Abtak Media Google News

સ્વાદ અને સ્વાસ્થ્ય માટે તમે બટાટા તો ખાધા જ હશે પણ શુ તમે ક્યારેય બટાટાની છાલ ખાવા વિશે વિચાર્યુ છે? જો હજી સુધી ન વિચાર્યુ હોત તો હવે વિચારી લો.

 

– જ્યારે પણ તમારા ઘરમાં બટાટાનું શાક રાંધવામાં આવે ત્યારે તેની છાલ રહેવા દેવાનો આગ્રહ રાખો કેમકે આમ કરવાથી ઘણી બિમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો.

જેમા મુખ્યત્વે આ પ્રમાણે છે.

૧- ફાઇબર :

– ડાયટમાં ફાઇબરનું પ્રમાણ હોવુ જોઇએ નોંધનીય છે કે બટાટાની છાલમાં પણ ભરપુર પ્રમાણમાં ફાઇબર હોય છે. જેનાથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ બૂસ્ટ થાય છે.

૨- વિટામિન B3 :

– બટાટાની છાલમાં ભરપુર પ્રમાણમાં વિટામિન B3 હોય છે. તેમજ વિટામિન B3 ને કારણે તાકાત વધે છે. આ સિવાય તેમા રહેલ નૈસીન કોર્બોઝને એનર્જીમાં ક્ધવર્ટ કરે છે.

૩- એનીમિયા :

જો તમે એનીમિયાને કારણે આયર્નની ઉણપથી પીડાઇ રહ્યા હોવ તો અન્ય શાકભાજીની સાથે બટાટાની છાલ ખૂબ ગુણકારી સાબિત થશે.

૪- મેટા બોલિઝમ :

– મેટાબોલિઝમ વધારવા માટે પણ ી પુરવાર થાય છે. તેમજ છાલ ખાવાથી નર્વ્સને મજબુતી મળે છે.

૫- બ્લડ પ્રેશર

– બટાટાની રહેલ પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ જે તમારા બ્લડ પ્રેશરને નિયત્રિંત કરવામાં મદદ‚પ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.