Abtak Media Google News

ટેકસ ઈન્સ્પેકટર, કલાર્ક, વોર્ડ ઓફિસર, આસિસ્ટન્ટ મેનેજર, આસિસ્ટન્ટ કમિશનર, નાયબ કમિશનરને પાવર ડેલીગેટ કરાયા

કોર્પોરેશન દ્વારા આગામી વર્ષથી કાર્પેટ એરીયા પ્રમાણે મિલકત વેરો વસુલવામાં આવશે. વેરા નિયત કરવા માટે નોંધાયા વગરની મિલકતો, હેર-ફેર થયેલી મિલકતો, વધારાના બાંધકામની રીવાઈઝ આકારણી સહિતના સામે આવેલા વાંધા અરજીના નિકાલ માટે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને પાવર ડેલીગેટ કરવામાં આવ્યા છે.

બેંકો, નાણા સંસ્થા, પબ્લીક લીમીટેડ કંપની, બોર્ડ નિગમ, કોમર્શીયલ મિલકત, ખાનગી શૈક્ષણિક સંસ્થા તથા હોસ્ટેલ, હોસ્પિટલ, મેરેજ અને કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, મોલ અને સિનેમા ઘરના પ્રકારની મિલકતમાં લગત વોર્ડના વોર્ડ ઓફિસર, ઓટો ગેરેજ, સર્વિસ સેન્ટર, ગોડાઉન, ગ્રાન્ટ મેળવતી શૈક્ષણિક સંસ્થા, હોસ્ટેલ, જાહેર ટ્રસ્ટો દ્વારા નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ચાલતી હોસ્પિટલ, ટ્રસ્ટ, જ્ઞાતી સંચાલિત મેરેજ અને કોમ્યુનિટી હોલ, ઓડિટોરીયમ, કોમ્યુનિકેશન ટાવર, ફયુલ ફોર્મ, રાજય સરકારની મિલકત અને કેન્દ્ર સરકારની મિલકત માટે જે-તે ઝોનના આસિસ્ટન્ટ મેનેજર, ધાર્મિક સંસ્થા, સ્મશાન, કબ્રસ્તાન, પ્રાર્થનાખંડ, સાધુ-સંત પાદરીના આશ્રમો, અૌધોગિક એકમો માટે ઝોનના સહાયક કમિશનર તથા નહીં નફો, નહીં નુકસાનના ધોરણે સેવાકીય પ્રવૃતિ ચલાવતા ચેરીટેબલ ટ્રસ્ટની મિલકતોમાં વાંધા અરજીના નિકાલની સતા ઝોન કમિશનરને સુપ્રત કરવામાં આવી છે.

આ ઉપરાંત તમામ પ્રકારની મિલકતમાં નામની જોડણીમાં સુધારો, નામ દાખલ કરવું, મિલકતનું સરનામું સુધારવા માટે વોર્ડના કલાર્ક, ડિમાન્ડ કલાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર, વોર્ડ ઈન્સ્પેકટર, રહેણાંક પ્રકારની મિલકતો, કાર્પેટ એરીયા એફ-૧ થી એફ-૪ સુધીની રજુઆતમાં લગત વોર્ડના ઓફિસર, બેંકો, નાણાકીય સંસ્થા, પબ્લીક લીમીટેડ કંપની, બોર્ડ નિગમ, કોમર્શીયલ મિલકત, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ તથા હોસ્ટેલ, અન્ય હોસ્પિટલ, ખાનગી મેરેજ અને કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, મોલ અને સિનેમા ઘર માટે આસિસ્ટન્ટ મેનેજર, ઓટો ગેરેજ, સર્વિસ સેન્ટર સહિતની મિલકતોમાં સહાયક કમિશનર, ધાર્મિક સંસ્થા, સ્મશાન, કબ્રસ્તાન માટે નાયબ કમિશનરને સોંપવામાં આવી છે. જયારે નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ચલાવાતા સેવાકીય ટ્રસ્ટમાં વાંધા અરજીનો નિકાલ કરવાની સતા કમિશનરે પોતાની હસ્તક રાખી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.