Abtak Media Google News
  • કાર, બાઈક, સ્કુટર, વિન્ટેજ કાર સાથે વિશાળ ધર્મયાત્રા 25 વધુ ફલોટ, 100થી વધુ ભૂલકા વેશભષા ધારણ કરશે

જૈનમનાં સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ દ્વારા  ભગવાન  મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહયો છે ત્યારે જૈનમ પરિવારનાં જીતુભાઈ કોઠારીએ મહોત્સવ અંતર્ગત યોજાયેલા અને હવે પછી યોજાવા જઈ રહેલા તમામ કાર્યક્રમો અંગેની માહીતી આપી હતી. જેમાં સૌ પ્રથમ જોઈએ તો આ ઉજવણીને ભવ્યાતિ ભવ્ય બનાવવા માઈક્રો પ્લાનીંગ સાથે વ્યવસ્થાનાં ભાગરૂપે 14 જેટલી અલગ અલગ કમીટીઓ બનાવવામાં આવી હતી

રાજકોટનાં મુખ્ય ચોક જેવા કે મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક), મહીલા કોલેજ ચોક, કોટેચા ચોક, મોટી ટાંકી ચોક ખાતે લાઈટીંગ કીઓસ્ક, રેઈન્બો ટ્રી દ્વારા હાઈ ટેક પ્રચાર થકી લોકોને મહોત્સવને જોડવા માટે પ્રચાર કરવામાં આવ્યો છે.અલગ અલગ 16 ટીમો દ્વારા રૂબરૂ જઈ ઉપાશ્રયો, દેરાસરો, સ્થાનકો, સંઘમાં બીરાજમાનો સાધુ-સાઘ્વજી ભગવંતો, શ્રાવક-શ્રાવિકાઓ, સંઘ પ્રમુખો વિગેરેને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આવતીકાલે સવારે બાળકોની વેશભુષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અનેક બાળકો વિવિધ વેશભુષામાં સજ્જ થઈ વાતાવરણને મહાવીરમય બનાવશે.

આ તમામ બાળકોને દાતાઓ તરફથી આકર્ષક ગીફ્ટ ઉપરાંત વિજેતા સ્પર્ધકોને વિશેષ ઈનામો થી નવાઝવામાં આવશે. આ સ્પર્ધા ઈમ્પીરીયા બીલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે, લીમડા ચોક ખાતે યોજાવાની છે. ભગવાન મહાવીરનું બાળ સ્વરુપે પારણું સાથે માતા ત્રિશલાજીને આવેલ 14 સ્વપના સાથે પ્રભુજીનું પારણું નામક નજરાણું ભુપેન્દ્ર રોડ ખાતે આવેલ ફેડરેલ બ્ોન્કવાળા બલ્ડિીંગમાં યોજાનાર છે. જેનું ઉદ્ઘાટન આવતીકાલે સવારે કરવામાં આવનાર છે. કાલે સવારે મણીયાર દેરાસર ખાતેથી ભવ્ય ધર્મયાત્રા નો પ્રારંભ અનેક સાધુ-સાઘ્વીજી ભગવંતો, સમાજ શ્રેષ્ઠીઓ, સંસ્થા, મંડળ, રાજકીય પક્ષનાં આગેવાનો, શ્રાવક-શ્રાવિકાઓની હાજરી વચ્ચે થનાર છે.

આ ઉ5રાંત અનેકવિધ ડેકોરેશન સાથે કાર, બાઈક, સ્કુટ પણ વિશાળ સંખ્યામા જોડાવવાનાં છે. વિન્ટેજ કારમાં આગેવાનો આ ધર્મયાત્રામાં જોડાશે. સંગીતની સુરાવલીઓ વહેડાવતા બ્ોન્ડ, રાસમંડળી, કળશધારી બહેનો આ યાત્રામાં જોડાશે. સાથે પ્રભાવના કરતો અનુકંપા રથ અને ભગવાન મહાવીર જેમાં બરિાજમાન થનાર તેવો ચાંદીનો રથ આ ધર્મયાત્રાનું વિશેષ નજરાણું છે તે પણ જોડાશે.  આ રથમાં કેયા ભાવેશભાઈ મહેતા અને હસ્તી જીતુભાઈ કોઠારી બરિાજમાન મહાવીર સ્વામીની સેવામાં રહેશ્ો. આ ચાંદીનાં રથનું વહન પુજાની જોડમાં સજ્જ યુવાનો દ્વારા સારથી બનીને કરવામાં આવશે. આ યુવાનો દ્વારા આખા રૂટ ઉપર ખુલ્લા પગે રથ ખેચવામાં આવશે. આ દરમ્યાન યુવાનો દ્વારા પુજાનાં કપડાની મર્યાદા મુજબ પાણી પણ પીવાની છુટ હોતી નથી.  આ રથ જ્યારે યાત્રાનાં રૂટ ઉપર ફરશે ત્યારે નવકારનાં નવ પદ એવા નવ સ્ટેજમાં  તમામ સ્ટેજ ઉપર 12 બાળકો આ યાત્રાનું સ્વાગત કરશે આ તમામ બાળકોને દાતા  દ્વારા ઈનામો આપવામાં આવશે.

રૂટ ઉપર ઠેરઠેર 18 આલમ, એન.જી.ઓ., ધાર્મિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, રાજકીય પક્ષો દ્વારા ભગવાન મહાવીરનાં અક્ષતથી વધામણા કરવામાં આવશે. અનેક ગ્રુપ, સંઘ, દાતાશ્રી પરિવાર દ્વારા ઠેરઠેર ઠંડા પાણી, સરબત, છાસ, લીંબ્ુા પાણી વિગેરેની ભકિત કરવામાં આવશે. સમગ્ર યાત્રામાં ઠેરઠેર સુંદર સુશોભન કરવામાં આવીયું છે. એસ્કોર્ટ કમીટી દ્વારા આખી યાત્રાને સુરક્ષા અને સંચાલન પુરુ પાડવામાં આવશે. ધર્મયાત્રાનાં પ્રારંભે દાતા  દ્વારા તડકાનાં ધ્યાનમાં રાખીને રક્ષણ માટે 500 ટોપીનું વિતરણ કરવામાં આવશે.  આ યાત્રા રાજકોટનાં સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા ખાતે પૂર્ણ થશે.

7000 થી પણ વધુ જૈનો જયણા પૂર્વક વિધી થી બનાવેલ ગૌતમ પ્રસાદનો લ્હાવો લેશ્ો, ગૌતમ પ્રસાદનું આયોજન ભુપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદિરનાં પટાંગણમાં કરવામાં આવેલ છે.  ઉપરોકત તમામ મહોત્સવને લગતી કામગીરીનું સંકલન જૈનમ પરિવારનાં જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી અને જયેશભાઈ વસા દ્વારા કરવામાં આવી રહયું છે. છે.  સાથે રાજકોટનાં તમામ પ્રિન્ટ મીડીયા, ઈલેકટ્રોનિક મીડીયાનાં પ્રતિનીધી તથા ફોટોગ્રાફર – વિડીયોગ્રાફરને આ મહોત્સવમાં પધારવા જૈનમ ટીમ વતી હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.

જૈનમ આયોજીત ચિત્ર સ્પર્ધામાં ભગવાન મહાવીરનાં અનેક રૂપોને કાગળ ઉપર ઉતારતા સ્પર્ધકો

Screenshot 7 2

ચિત્ર સ્પર્ધામાં 125 થી પણ વધુ સ્પર્ધકો જેમા સવિશેષ બાળકો ઉપરાંત યુવા ભાઈ-બહેનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં સ્પર્ધકોનું મોનીટરીંગ અને પ્રોત્સાહન પુરુ પાડવા સેજલભાઈ મનીષભાઈ દોશી, ઝરણાબ્ોન વિભાશભાઈ શેઠ, શ્રઘ્ધાબેન નિપુણભાઈ દોશી ઉપસ્થિત રહયા હતા. સ્પર્ધકોને સન્માન પત્ર અને રોકડ પુરસ્કાર દિવ્યેશભાઈ જસાણી, સેજલબ્ોન જસાણી, જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, વિભાશભાઈ શેઠ, નિલેશભાઈ કામદાર, તેજલબ્ોન વૈભવભાઈ સંઘવી, સેજલબ્ોન મેહુલભાઈ શાહ, કામીનીબ્ોન    એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ચિત્રનગરી મુકેશભાઈ વ્યાસ, ડ્રોઈંગ શિક્ષક યોગેશભાઈ જોશી, જૈનમ પરિવારનાં બ્ોલાબ્ોન ફેનીલભાઈ મહેતા, ડો.તન્વી મનીષભાઈ દોશી, સેજલબ્ોન દિવ્યેશભાઈ જસાણીએ પોતાની ઉત્કૃષ્ઠ સેવા આપેલ હતી.

Screenshot 6 3 માફી માગવી અને માફી આપવીએ ભગવાનનો આદેશ: સોના શાહ

વીર પ્રભુશ્રી મહાવીર સ્વામી ભગવાનની આજ જન્મ જ્યંતિનુ ઉત્સવ જૈનો હર્ષો ઉલ્લાસ સાથે ઉજવે છે, એવા ભગવાન શ્રી મહાવીર પ્રભુ નુ સૂત્ર ક્ષમા વિરસ્ય ભૂષણમ …. માફી માગવી અને માફી આપવી એ ભગવાનનો આદેશ છે… પ્રભુના કહેવા પ્રમાણે મનુષ્યએ પહેલા પોતાના આંતરીક શત્રુને મારવા જોઈએ જેવા કે, કોધ, લોભ,લાલચ,મોહ,માયા, ભ્રમ ભગવાન શ્રીએ જૈન ધર્મ દ્વારા આધ્યાતમિક શુદ્ધતા અને આત્મનિર્ભરતા પર જોર દીધું છે, પ્રભુનુ માનવું હતું કે આત્મા શાશ્વત છે , અને આધ્યાત્મિક અનુશાસનના માધ્યમથી પૂર્વ જન્મના દુ:ખ દર્દ ના ચક્ર થી મુક્તિ મળી શકે છે .. મહાવીર પ્રભુના કહેવા પ્રમાણે પૃથ્વી પર રહેલ દરેક જીવીત જીવ પ્રત્યે સહિષ્ણુતા , અહિંસા,સાહજિક વિચારો અને અનુકંપા રાખવી જોઈએ.

વિચાર, કર્મ અને શબ્દમાં સચાઇ હોવી જોઈએ, પરિગ્રહ તથા ચોરીનો ત્યાગ કરવુ જોઈએ, ભગવાન શ્રીએ કોઇ ઉપદેશ કે વચનો નથી આપ્યા પરંતુ કહ્યું છે સૃષ્ટીના જીવ માત્ર જે કર્મો કરશે તેને ભોગવવા સિવાય છૂટકો જ નથી. જેમાં પ્રભુનો પણ બચાવ નથી થયો શ્રી ભગવાને પણ પોતાના કર્મો ભોગવ્યા છે. જૈનોના નિયમ જેવા કે અહિંસા, અપરિગ્રહ, ચોરી અને સત્યની સાથે પ્રભુએ વધુ એક નિયમ જોડ્યો તે છે. બ્રમચર્ય અને આ પાંચ ઉપર જ કર્મોનો સિદ્ધાંત છે, આ પાંચ ગુણ માટે પ્રભુને કહ્યું છે કે આ પાંચ ગુણ જીવને પૂર્ણતાની ઓર લઇ જાય છે…

આવા શ્રી વીર પ્રભુ મહાવીર ભગવાનની જન્મ જ્યંતિ નો આજ અવસર આવ્યો છે.

જૈન વિઝન આયોજીત રંગ કસુંબલ ડાયરામાં લોકગીતો રમઝટ બોલાવાય

Screenshot 5 4

જૈન સમાજના પનોતા પુત્ર રત્ન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની જન્મ જ્યંતિ તથા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત 19/4/24  શુક્રવારે રંગ કસબુલ ડાયરો યોજાયેલ..

ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક અવસરે રાજકોટ ખાતે સતત અગિયારમા વર્ષે  સમસ્ત રાજકોટ જૈન સમાજ અને જૈન વિઝન દ્વારા ‘રંગ કસુંબલ ડાયરો’નું અહોભાવ અને ભક્તિપૂર્વક અનેરું આયોજન 19 એપ્રિલ 2024 ને શુક્રવારના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ હોલ ખાતે થયેલ.

ગુજરાતના ખ્યાતનામ લોક કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા અને હરિસિંહ સોલંકી વગેરે કલાકારોએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત  સંશોધિત – સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવેલ.

આદરણીય ઝવેરચંદભાઈ મેઘાણી રચિચ ચૌદ વર્ષની ચારણ ક્ધયા સાથે જૈન સાધુના જીવન આધારિત રચના રજૂ કરતા હોલનો માહોલ શૌર્ય રસ સાથે ધર્મમય બની ગયેલ..

જૈન કુળમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીએ માત્ર 12 વર્ષની વયે જૈન પાઠશાળામાં જૈન સ્તવનની સહુ પ્રથમ રચના કરેલ. ઝવેરચંદ મેઘાણીની ‘બાલ્યાવસ્થા ભૂમિ રાજકોટ ખાતે આ પ્રેરક આયોજનનું સવિશેષ મહત્વ રહેલ. કાર્યક્રમમાં જૈન વિઝન મહિલા વિંગના અમિષાબેન દેસાઈ  જલ્પાબેન પતિરા સોનમ ક્વાટર્સ ના દીપાબેન શાહ, હીનાબેન દોશી સહિતના મહિલા આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવેલ  કાર્યક્રમનું સુંદર સંચાલાન હેમલ મહેતાએ કરેલ.  કાર્યક્રમમાં આવેલ   ભાવિકોમાટે લક્કી ડ્રો દ્વારા  જૈન અગ્રણી પ્રફુલભાઈ ધામી દ્વારા ચાંદી અને સુવર્ણ મુદ્રા આપવામાં આવેલ તેમજ 2500 રૂપિયાનું રોકડ પુરસ્કાર માતુશ્રી જ્યોતિ બેન નયન કુમાર શાહ વેરાવળ વાળા હસ્તે ડો. હાર્દિક શાહ તરફથી અપાયેલ આવતીકાલે પ્રભુ શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મોહત્સવ  મહા પાવન અવસરે *જૈન વિઝન દ્વારા સતત 11 માં વર્ષે પ્રભુ મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ અવસરે   આયોજનની હારમાળા..*

માનવતાલક્ષી ,સેવાકીય સાથે ધાર્મિક કાર્યક્રમો.. જીવદયા અને અનુકંપાભર્યા અનોખા આયોજનોને આખરી ઓપ.

*આવો  રે આવો મહાવીર નામ લઈએ..*

ભક્તિ સંગીત કાર્યક્રમનું  અનોખું આયોજન..

સેવાકીય સાંસ્કૃતિક પ્રવૃતિથી ધમધમતી રાજકોટની નામાંકિત સંસ્થા *જૈન વિઝન*  સતત 11 માં વર્ષે   અનંત ઉપકારી પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અવસરે કાર્યક્રમની હારમાળા સર્જસે..

જૈન સમાજના ચારેય ફિરકાઓનો અતિ લોક પ્રિય  કાર્યક્રમ એટલે આવો  રે આવો મહાવીર નામ લઈએ.ભક્તિ સંગીત કાર્યક્રમનું અનોખું આયોજન. પ્રમુખ સ્વામી ઓડિટરીમ  ાં  રાત્રીના 8.30   સર્વ ભાવિકોને ઉપસ્થિત રહેવા અનુરોધ સાથે સમસયર  આવનાર લક્કી ડ્રો ના કુપન પણ આપવામાં આવશે

સામાજીક સંસ્થાઓમાં કેરીના રસનું વિતરણ. કબૂતર,પારેવાને ચણ, પક્ષીઓ માટે કુંડાઓનું ઠેર – ઠેર વિતરણ.રક્તદાન કેમ્પ, અને ધોમ ધકતા તાપ માં શાતા ઉપજાવતું છાશ વિતરણ સહિતના અનેરા અને અનોખા આયોજન ટિમ જૈન વિઝન દ્વારા આવતી કાલે યોજાશે

ટીમ જૈન વિઝન  દ્વારા જેહમત ઉઠાવી રહ્યું છે,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.