતો અન્ય વસ્તીમાં દલીતો, બ્રાહ્મણો અને ક્ષત્રિયો હતા. પાલખડા અને મજીવાણા, બ્રાહ્મણો અને શ્રીનગર, બરડીયા, વાછોડા, મોરાણા, પાંડાવદર અને કાટવાણા ગામોએ જેઠવા દરબારોની વસ્તી હતી.

મોટાભાગે મેર અને દલીતોની વસ્તી હતી  તો ક્યાંક  પ્રજાપતિ પણ હતા. મેર લોકોને ગામમાં તો મકાન હોય પણ તેઓ તેને બંધ રાખીને સીમવાડીઓમાં જ મકાન બાંધીને રહેવાનું વધારે પસંદ કરતા આ વિસ્તારમાં પૌરાણિક સ્થાનકોમાં બગવદરી ત્રણેક કિલોમીટર દૂર હાલા ગામે ભગવાન શનિદેવનું જન્મર્તી સ્થળ આવેલ છે.

બરડા ડુંગરમાં આ વિસ્તારના પ્રખ્યાત સંત ત્રિકમાચાર્યજીની જગ્યા આવેલ છે. દેશમાં બ્રહ્માજીના જૂજ મંદિરો આવેલા છે. તે પૈકી પૌરાણિક બ્રહ્માજીનું મંદિર સમુદ્ર કિનારે ભાવપરા અને ટુકડાની સીમમાં આવેલું છે. જે ત્યારે ઉદાસીન સંપ્રદાયના હવાલામાં હતું. આઉટ પોસ્ટ વિસાવડાનું જૂનુ નામ મૂળ દ્વારકા છે અને ત્યાં ભગવાન શિવ અને વિષ્ણુનું અપવાદ રુપ સંયુક્ત મંદિર પોરબંદર-હર્ષદ કોસ્ટલ હાઇવે ઉપર જ આવેલું છે. આમ દરિયા કાંઠે ત્રણે મુખ્ય દેવતા બ્રહ્મા-વિષ્ણુ અને મહેશના મંદિરો છે.

પૌરાણિક સમયમાં આ વિસ્તારમાં બે સંસ્કૃત વિદ્યાલયો પણ આવેલા હતા. અને જયદેવે જોયા ત્યારે ચાલુ જ હતા. એક બાબડા આશ્રમ જે હાલમાં પોરબંદર ચાંદીપની આશ્રમમાં પરિવર્તીત થઇ ધાર્મિક ક્રિયાકાંડ ઉપરાંત અભ્યાસનું સ્થળ બનેલ છે. બીજો શીંગડા ઉર્ફે વિશ્રામ દ્વારકા ગામે આવેલ મઠ અને સંસ્કૃત મહાવિદ્યાલય. તે સમયે પણ નેપાળ અને બિહારી સંસ્કૃતનો અભ્યાસ કરવા આવેલા વિધાર્થી હતા.

જ્યાં જૂના સમયની મોટી હોસ્ટેલ (આશ્રમશાળા) વિશાળ-રસોડાઓ જોતા આ જગ્યા ભૂતકાળમાં ભવ્ય હશે તેમ માની શકાય. ઉપરાંત તે સમયે ફટાણા ગામે મૂળુભગત મોમાઇ માતાના મઢેહયાત હતા અને સીમર ગામે રીણાભગત હજુ તપશ્ચર્યામાં સાધનામાં હતા.

બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો પોરબંદરી હર્ષદમીંયાણી સુધીનો પાંત્રીસ કિલોમીટર લાંબો દરિયાકાંઠો અતિ રમણીય નીલવર્ણી પાણી અને કાદવ ગંદકી વગરનો અતિ સુંદર હતો. પરંતુ તે સમયે દાણચોરો માટે તો સ્વર્ગ સમાન હતો. તેમાંય ખાસ કરીને કુછડી, કાટેલા, ખીમેશ્વર મહાદેવ અને રાતડીનો સમુદ્ર તટ તો જાણે કાયદેસરના બંદરની માફક લેન્ડીંગ પોઇન્ટ જ હતા.

તેનું વધુ જમા પાસુ દાણચોરો માટે એટલા માટે હતું કે કાંઠાનો દરિયો પ્રમાણમાં વધુ ઉંડો અને કાંઠાની તદ્ન નજીક અને સમાંતરે જ પોરબંદર દ્વારકા કોસ્ટલ હાઇવે પસાર તો હતો અન્ય મુખ્ય માર્ગો, જામખંભાળીયા, ઉપરાંત ભાણવડનો વાયા બખરલા જતો ધોરી માર્ગ પણ હતો. ટૂંકમાં વાહન વ્યવહાર માટે ખૂબ સુવિધાજનક ધોરી માર્ગ પણ હતો. ટૂંકમાં વાહન વ્યવહાર માટે ખૂબ સુવિધા જનક રસ્તા અને દરિયાકાંઠો હતો. દાણચોરો તેનો ભરપૂરઉપયોગ કરતાં.

જે રીતે કોસ્ટલ હાઇવે દરિયા કાંઠે કાંઠેથી પસાર તો તેમ પોરબંદરી ભાણવડનો વાયા બખરલા રોડ બરડા ડુંગરની સમાંતરે તળેટી વિસ્તારમાંથી જ પસાર થતો હતો. જે રોડ ઉપર જ ભાણવડના મોખાણા ગામે જ્યુપીટર સીમેન્ટ પ્લાન્ટ હતો. રાણા બરડા વિભાગમાં પહાડ ઉપર સીજરનેસ અને હોલીડેનેસ આવેલા છે તેની વચ્ચે કે એક વિશાળ પોલો પાણો છે.

જે ભાણવડ રોડ ગોઢાણા અને નાગકા ગામે રોડ ઉપરી જ આ પોલો પાણો નરી આંખે સ્પષ્ટ દેખાય છે. જૂના જમાનામાં ખાસ કરીને બહારવટીયાઓ આ પોલા પોણાનો પોતાના આશ્રયમાં ખાસ કરીને બહારવટીયાઓ આ પોલા પોણાનો પોતાના આશ્રય સન તરીકે વ્યુહાત્મક રીતે ઉપયોગ કરતા અને તે સમયે કેટલાક બીજા વિસ્તારના બહારવટીયા પણ આ જગ્યાએ આવી ગયેલાનો રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીના વિખ્યાત પુસ્તક ‘સોરઠી બહારવટીયા’માં ઉલ્લેખ છે.

સ્વ.મેઘાણીના આ પુસ્તક ‘સોરઠી બહારવટીયા’માં બગવદરના મોઢવાડા ગામના રહીશ બહારવટીયા નથા મોઢવાડીયાની બની ગયેલી સત્ય ઘટનાનું પ્રકરણ છે. આ પુસ્તકમાં અંગ્રેજોના સમયે થઇ ગયેલ જુદા-જુદા પ્રકારના બહારવટીયાઓનો ઉલ્લેખ છે. જેમ કે પોતાના ગરાસ (જમીન) માટે, વાંધાવચકા, વેર લેવા માટે ચોર લુંટારા વગેરે તેમ એક પ્રકાર પરોપકાર માટે યુરોપમાં થયેલ રોબીનહુડ જેવાબહારવટે ચડેલાના પણ નામ છે.

જેમાં આ મોઢવાડાનો નાથો મોઢવાડીયા જામનગર સામે અને ચાંપરાજ વાળો ગાયકવાડ સામે તેમજ એજન્સી (અંગ્રેજ) સામે ચડેલા. ચાંપરાજ વાળાને મિત્રતાના દાવે જ નાથા મોઢવાડીએ અમરેલી ચલાળા ભાંગવા માટે મદદ કરી હતી. નાથો મોઢવાડીયા જામનગર રાજ્ય જેવી મહાસત્તાને તે બરડા ડુંગરના પોલા પાણે બેસીને જ પડકારતો હતો.

આ પોલા પાણાની ગુફા જાણે બહારવટીઆઓને ઓથ લેવા માટે જ કુદરતે બાંધી હોય તેવી જગ્યા બરડા ડુંગરમાં છે. થોડા થોડા ઝાડવાઓની ઘટાઓ અને પથ્રની શીલાઓ વચ્ચે બહુ ઉંચો કે બહુ નીચે નહિં એવો પોલો પાણો આવેલ છે. બત્રીસ ફૂટ લાંબુ અને સોળ ફૂટ પહોળુએ પોલાણ છે. બેઠકથી સાડા ત્રણ ફૂટ ઉંચે છજા વાળી જબ્બરદસ્ત શિલા છે. પણ નાથા બહારવટીયાની છોડી ઉભી રાખવા માટે વચ્ચો વચ્ચએ શીલા થોડાભાગમાં કોતરી કાઢી છે. છાપરાની શીલા ઉપર બરાબર ઓથ લઇને બેસી શકે તેવી ‘ચાડિયા’ બેઠક છે. જ્યાં ચોવિસેય કલાક ચાડીયાની વોચ રહેતી. આમ તે સંપૂર્ણ સલામત જગ્યા હતી.

નાથાએ કરેલા પરોપકારના બે કાર્યો પૈકી એક છત્રાવાનો રાણા ખૂંટી દ્વારીકા જાત્રાએ ગયેલો ત્યાં જામનગર રાજના ચીલાવાળાઓએ ભોગાત ગામે જાત્રાનું દાણ (ટેક્સ) લીધેલું. તે એક બારોટના કહેવાથી નાથાએ ફક્ત એક ચીઠ્ઠી (જોઇ લેવાની) ભોગાત મોકલતા જ ત્રણસો કોરી દાણની અને ત્રણસો કોરી નગર રાજને દંડની કરીને પાછી અપાવેલ હતી !

બીજુ પોરબંદરના મહારાણાનું અવસાન થતા રાજ્યનો વહીવટ કામદાર પાસે હતો. ત્યારે અંગ્રેજોની (ડેલ હાઉસીની) ખાલસા નીતી હિન્દુસ્તાનમાં અમલમાં હતી. જે રાજાનો વારસ ન હોય તે રાજ્ય અંગ્રેજો ખાલસા જાહેર કરી પોતે વહીવટ લેતા. કામદાર રાજમાતા અને ઘોડીયે સુતેલ રાજકુંવરની સહેજેય આમન્યા રાખતો નહિં. અને જેઠવા ભાયા તો પણ કામદાર પડખે થઇ ગયેલા તેથી રખેને અંગ્રેજોના કાવત્રામાં કુંવરનું કાસળ-નિકળી જાય તે ભયથી બાર વર્ષથી રાજમાતા ભાણવડ હતા. કામદારઓતો ગાંધી જવાબ દેતો ન હતો. આથી રાજમાતા એ રાખડી સાથે નાથાને આ સમાચાર મોકલતા જ નાથાએ સોરઠમાંથી વિણી વિણીને એક હજાર મકરાણી એકઠા કર્યા અને કામદારને સંદેશો મોકલ્યો કે હવે રાજકુંવર સાથે ન્યાય કરો.

પણ કામદારે અંગ્રેજ એજન્સીના પીઠ બળે કાંઇ ધ્યાન આપ્યુ નહિં. આથી નાથા મોઢવાડીયાએ મકરાણીઓને સાથે રાખી પોરબંદરના દરવાજા ભાંગી તોપખાનુ કબ્જે કર્યુ અને તે જ તોપો કામદાર ઓતા ગાંધીની મેડી સામે ગોઠવી દીધી અને કેદ કર્યો .

નાથા એ જ પોરબંદરની રાજ કચેરીમાં દરબારભરીને રાણા વિક્રમાજીત (ભોજરાજજી) ને રાજતીલક કર્યુ અને જેટલા ભાયાતો તથા ચમચાઓ રાણાને કનડગત કરતા હતા. તેને ચુનાના પાવરા ચડાવ્યા અને પોરબંદરમાં ધાક બેસાડી દીધી હતી. આવા ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી પૂરતો બરડા ડુંગર ઉપર આવેલ પોલો પોણો દૂર દૂરી પણ જોઇ શકાય છે.

બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ ત્રણ પ્રકારની ગુન્હાખોરી હતી. પ્રથમ ઘરફોડ ચોરીઓ બીજુ મારા મારી ખૂન ખરાબા અને ત્રીજુ બરડા ડુંગરમાં માલધારીઓની દારુ ગાળવાની ભઠ્ઠીઓ. આ બરડા ડુંગર ઉપર જંગલમાં રહેતા માલધારીઓ હટાણુંકરવા ડુંગર ઉપરી ઉંટ લઇને પોરબંદર આવતા અને જતી વખતે જૂનો ગોળ સાથે લઇ જતા. આ પહાડીમાં ગાઢ જંગલ અને વિચિત્ર પથ્રની શીલાઓમાં દારુની ભઠ્ઠીઓ શોધવીએ પણ ઘણુ આકરુ અને કવી દે તેવું કાર્ય  હતું.

મેર ખેડૂતો સીમ વાડીઓમાં રહેતા અને સમૃધ્ધ હોય સોના-ચાંદીના દાગીના પણ સાથે રાખતા વળી રાખવાની જગ્યા પણ સુનિશ્ચિત હતી. મજુસના વચ્ચે આવેલા ચોરખાનામાં જ ! ખેડૂતો થાક્યા સુઇ જાય અને પહેલી નિંદરમાં જ ઘરફોડીયા (ચોરો) કલાકારો હાથ અજમાવી લેતા.

આ લોકોને જોખમ અને મહેનત તો ફક્તરુમમાં પ્રવેશ કરવા પૂરતુ જ હતું. બાકી દાગીનાની જગ્યા નક્કી હતી. શોધવાની કોઇ જરુર પડતી નહિં. અંધારામાં હાથ નાખે તોપણ મજૂસનું ચોર ખાનુ મળી જાય તેમ વચ્ચે જ હોય. જાણે સુથારો આ ચોરખાનું ખાસ ચોર માટે જ બનાવતા હશે !

ફોજદાર જયદેવ બગવદર પોલીસ સ્ટેશનમાં હાજર થયો તે અગાઉથી જ ઘરફોડચોરીઓનો શીલશીલા ચાલુ હતો. પણ તેના આવ્યા પછી પણ ચારેક ગામડાઓમાં ઘરફોડ ચોરીઓ થઇ, બધી મોટા આંકડાની રકમવાળી. તે જ પ્રમાણે રાણાવાવ, પોરબંદર, કુતિયાણામાં પણ ઘરફોડ ચોરીઓ તથી હતી.

પોરબંદર ક્રાઇમ બ્રાંચના ફોજદાર રાણાએ અનુભવના આધારે તારણ કાઢ્યુ કે આ પધ્ધતિ વાળી ઘરફોડ ચોરીઓ ધારાગઢ-વેરાવળની ગેંગોનું જ કામ છે. પોરબંદર જીલ્લા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન ધારાગઢ-વેરાવળનો અગાઉ રાજકોટ જીલ્લાથી જ અનુભવ હતો.

જુઓ પ્રકરણ ૨૯. ધારાગઢ, વેરાવળ, ઓપરેશનમાં સફળતા મળી અમુક આરોપીઓ પકડાયા આથી અગાઉના સમયમાં થયેલી ઘરફોડ ચોરીઓ પણ ડીટેક્ટ થઇ અને ઘરફોડ ચોરીના ગુન્હા બંધ થયા. “Detection is the best prevention  સુત્ર સાર્થક થયું.

ગુન્હાખોરીમાં મારામારીમાં સૌથી અગ્રતાક્રમે પોરબંદર જીલ્લામાં તે સમયે બગવદર પોલીસ સ્ટેશન પ્રથમ આવતુ. ખૂન ખરાબા અને મારામારીના મુખ્ય કારણો વેર લેવાનો રીવાજ શિક્ષણ અને જાગૃતિનો અભાવ, આર્થિક સધ્ધરતા અને વેર લીધા પછી મળતો કોઇ પણ ગેંગનો અને પીઠ પાછળ રાજકારણનો સહકાર, તથા સમૃધ્ધ ખેતી શેઢો અને લાઇમ સ્ટોન એરીયા કારણભૂત હતા. કોઇ કવિએ આ વેર વસૂલાતના  રીવાજ અંગે ખાસ દુહો બનાવેલો જે આ વિસ્તારમાં લોકમુખે પ્રચલીત હતો.

“ખડ મીઠા અને પાણી માઠા, વેરી હારે વાત,

બારાડી તારી બળતરા વરસમાં બારે માસ.

જયદેવ માનતો કે મારામારીના ગુન્હાનું પ્રમાણ બે રીતે ઘટે કે આછુ થાય એક શિક્ષણ અને લોકજાગૃતિ “અવેરેજ શમે વેર, ન શમે વેરવેરી અને બીજુ તંત્રનો ભય એટલે કે પોલીસ અને ન્યાય તંત્રમાં શિક્ષા થવાનો. પરંતુ કોર્ટમાં કેસ ચાલે તે દરમ્યાન તો તેમાં ગેંગોની આરોપી પક્ષ સાથે સામેલગીરી થતા કેસોમાં સમાધાન થઇ ફરિયાદી અને સાક્ષીઓ કોર્ટમાં હોસ્ટાઇલ થઇ જતા તેથી તે ભય હતો નહિં. પરંતુ તાત્કાલીક ભય પોલીસનો જો પોલીસ તંત્ર કડકાઇથી કાર્યવાહી કરતુ હોય તો મારામારી કરતા પહેલા પક્ષકારો વિચાર કરે અને થોડો સમય જતા સમાધાન પણ થઇ જાય. (ત્યારે હજુ માનવ અધિકાર અને ડી બાસુનું લીંગ આવ્યુ ન હતું)

ત્યારે આવો એક કિસ્સો ખાંભોદર ગામે બનેલ હતો. બે પક્ષો વચ્ચે ખેતરના શેઢાની તકરાર લાંબા સમયી ચાલતી હતી. મારામારીના બનાવો પણ અમૂક તહેવારો કે ઉત્સવો અને ઋતુ પ્રમાણે ખાસ બનતા દા.ત. હોળી, ધૂળેટી કે કોઇ મેળા કે જન્માષ્ટમી અને વર્ષાઋતુમાં કાં તો વાવણી વખતે અને નહિ તો જ્યારે વર્ષ સારું થયું હોય અને મગફળીને પોપટા (ફુલ) બેસે એટલે ઝનૂન ચડે કે પાંચ વિઘા ઓછી મગફળી થઇ હતી ખર્ચા તો નીકળી જશે તેમ નક્કી કરી ને તે સમયે જ વાંધા અને વેરની વસૂલાત માટે મારામારી અને ખૂન ખરાબા થતા હતાં.

આ રીતે ખાંભોદર ગામે પણ શેઢાના વાંધામાં બરાબર મગફળીને પોપટા બેઠા હતા તે સમયે જ સીમમાં બે શેઢા પડોશીઓ વચ્ચે સશ તિક્ષ્ણ હથિયારો ધારીયા ફરસી વિગેરેથી ધીંગાણું થયુ. બંને પક્ષે પૂરી તાકાતી જનોઇવાઢ ઘા કર્યા શરીર ચીરાઇને મોટ ઘા થયા અને મગફળીની લીલી મોલાત લાલ રંગે રંગાઇ ગઇ પણ સદ્નસીબે કોઇ મર્યુ ન હતું. ખાંભોદર બગવદરી ફક્ત એક દોઢ કીલોમીટર દૂર હતું. આ ધીંગાણાના સમાચાર તુરત જ બગવદર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. ફોજદાર-જયદેવ પણ હાજર હતો તે પોતાની ટીમ લઇ ખાંભોદર સીમમાં ગુન્હાવાળી જગ્યાએ પહોંચ્યો.

પરંતુ તે સમયે પોલીસનું મોરલ ઘણું ઉંચુ હતું. અને જયદેવની છાપ પણ કડક અમલદારની હતી. બંને પક્ષો હજુ ગંભીર હાલતમાં ત્યાં ના ત્યાં જ પડ્યા હતા. જયદેવ પહોંચે તે પહેલા બંને પક્ષોને પોલીસના ભયને કારણે ડહાપણની દાઢ ઉગી ગઇ. બંને પક્ષોએ ઇજાગ્રસ્ત હાલતમાં જ ઘા ઠરતા અને ઝનૂન ઉતરી જતા પડ્યા પડ્યા જ વહટી (વિષ્ટિ) કરી કે પોલીસ, વકીલ, અને કોર્ટના લાંબા લફરામાં ક્યાં પડવું ? વળી આ નવો ફોજદાર પણ વહરો છે સખ નહિં લેવા દે. આથી બંને પક્ષોએ ત્યાં જ જમીન ઉપર પડ્યા પડ્યા જ સમાધાન કરી લીધા. અને તે દરમ્યાન મળેલ સમાચાર મુજબ જયદેવ તો ત્યાં પહોંચી ગયો.

જયદેવે ત્યાં જોયુ તો પાંચ ઇસમો મગફળીના ખેતરોમાં લોહી લુહાણ હાલતમાં ગંભીર ઇજાઓસાથે પડ્યા હતા. હથિયારો અને બૂટ ચપ્પલો વેરણ છેરણ પડ્યા હતા. આ ઇજાગ્રસ્ત બંને પક્ષોએ પડ્યા પડ્યા જયદેવને કહ્યુ સાહેબ અમારે તો સમાધાન થઇ ગયા છે. કાંઇ ફરિયાદ કરવી નથી ! જયદેવને નવાઇ લાગી કે કેવી કેવી ગંભીર ઇજાઓ છે વળી અહિં બીજા કોઇ આગેવાન કે મધ્યસ્થી પણ હાજર નથી તો તેમના વગર જાતે જ સમાધાન થયુ ? પરંતુ વધારે લોહી વહી જતુ અટકાવવા અને સારવાર માટે પોરબંદર ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં મોકલ્યા વગર પણ છૂટકો ન હતો.

તેથી પોરબંદર સારવારમાં રવાના કર્યા. પરંતુ હોસ્પિટલમાંથી મારામારી એમ.એલ.સી.ની ટેલીફોનિક વર્ધી આવતા પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી થઇ ઝીરો નંબરી ક્રોસ ફરિયાદો દાખલ થઇ એફ.આઇ.આર. બગવદર આવી ગઇ. પોલીસે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી આમ જાગૃતિ અને શિક્ષણનો અભાવ અને વેરની વસૂલાતની આક્રમતાના કારણે મારામારીના ગુન્હા વધુ બનતા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.