Abtak Media Google News
  • દિગજામ સર્કલ થી સાત રસ્તા સુધીના માર્ગે રોડની બન્ને તરફ બેરીકેટિંગ કરાયું
  • નવો ડામર રોડ કરી પીળા પટ્ટા લગાવાયા

જામનગર સમાચાર : ભારતના વડાપ્રધાન આગામી ૨૪- ૨૫ ફેબ્રુઆરીના દિવસો દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે, અને તેઓનું ૨૪મી તારીખે જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ થવાનું છે, ત્યારે તેમના આગમન સમયે ભવ્ય સ્વાગત અને રોડ શૉ યોજાશે.Img 20240222 Wa0004 જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને દિગ્જામ સર્કલથી સાત રસ્તા સુધીના માર્ગ પર જરૂર જણાય ત્યાં નવો ડામર રોડ કરવામાં આવી રહ્યો છે, સાથે સાથે રોડની બંને તરફ પીળા પટ્ટા લગાવવામાં આવી રહ્યા છે.

Advertisement

દિગજામ સર્કલ થી સાત રસ્તા સુધી રોડની બંને તરફ બેરિકેટિંગ લગાવાયા Img 20240222 Wa0006

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને આવકારવા માટે દિગજામ સર્કલ થી સાત રસ્તા સુધી રોડની બંને તરફ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે, અને બંને સ્થળેથી નગરજનો તેમને આવકારવા માટે અને વડાપ્રધાન પર પુષ્પવૃષ્ટિ કરી શકાય તે માટેની સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સાથો સાથ અમુક સ્થળે સ્ટેજ પ્રોગ્રામ પણ ગોઠવવામાં આવી રહ્યા છે.

સાત રસ્તા સર્કલ વિસ્તારમાં ફલાયઓવર નું કામ ચાલી રહ્યું છે, ત્યારે ઉપરોક્ત રૂટ ને લગતા માર્ગે ફલાય ઓવર ની નજીક પતરાની નવી આડશો મૂકીને સમગ્ર વિસ્તારને પણ સુસજજ બનાવી દેવાયો છે. જે સમગ્ર તૈયારી માટે મહાનગરપાલિકાનું તંત્ર કામે લાગ્યું છે. ઉપરાંત જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની રાહબરી હેઠળ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.

સાગર સંઘાણી

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.