Abtak Media Google News

સોશિયલ મીડિયા મારફતે ગાંધીનગરના શખ્સે પરિચય કેળવી ભાણવડની શિક્ષીકાને બનાવી સગર્ભા

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામની યુવતી ભાણવડની એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આ યુવતી સાથે સોશિયલ મિડીયાથી સંપર્કમાં આવેલા પાટનગર ગાંધીનગરના એક શખ્સે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધાની ફરિયાદ નોંધાવાતા ચકચાર જાગી છે.

Advertisement

ભાણવડની ખાનગી શાળાની આ શિક્ષિકા સાથે વોટસએપના માધ્યમથી માણસા તાલુકાના આગ્મેલ ગામના વસંત ઠાકોર નામનો શખ્સ પરિચયમાં આવ્યો હતો અને એ પછી બન્ને વચ્ચે પરિચય વઘ્યો હતો. આ સંબંધની જાણ યુવતીના પરિવારજનોને થતા તેની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવ્યો હતો.

એક કટુંબી સભ્યની મદદથી શિક્ષિકા યુવતિ અને વસંત ઠાકોર સંપર્કમાં રહેતા હતા અને યુવતિને લગ્નની લાલચ આપી મોટરમાં માણસા તથા અન્ય વિસ્તારમાં લઈ જઈ બળાત્કાર ગુજારાયો હતો અને શિક્ષિકા ગર્ભવતી બનતા આ ઘટના પ્રકાશમાં આવી છે. વસંત ઠાકોર ગાંધીનગરમાં અમુલનું પાર્લર ચલાવે છે. જામજોધપુર પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.