Abtak Media Google News

જામનગર શહેર તથા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ, પ્રકૃતિ વદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Advertisement

વન અને જીવસૃષ્ટિ સંરક્ષણના હેતુથી પ્રકૃતિ સાથે સંવાદિતા કેળવીને જીવવું એ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના રોજિંદા વહેવારમાં ગુંથાઈ ગયેલી વિશેષતા છે. હાલના વર્તમાન સમયમાં જ્યારે માનવ દ્વારા સ્થાપિત આર્થિક હિતો પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે પડકારો ઊભા કરી રહ્યા છે ત્યારે આ પ્રકૃતિ અને પ્રાકૃતિક સંશોધનોનું સવર્ધન અને સંરક્ષણ એ બહુ જ અઘરૃં કાર્ય થઈ પડે છે અને આપણા સૌ હિન્દુ સમાજની જવાબદારી છે.

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આ મહામારીના સમયમાં આવા ભગીરથ કાર્ય માટે ’પ્રકૃતિ માતા અને પૃથ્વીમાતા’ પ્રત્યે આપણો આદર અને સન્માન પ્રકટ કરવાના ભાગરૃપે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ એક સાથે ભારતના ૨૪ રાજ્યોમાં થશે. આ કાર્યક્રમમાં પરિવારના તમામ સગા-સંબંધી તથા મિત્રો જોડાઈ શકે તેવો પ્રયાસ કરવામાં આવશે.  સર્વે હિન્દુ સમાજને જોડાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનુરોધ કરાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ’પ્રકૃતિ વંદન’ના કાર્યક્રમનું રજિસ્ટ્રેશન તથા ૫ૂજન વગેરે દરેક પ્રખંડ ઉપર તથા દરેક હિન્દુ પરિવારના નિવાસસ્થાને ’પ્રકૃતિ વંદન’ નો કાર્યક્રમ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.