Abtak Media Google News

વલ્લભાચાર્ય મહાનપ્રભુજીના ૫૪૧માં પ્રાગટય દિન નિમીતે વલ્લભ યુથ ઓગેનાઇઝેશન અને ધોળકીયા સ્કુલ પરિવાર દ્વારા વિરાટ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ સેવા પ્રકલ્પો યોજાશે. વિસ્તૃત વિગત આપવા વિનુભાઇ ડેલાવાળા, મહેન્દ્રભાઇ ફળદુ, ભુપતભાઇ છાંટબાર, અરવિંદભાઇ પાટડીયા, ચંદુભાઇ રાયચુરા, જેન્તીભાઇ નગદીયા, દીલીપભાઇ સોમૈયા, જીતેન સોની, અજય દલસાણીયા, રાજીવભાઇ ધેલાણી, કિશનભાઇ સીણોજીયા અને હેનીશભાઇ માંકડીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

જુના રાજકોટ સ્થિત વલ્લભાચાર્ય પ્રાગટય ઉત્સવ આયોજન સમીતી પ્રતિવર્ષ શહેર સમસ્ત આચાર્યો અને સંસ્થા મંડળોના સંકલન અને સાનિઘ્ય સાથે દિવ્ય શોભાયાત્રા ધર્મસભા અને જીવદયા તેમજ માનવસેવા પ્રવૃતિઓના પ્રકલ્પો સાથેનું આયોજન કરી રહી છે. એ અનુસાર આ વર્ષૈ પણ પ્રાગટય ઉત્સવ તા. ૧રએ વલ્ભયુથ ઓર્ગેનાઇઝેશન અને ધોળકીયા સ્કુલ્સ પરિકર અને એના સંચાલકો સાથેના સંયુકત ઉપક્રમે ભવ્ય અને વિરાટ  શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વળી આ વર્ષે પણ સપ્તમગૃહ મદનમોહનજી હવેલી, લક્ષ્મીવાડી દ્વારા વાણીયાવાડી પાસે વલ્લભાખ્યાન કથા પ્રારંભ થઇ રહી છે જેથી આ વર્ષ ની શોભાયાત્રા જુની હવેલી દરબારગઢને બદલે નવી વ્યવસ્થા અનુસાર લક્ષ્મીવાડી હવેલી ખાતેથી પ્રારંભ થનાર છે.

તા.૧રને ગુરુવારે સાંજે ૬.૩૦ વાગ્યાથી લક્ષ્મીવાડી હવેલી ખાતેથી એક વિરાટ શોભાયાત્રા પ્રારંભ થશે. હવેલીની પ્રારંભથતી આ શોભાયાત્રા માં મહાપ્રભુજીના સ્વરુપને સુખપાલ માં પધરાવી અનેકો આચાર્યો તેમજ મહાનુભાવ શિષ્યોમાં શ્રીહસ્તે માલ્યાર્પણ પુષ્પવૃષ્ટિ અને જયઘોષ સાથે પ્રયાણ કરશે.

પૂ. વ્રજેશકુમારજી મહારાજની અઘ્યક્ષતામાં યોજાઇ હતી. આ શોભાયાત્રામાં પૂ. પંકજકુમાર, પૂ. અક્ષયકુમારજી મહારાજ, પૂ. વિશાલકુમાર મહારાજ, પૂ. અનિરુઘ્ધલાલજી મહોદયશ્રી પૂ. પુ‚ષોતમલલાલજી મહોદય અને પૂ. ગોપેશકુમારજી મહોદયશ્રી સહીતના આચાર્યો જોડાશે. છડીદાર ઘોડેશ્ર્વાર, સૌથી વધુ સાફાધારી, બાઇક સવારો, કળશધારી બહેનો અને ઘ્વજા, પતાકા, ડંકા નિશાન સહીત બેંડવાજા કેશીયો પાર્ટી તેમજ ઘોડારથમાં રાધાકૃષ્ણ વેશધારી બાળકો છોટાહાથી, મેટાડોરમાં મહાપ્રભુજીના જીવન કવનો સાથેના ફલોટસ ઉપરાઁત કેશરીયા કિર્તનીયા મંડળીના દિવ્ય વધાઇ ર્કિતનગાન તેમજ શ્રીજી કિર્તનમંડળના સથવારે રાસની રમઝટ બોલાવતા યુવાઓ, લાલપીળા, કેશરી વસ્ત્રધારી વૈષ્ણવ ભાઇ-બહેનો સહીતનો આ રસાલો જયઘોષ સાથે શહેરના લક્ષ્મીવાડી મેઇન રોડ ૮૦ ફુટ રોડ, નટેશ્ર્વર મહાદેવ, બોલબાલા માર્ગ થઇ જલજીત હોલ  વાણીયાવાડી પાસે થઇ સપ્તમગૃહ દ્વારા આયોજીત વલ્લભાખ્યાન કથા મંડપ ખાતે વિરામ લઇ ધર્મસભામાં

પરિવતીત થશે. શોભાયાત્રાના માર્ગમાં ઠેર ઠેર અનેકો વૈષ્ણવ પરિવારો દ્વારા મહાપ્રભુજીને માલ્યાપણ સાથે  પુષ્ણવૃષ્ટિથી  શોભાયાત્રાનું સ્વાગત થશે.

તા.૧રએ સવારે સાતસ્વરુપ હવેલી પરાબજાર ખાતેથી રાજકોટની ચોતરફ આવેલી રપથી એ વધુ ગૌશાળા પાંજરાપોળની ગૌમાતાઓને લીલો સુકો ચારો ટ્રક મેટાડોર ભરીને પમોચાડવામાં આવનાર છે. ગૌ સેવાની આ ટહેલ માટે પ્રફુલાબેન તથા વિજયભાઇ કોટપ પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો છે.

એ જ રીતે સવારે વિવિધ ગૌશાળા પાંજરાપોળની ગૌ માતાઓ માટે લાડુ લાપસીના મિષ્ઠ ભોજન નિરવા માટે ભરતભાઇ કોટક (જંકશન) તથા સાત સ્વરુપ સેવા મંડળ પરિવાર અને ભરતભાઇ લાડવાવાળા અને ધીરુભાઇ ભાલોળીયા નો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. સમીતી દ્વારા ગૌ માતાના લાડુ બનાવવાની સેવા તા.૧૧ ને બુધવારની રાત્રીએ ૯ વાગ્યાની સાત સ્વરુપ હવેલી ખાતે આયોજીત કરવામાં આવી છે.

જીવદયા પ્રવૃતિઓની આજ શ્રૃંખલામાં પક્ષીઓને ચર, કાબર, કાગડાઓને ફરસાણ કિડીઓને કીડીયારુ માછલીઓને લોટની ગોળીઓ જેવી સેવાઓ અન્ય સંસ્થાઓની સાકળ સાથે આયોજીત કરવામાં આવી છે. જે માટે સખીયા ઇન્ડસ્ટ્રીઝ પરિવારની સખાવત પ્રાપ્ત થઇ છે.

માનવ સેવાની ટહેલ સ્વરુપે વિવિધ સરકારી હોસ્પિટલો, જનાના હોસ્પિટલ, શહેરના વૃઘ્ધાશ્રમો, બાલાશ્રમ, અંધ અપંગ અને મંદબુઘ્ધિ બાળગૃહો, ભિક્ષુકગૃહ અને મધર ટેરેસા આશ્રમ સહીતની સંસ્થાના આશ્રીતોને ફુટ, બીસ્કીટ, ફરાળી ચેવડો, પેંડા સહીત પ્રસ્તુતા બહેનોને દુધ અને શુઘ્ધ ઘીનો શીરો જેવી સામગ્રીનો વિતરણ કરવામાં આવશે.

વૃઘ્ધાશ્રમો, બાલાશ્રમો, બાળગૃહોના આશ્રીતોને શીતળના આપતો આઇસ્ક્રીમનું વિતરણ થશે. રૈયાધાર વિસ્તાર સહીત ગાંધીગ્રામ તેમજ નવાગામ આસપાસની ઝુપટપટ્ટીના લગભગ ૩૦૦૦ થીયે વધુ બાળકોને રસ, પુરી, શાક, કઢી, પુલાવ અને સલાદ અને છાશ સહીતની વાનગીઓ સાથે પૂર્ણ ભોજન કરાવી તૃપ્ત કરાવાશે.

વ્રજયાત્રા પરંપરા મુજબ આ વર્ષે પણ યોજાશે

વલ્લભાચાર્ય મહાપ્રભુજી પ્રણીત પુષ્ટિ સંપ્રદાયમાં પ૦૦ થી વધુ વર્ષો થયા વ્રજચોર્યાસી કોષ લીલી પરિક્રમા શ્રાવણ, ભાદરવા મહીના દરમ્યાન પ્રતિવર્ષ યોજાય છે.

વ્રજયાત્રાની આજ પરંપરામાં ચાલુ વર્ષ ૨૦૧૮ માં ગોપાલ મંદીર વારાણસી દ્વારા પૂ. શ્યામમનોહરજી મહારાજની અઘ્યક્ષતા અને આચાર્ય પુત્ર પૂ. પ્રિયેન્દુ બાવાની ઉપાદ્દક્ષતામાં વ્રજચોર્યાસી કોષ લીલી પરિક્રમાનું સુંદર અને વિરાટ આયોજન કરવામાં આવ્યું છે.

ભાદરવા ને બુધવારે તા. ૧ર-૯-૧૮ ના રોજ મથુરાથી નિયમ ગ્રહણ સાથે આરંભ થનાર આ યાત્રા ૪૦ દિવસ સુધી ચાલશે.

હાલના દિવસોમાં જ ચોપાસની જુનાગઢ ગૃહના વયસ્થ આચાર્ય પૂ. વિઠ્ઠલનાથજી મહારાજના નિત્ય લીલા પ્રવેશ થવાથી અને યાત્રા આયોજક પૂ. ગો. શ્યામમનોહરજી મહારાથશ્રી એમના જ લધુભ્રાતા હોવાથી ઉપરોકત ષષ્ઠમગૃહ  કાશીની યાત્રા મુલત્વી રહેવા અંગે વૈષ્ણવોમાં ગેરસમજ ઉ૫સ્થિત થઇ રહી છે. ત્યારે આચાર્ય દ્વારા આ લીલી પરીક્રમા પરંપરા મુજબ આ વર્ષે પણ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

શોભાયાત્રામાં તમામ વૈષ્ણવ મંડળો જોડાશે

વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં ૫૪૧ માં પ્રાગટય ઉત્સવ નિમીતે ૧રમીએ યોજાનાર વિરાટ શોભાયાત્રામાં તમામ વૈષ્ણવ સંગઠનો અને મંડળો જોડાશે શહેરની તમામ વૈષ્ણવ સંસ્થાઓએ સાથે મળીને આ શોભાયાત્રાનું આયોજન કર્યુ છે. તમામ મંડળોના હજારો વૈષ્ણવો મળીને શોભાયાત્રાને વિરાટ બનાવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.