Abtak Media Google News

‘એક તક પોલીસને’ ઉદેશ હેઠળ એક સ્થળે સમગ્ર જીલ્લાની આમ જનતાની ફરીયાદ-રજુઆતો સાંભળવામાં આવશે

અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદેશથી લોક ઉપયોગી સકારાત્મક કામગીરીના ભાગરુપે વ્યાજખોરીની બદી નાબુદ કરવા તેમજ કિંમતી જમીન તથા મિલ્કતો ઉપર ગેરકાયદેસર કબ્જો કરવાની પ્રવૃતિ નાબુદ કરવા લોકસંપર્કનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સુ.નગર જીલ્લાના સુ.નગર લીંબડી, ધ્રાંગધ્રા, ડીવીઝનના નાયર પોલીસ અધિક્ષકઓ, એલ.સી.બી., તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.ઓ તથા સુ.નગર જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ સમક્ષ રજુઆત કરવા માટે સમગ્ર જીલ્લા વિસ્તારના નાગરીકોને હાજર રહેવા અપીલ કરવામાં આવે છે.

1652070403010

જે કોઇ વ્યકિતએ નાણા ધીરધાર મંડળી પાસેથી નિયત કરતા વધુ વ્યાજ આપી લોન લીધેલ હોય, તેમજ મોરગેઝ પેટે મોટી કિંમતનો જમીન-મકાનનો દસ્તાવેજ પ્રોમીસરી નોટ, ચેક અને તેઓને આપેલા નાણા-વ્યાજ ચુકવી આપેલ હોય છતાં છેતરપીંડી કે વિશ્ર્વાસઘાત કરી પરત કરતા ન હોય તેઓ પણ રજુઆત કરી શકશે અને તેમની રજુઆતો સાંભળી ઉપર ગેર-કાયદેસર કબ્જો કરેલ હોય અને જે કબ્જો ખાલી કરતા ન હોય તેવા પીડીત માણસોને પણ સાંભળવામાં આવશે.

તા. 14-પ-2022 ના સાંજના કલાક 4 થી 8 સુધી તાલીમ ભવન:, એસ.પી. કચેરી કમ્પાઉન્ડ, સુરેન્દ્રનગર ખાતે એચ.પી.દોશી ડી.વાય.એસ.પી. સુ.નગર મો. નં. 99784 07894, જે.ડી. પુરોહિત ડી.વાય.એસ.પી. ધ્રાંગધ્રા મો. નં. 99784 07893, સી.પી. મુંધવા ડી.વાય.એસ.પી. લીંબડી મો. નઁ. 99784 07896, એમ.ડી. ચૌધરી પી.આઇ. એલ.સી.બી. સુ.નગર મો. નં. 99099 57403,  વી.વી. ત્રિવેદી પી.આઇ. એસ.ઓ.જી. સુ.નગર મો. ન. 99251 92165, પોલીસ ક્ધટ્રોલ રૂ સુ.નગર ફોન નં. 02752-282452 નો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.