Abtak Media Google News

રાજ્યભરમા ટ્રાન્સપોર્ટના ધંધાથીઁઓ દ્વારા છેલ્લા ચારેક દિવસથી હડતાલ શરુ કરાઇ છે. જેમા દરેક ગુજરાત ટ્રાન્સપોર્ટના તમામ ધંધાથીઁઓની માંગ છે કે તેઓના ઉપર ટોલટેક્શ, જીએસટી, ડીઝલ સહિત તમામ ચીજના ભાવ વાધારા સામે પોતાનો વેપાર નબળો પડે છે અને પોતાનુ ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બની ગયુ છે તેવામા રાજ્યભરના ટ્રાન્સપોર્ટરો દ્વારા ચાલતી હડતાલના લીધે છેલ્લાચાર-પાંચ દિવસથી હાઇવે પર દોડતા ટ્રકો તથા માલ વાહનોને બંધ કરાવી પોતાનો વિરોધ્ધ દશાઁવાય છે. ત્યારે સમગ્ર રાજ્યમા ધીરેધીરે આ વિરોધ્ધ ઉગ્ર બનતો પણ દેખાય છે. જેવામા આજે ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સુરેન્દ્રનગર જીલ્લા ટ્રાન્સપોર્ટ એસોસીયેશન દ્વારા હાઇવે ચક્કાજામનો કાયઁક્રમ કયોઁ હતો જે કાયઁક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લાના તમામ તાલુકાના ટ્રાન્સપોર્ટરો ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઉતરી ગયા હતા.

Advertisement

20180725 130239ટ્રાન્સપોર્ટ અને માલવાહનની દુનિયામા કચ્છ-અમદાવાદ હાઇવે માલ-સામાનની હેરફેરનુ હ્રદય ગણાય છે જેથી ટ્રાન્સપોર્ટરો દ્વારા ધ્રાંગધ્રા હાઇવેને તારગેટ કરી અહિ ચક્કાજામનો કાયઁક્રમ કરાયો હતો ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આવેલા ભવાનીપરા વિસ્તાર પાસે ટ્રાન્સપોર્ટરો રોડ બ્લોક કરી તમામ ટ્રકને થંભી દીધા હતા. જ્યારે આ બાબતની જાણ તાલુકા પોલીસને થતા તાલુકા પીએસઆઇ સહિતનો સ્ટાફ હાઇવે પર પહોચી જઇ દશેક જેટલા ટ્રાન્સપોર્ટરોની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાઇવે ફરી રાબેતા મુજબ શરુ કરાયો હતો. જ્યારે ચક્કાજામ દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લા ટ્રાન્સપોર્ટ એશોસીયેશનના અહેમદભાઇ દિવાન, સજુભાઇ, જયદિપભાઇ રબારી દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓની ધરપકડ કરાઇ હતી જ્યારે અગામી સમયમા પણ સરકાર ટ્રાન્સપોર્ટરોની વાત સાંભળી તેઓના પ્રશ્નોનુ નિરાકરણ નહિ લાવે તો આગળ પણ આંદોલન ઉગ્ર બનાવશે તેવી ચીમકી પણ  ઉચ્ચારાઇ હતી.

20180725 133315

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.