Abtak Media Google News
  • હજારોની મેદની ઉમટી પડશે: ડીજે અને મનોરંજનના અનેક સાધનો: ફૂડ સ્ટોલ, ઠંડાપીણાં અને આયોજકો દ્વારા મનોરંજક પ્રવૃતિ સાથે રોમાંચ બમણો થઇ જશે

રાજકોટ શહેરમાં 6 અને 7 એપ્રિલ એટલે કે શનિવાર અને રવિવારે આઈપીએલનો રંગ જામશે. બે દિવસમાં રમનારા ચાર મેચ માટે રેસકોર્સ મેદાન ખાતે આઇ.પી.એલ.ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. આ આઇપીએલ ફેનપાર્કમાં હજારોની સંખ્યામાં મેદની ઊંચાઈ તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે બીસીસીઆઈ દ્વારા 50 શહેરમાં આઇપીએલ ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એસ.સી.એ.ના પ્રેસિડેન્ટ જયદેવ શાહ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ફેન પાર્કમાં દર્શકો સીટીઓ, તાળીઓ, રંગબેરંગી ચહેરાઓ, બૂમબરાડાઓ, ક્રેઝી સ્ટંટ્સની સાથે આ વાત થઇ રહી છે. એના પ્રશંસકોની! પ્રશંસકોની ક્રિકેટ, માનીતી ટીમો અને બીજી અનેક ચીજો માટે પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે આઇપીએલ 2024 ફેન પાર્ક્સમાં પ્રશંસકોને ખેંચી લાવે છે.50 શહેરોના આ પ્રશંસકોને સ્પર્શ કરીને ફેન પાર્ક્સ દેશભરમાં આઇપીએલ પ્રત્યેના ફિવરને ટેકઓવર કરવા માટે તૈયાર છે.વિશાળ પડદા પર કેદ કરવામાં આવેલી પ્રત્યેક પળની સાથે, દરેક સ્થળ લાઇવ ઍક્શનનું પ્રસારણ કરશે, જેમાં પ્રશંસકોને સ્ટેડિયમ જેવો અનુભવ થશે. કોઇ પણ ક્રિકેટપ્રેમી આ તક ગુમાવવાનું નહીં પાલવે કારણ કે પ્રવેશ બિલકુલ મફત છે અને સંગીતની સાથે મોજમસ્તી અને રોમાંચ બમણો થઇ જશે. ઉપરાંત આઇપીએલના અધિકૃત સ્પોન્સરો દ્વારા મર્કન્ડાઇઝ, ફૂડ સ્ટોલ્સ, ઠંડાં પીણાં અને કેટલીક મજેદાર પ્રવૃત્તિઓ પણ આમાં સામેલ છે.

આટઆટલી મોજમસ્તીની સાથે પ્રશંસકોને પહેલેથી જ પ્રતિતી થઇ શકે છે કે એમની ટીમોને ચીયર કરવા માટે જાણે કે તેઓ સ્ટેડિયમમાં જ હાજર હોય. મસ્તી અને રોમાંચને વધારવા માટે ફેન પાર્ક્સના મુલાકાતીઓ પોતાની માનીતી ટીમ, ખેલાડી અથવા ક્રિકેટ પ્રત્યેના લગાવને વ્યક્ત કરવાનો અધિકારી હશે. જે સૌથી વધુ ક્રેઝી પ્રશંસક સાબિત થશે એ ફાઇનલ્સની ટિકિટ જીતશે.દરેક સીઝન અગાઉની સીઝન કરતાં મોટી સાબિત થાય છે. બાઉન્ડીઓ પર હિટ્સ, હેટ્રિક્સ અને સ્પિન્સ જોવા માટે પોતાના શહેરના નિકટતમ ફેન પાર્ક્સમાં તમારા પાગલપનને જીવંત કરો. ખેર, ઊંધી ગણત્રી ચાલુ થઇ ચૂકી છે.રાજકોટ વાસીઓ માટે એક અલગ નજરાણું પ્રસ્તુત કરવા માટે બીસીસીઆઇ અને આઇપીએલ મેનેજમેન્ટ દ્વારા ફેનપાર્ક નું નું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.