Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠકમાં માત્ર ૫૦ લોકોની હાજરી

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અઘ્યક્ષ પ્રવિણ તોગડીયાની હાજરીમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાય હતી. જેમાં ખેડુતોના હીતમાં ઘણી બધી માંગણીઓની વાત કરી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ખેડુતો, બાળકો, યુવાન-યુવતિ, વિઘાર્થી, વેપારી, મજુર વગેરે માટે અલગ અલગ પ્રોજેકટ અંતર્ગત કામ કરવામાં આવે છે. વધુમાં અઘ્યક્ષ પ્રવિણ તોગડીયાએ જણાવ્યું હતું કે ખેડુતોએ માંગણી કરી હતી અને સરકારે વચન આપ્યું હતું.

Advertisement

કે સી-ર ની પઘ્ધતિથિ ખર્ચ ગણીને ટેકાના દોઢ ગણા ભાઇ આપશે. આમા સરકારે વાદા ખીલાફી કરી છે. સી-રની ગણતરી પ્રમાણે ખર્ચ ગણતરી થઇ જ નથી. જો સી-રની ગણતરીથી ખર્ચ ગણવામાં આવે તો કપાસના મળતા ૧૫૦૦ રૂ આપવા પડે, મગફળીના ૧૩૦૦-૧૪૦૦ રૂપિયા આપવા પડે, પરંતુ સરકારે આપયા છે. ફકત ૮૫૦ રૂપિયા છેલ્લા ૪ વર્ષમાં ટેકાના ભાવો એક પણ વખત સરકાર દ્વારા વધારવામાં પણ આવ્યા નથી.

કોંગ્રેસ સરકારે દર વર્ષ ટેકાના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરતી હતી, પરંતુ ભાજપ સરકાર દ્વારા ૪ વર્ષથી એક પણ રૂપીયો ટેકાના ભાવમાં વધારવામાં આવ્યો નથી.

સરકાર ઉપર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે રર પૈકી ૧પ ખાનગી વીમા કંપનીઓને રૂ ૧૭,૭૫૦ કરોડનું પ્રીમીયમ આપવામાં આવ્યું જેમાંથી માત્ર ૨૭૫૦ કરોડ જ ચુકવ્યા છે. એટલે ૧૫ ખાનગી વીમા કંપનીઓને ૧પ હજાર કરોડ કમાવવાના ષડયંત્રનું નામ એટલે પ્રધાનમંત્રી પાક વિમા યોજના, આ માંગણીઓ લઇને દેશવ્યાપી આંદોલન થવાનું છે દૂધના ભાવોમાં પણ ખેડુતો પાસેથી રર ‚પિયા લીટર ખરીદવામાં આવે છે જયારે ગ્રાહકોને ૪૫ રૂ. લીટર વેચવામાં આવે છે. ત્યારે દેશમાં ગ્રાહક પણ લુંટાઇ છે. રામ મંદીર મુદ્દે તેમણે જણાવ્યું હતું કે રામ મંદીરનું નેતૃત્વ પણ ‘અયોઘ્યા કૂચ’દ્વારા ઓકટોબરમાં મારા નેતૃત્વ નીચે જ થશે. ખેડુતોને ટેકાના ભાવ મળે તે માટેના આંદોલનનું નેતૃત્વ પણ હું જ કરીશ.

ગુજરાતમાં પણ મોટા ખેડુત આંદોલનની તૈયારીઓ ચાલી રહી છે. ૧પ ઓગસ્ટે દેશભરના ૧૬૨ ખેડુત સંગઠન મળીને ખેડુત આંદોલન કરવામાં આવશે.

૨૦૧૯ ની ચુંટણી માટે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હવે પ્રવિણ તોગડીયા બેઠા છે. એટલે આ વર્ષ ખોટા લોકો રામના નામે મત નહી મેળવી શકે. આગામી દિવસોમાં હાર્દિક પટેલ દ્વારા અન્નશનઉપવાસ ચાલુ થવાના છે. તે બાબતે તેમણે જણાવ્યું હતું કે દેશના યુવાનોના ભલા માટે જે કોઇપણ કઇ કરશે તેની અમે સાથે છીએ., બાકી સમય આવશે જ ખબર પડશે.

આ પત્રકાર પરીષદમાં રાજકોટ પૂર્વ અને પશ્ચીમ વિભાગના વીએચપીના અઘ્યક્ષ સહીત ર૦ લોકો જોડાયા. વધુમાં આક્ષેપ તથા માંગણી કરતા પ્રવિણ તોગડીયાએ જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રના કોન્ટ્રાકટર લેબર કાર્ય કરે છે અને કોન્ટ્રાકટ લેબરથી કર્મીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તેમણે પણ કાયમી કરે તે અમારી માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.