Abtak Media Google News
  • આવશ્યક સેવાના અમુક કર્મચારીઓને મુક્તિ આપવા મામલે કલેકટર સમક્ષ તમામ વિધાનસભા વિસ્તારની યાદીઓ મુકાઈ

ચૂંટણી સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન પૂર્ણ થયા બાદ હવે બીજા રેન્ડમાઇઝેશન માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. આ માટે આજે એઆરઓ સાથે જિલ્લા કલેકટર દ્વારા બેઠકો પણ યોજવામાં આવી હતી.

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત રાજકોટ જિલ્લાની વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં પ્રિસાઇડિંગ ઓફિસર, ફર્સ્ટ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર સહિતનો સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની સુચના મુજબ રાજકોટ જિલ્લામાં સંભવિત કેટેગરી પ્રમાણે કુલ 8468 પોલિંગ ઓફિસર્સની ફાળવણી કરવામાં આવશે. જેમાં 2684 પ્રિસાઇડિંગ પોલિંગ સ્ટાફ, 2047 મહિલા પોલિંગ સ્ટાફ, 1055 પોલિંગ સ્ટાફ સહિત કુલ 8468 પોલિંગ સ્ટાફની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ 69-વિધાનસભા રાજકોટ પશ્ચિમ માટે 637 પ્રિસાઇડિંગ પોલિંગ ઓફિસરના ઓર્ડર થયા છે. અને 71-વિધાનસભા રાજકોટ ગ્રામ્ય માટે 813 પોલિંગ ઓફિસર અને 70-વિધાનસભા રાજકોટ દક્ષિણ માટે 522 ફર્સ્ટ પોલિંગ ઓફિસરની ફાળવણી કરવવામાં આવી છે.હવે ચૂંટણી સ્ટાફના બીજા રેન્ડમાઇઝેશનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેને લઈને  તમામ એઆરઓએ આવશ્યક સેવાના કર્મચારીઓને મુક્તિ માટે કલેકટર સાથે બેઠક કરવામાં આવી છે. ઘણી આવશ્યક સેવાઓ કોઈ કર્મચારીને ચૂંટણી ફરજ સોંપવાને લીધે અસરગ્રસ્ત થતી હોય, તેવા કર્મચારીઓની વિધાનસભા બેઠક વાઇઝ યાદી તૈયાર કરી કલેકટર સમક્ષ મુકવામાં આવી હતી.

આવતીકાલે ઇવીએમનું રેન્ડમાઇઝેશન : રવિવારે ફાળવણી

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે શનિવારે ઇવીએમ-વિવિપેટનું રેન્ડમાઇઝેશન કરવામાં આવશે. ત્યારબાદ આગામી રવિવારે તેની ફાળવણી કરવામાં આવશે. હાલ જિલ્લામાં 3602 બેલેટ યુનિટ, 3489 વીવીપેટ અને 2976 કંટ્રોલ યુનિટ છે. રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઇવીએમ અને વિવિપેટ મશીનનું કોમ્પ્યુટર સિસ્ટમથી રેન્ડમાઇઝેશન કરી બીજા જ દિવસે ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.