Abtak Media Google News

જેમ ચીનનો કોરોના વાયરસ વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે એવી જ રીતે વાયરસના કારણે ચીનમાં આવેલી મંદી પણ વિશ્વભરમાં ફેલાઇ રહી છે. છેલ્લા આંકડા પ્રમાણે વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખથી વધારે થઇ છે જ્યારે મરણઆંક ૩૬૦૦ થી વધારે થઇ ચુક્યો છે.

કદાચ વિશ્વમાં સામાન્ય તાવથી દૈનિક મરનારા માનવોની સંખ્યા આના કરતાં વધારે હશે પણ કોરોનાની વિશેષ કાળજી લેવાઇ રહી છૈ. એક તો આ વાયરસ ઘણો જ ચેપી છૈ અને વિશ્વભરમાં તેનો પ્રચાર પણ મહત્તમ છે. આજે પરિસ્થિતી એવી છૈ કે સંખ્યાબંધ દેશોના હવે ચીન સાથેના વ્યવસાયિક સંબંધો ઉપરાંત આર્થિક સંબંધો પણ કસોટીની એરણે ચડ્યા છૈ. બીજી ભાષામાં વાયરસથી બચવા માટેના જે ઉપાયો અજમાવાઇ રહ્યા છે તે વિશેષ મોંઘા પડો રહ્યા છે. ચીનમાં તો સાવચેતીના કારણે બજારો બંધ છે જેનાથી અન્ય દેશોમાં માલ પહોંચતો નથી.

જેટલી નુકસાની ચીનને થઇ રહી છે એટલી જ કે કદાચ એનાથી થોડી ઓછી અમેરિકા, ભારત, યુ.ઐ.ઇ તથા યુરોપને થઇ રહી છે. આમાંથી અમુક દેશો તો એવા છે જ્યાં અવા રોગ સામે ઝઝૂમવાની લોકોમાં તાકાત નથી.વળી ત્યાં ફેસ ટૂ ફેસ સર્વિસ પણ વધારે છે તેથી ત્યાં મોતનો ભય વધારે રહેશે, તેથી શાળા, જીમ, ટ્રાવેલીંગ કે બિઝનેસ કોન્ફરન્સ રદ્દ કરવી પડે તો નુકસાન તો થવાનું જ છે. આ નુકસાનને વાયરસ પછી નો વાયરસ પણ કહી શકાય. બીજી ગણતરી જોઇએ તો ૪૧ ટકા જેટલી ચીનની વસ્તી ગામડાં માં રહેતી હોવાથી ગીચતા ન હોવાથી વાયરસથી બચી શકાય છૈ. જ્યારે અમેરિકામાં શહેરી વસ્તી વધારે હોવાથી આ રોગ વધારે ઝડપથી ફેલાઇ શકે છૈ.

ચીનમાં જીમનેશ્યમનો બિઝનેસ વાર્ષિક છ અબજ ડોલરનો છે જે અમેરિકામા વર્ષે ૧૯ અબજ ડોલરનો છે. બાકી હોય તો ચીન કરતા અમેરિકન નાગરિક પોતાની તબિયત પ્રત્યે વધારે જાગૄત છે.  હવે જ્યારે અમેરિકાનાં અમુક વિસ્તારો બંધ રાખવા પડે ત્યારે સ્વાભાવિક રીતે જ ચીન કરતા વધારે નુકસાન થાય છૈ.

એક અંદાજ પ્રમાણે આ ચીનની મહામારીના કારણૈ ભારતને આશરે ૩૫ અબજ ડોલરનું નુકસાન થશે. યુ.એન અને સંયુક્ત રાષ્ટ્રોનો અહેવાલ કહે છે કે ભારત વિશ્વની ટોપ ૧૫ ક્ધઝપ્શન ઇકોનોમીમાં ભારત હોવાથી અહીં વૈશ્વિક ટુરિસ્ટો પણ વધારે આવે છે. આ ઉપરાંત ચીનનો એક્સપોર્ટનો ધંધો બંધ થતા ૫૦ અબજ ડોલરનું નુકસાન થઇ શેરની રહ્યા છે. ખાસ કરીને પ્રિસીઝન ઇન્સ્ટ્રુમેન્ટ, મશીનરી, બેટરી આધારિત વસ્તુઓ, તથા કોમ્યુનિકેશનની વસ્તુઓ માટે ચીન ભારતીય વેપારીઓનું મોટું માર્કેટ છે.

જેમ આ સમસ્યા લંબાશે તેમ નુકસાન વધારે થશે. હાલમાં જ જે ટેલિવિઝન સેટ અગાઉમાં ૫૦૦૦ રૂપિયામાં મળતા હતા તેના અત્યારે  ૧૦૦૦૦ રૂપિયામાં પણ મળતાં નથી. આવી જ હાલત આગામી દિવસોમાં મોબઇલ ફોનની પણ બની શકે છે.

આ ઉપરાંત ફાર્માસ્યુટીકલ અને સર્જીકલ ઇકવીપમેન્ટસ અને કોમોડિટીનાં કારોબારને પણ માઠી અસર પડશૈ.

ભારત ઉપરાંત યુરોપિયન યુનિયનને ૧૬ અબજ અમેરિકન ડોલર, જાપાનને ૫.૨ અબજ ડોલર, દક્ષિણ કોરિયાને ૩.૮ અબજ ડોલર, તાઇવાનને ૨.૬ અબજ ડોલર વિયેટનામને ૨.૩ અબજ ડોલર તથા શ્રીલંકાને બે અબજ ડોલર જેટલું નુકસાન થઇ શકે છે.

એક અહેવાલ એવા પણ છે કે ટોકિયો-૨૦૨૦ ના ઓલિમ્પિકને હાલમાં મોકુફ રાખવાની પહેલ થઇ છે. પરંતુ  આયોજકોએ ૨૦ મી માર્ચ ઓલિમ્પિક યોજવાનો નિર્ધાર વ્યકત કરી દીધો છે. બેશક સ્પર્ધામાં બાળકોને સ્થાન નહીં અપાય. સ્પધર્ધાનાં તમામ આયોજન થઇ ગયા હોવાથી તે યોજાય તે સ્વાભાવિક છે પરંતુ હવે તેમાં દશકો ઓછા હશે.

આવા સંજોગોમાં આયોજકોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવું પડશે. આવી જ રીતે ભારતમાં યોજાનારી ઇન્ટરનેશનલ સ્પાઇસ કોન્ફરન્સને પણ હાલ તુરંત મોકુફ રાખવી પડી છૈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.