Abtak Media Google News

ર૧ આરોગ્ય કેન્દ્રોમાં હોમિયોપેથીક દવાનું વિતરણ: ૨૪x૭ કંટ્રોલ રૂમ શરૂ: કતલખાનાને હાઇજેનીક કરાશે રેનબસેરાનું આઇસોલેશન વોર્ડમાં રૂપાંતર કરાશે: જાહેરમાં થુંકવા ઉપર સખ્ત કાર્યવાહી થશે, દંડની રકમ વધારાશે

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના  વાયરસના અટકાયતી પગલાના ભાગરુપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસની માહિતી આપવા અંતર્ગત એકશન પ્લાન તૈયાર કરી આજરોજ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર માહીતી દર્શાવવામાં આવી હતી. કોરોના વાયરસના અટકાયતી અને ફેલાવાને રોકવા માટે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ આરોગ્ય ચેરમેન જયમીન ઠાકકર આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર સહીતના પદાધિકારીઓ અને અધિકારીઓએ વિસ્તૃત માહીતી સાથે શહેરીજનોને ભયમુકત થઇ કોરોના વાયરસ સામે લડવાની સુચના આપી હતી. હાલમાં વિશ્ર્વના ૮૯ દેશોમાં કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. જેમાં સમગ્ર વિશ્ર્વમાં નોધાયેલા કેસની સંખ્યા ૯૮,૪૨૧ છે.

Advertisement

5 Bannafa For Site 1 1

ત્યારે રાજકોટમાં ૯૮ જેટલા મુસાફરો આવેલા છે. તેમનું એરપોર્ટ ઉપર થર્મલ સ્કેનીગ ચાલુ કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત તમામ ર૧ આરોગ્ય કેન્દ્રો ખાતે રોગ પ્રતિકારક શકિત વધારવા નિ:શુલ્ક દવાનું વિતરણ આગામી ૧૧ માર્ચને બુધવારની શરુ કરવામાં આવનાર છે.

શું છે નોવેલ કોરોના વાયરસ?

કોરોનો વાઈરસ વાઈરસ સમૂહ પૈકી એક છે, જે સામાન્ય શરદીથી લઈ સાર્સ (સિવિઅર એકયુટ રેસ્પીટરી સિન્ડ્રોમ) જેવી બીમારી ફેલાવી શકે છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન પ્રમાણે આ કોરોના વાયરસ પ્રાણીઓથી મનુષ્યોમાં પ્રવેશી જાય છે. ઠઇંઘ અનુસાર, કોરોના વાયરસનો સંબંધ સી-ફૂડ સાથે છે. કોરોના વાયરસની ખતરનાક વાત એ છે, આ વાયરસ પ્રાણીઓમાંથીલોકોના શરીરમાં ફેલાઈને લોકોને બીમાર કરી રહ્યો છે. આ વાયરસ શ્વાસ દ્વારા ફેલાય છે અને તેમાં વાયરલ મ્યૂટેશન હોવાની કે વાયરસ વધારે ફેલાવવાની સંભાવના બને છે.

વાયરસના મુખ્ય લક્ષણો

શરદી, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી, તાવ.

વાયરસ ગ્રસ્ત લોકોમાં શ્વાસની સમસ્યા, તાવ, ખાંસી જેવી સમસ્યાઓ જોવા મળે છે.

વધારે ગંભીર મામલાઓમાં સંક્રમણને કારણે ન્યૂમોનિયા, સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, કિડની ખરાબ થવી અને મૃત્યુ થઈ શકે છે.

રોગની સારવાર

આ રોગની કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી તેમજ આ રોગને અટકાવવા માટે વેક્સીન પણ ઉપલબ્ધ નથી. આ રોગમાં થતા લક્ષણોને માટે દવા આપવામાં આવે છે.

બચવાનો ઉપાય

આ વાયરસથી બચવા માટે તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શ કરવાથી બચવું જોઈએ.

વય પ્રમાણે થોડી થોડી વારે હુંફાળું પાણી પિતા રહો

એક સમયે પુષ્કળ પ્રમાણમાં પીશો નહીં કેમ કે તે અસર કરતું નથી. તેના બદલે ધીમે ધીમે, ઘૂંટડે ઘૂંટડે પીવાનું ચાલુ રાખો.

વધુ પડતા ગીચ સ્થળોએ ન જશો, ખાસ કરીને ટ્રેન અથવા જાહેર પરિવહનનો  જરૂર મુજબ ઉપયોગ કરો.

તળેલું અથવા મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો.વિટામિન સી યુક્ત ખોરાક જેવા કે ખાટા ફળો ઉપરાંત આદુ, લસણ, મરચા જેવા ગરમ ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવો.

આ વાયરસનો સંબંધ સી-ફૂડથી પણ હોય તો તેને ખાવાનું ટાળો. આ ઉપરાંત આઈસ્ક્રીમ, ઠંડાપીણા જેવી ઠંડી વસ્તીઓ ખાવાનું ટાળો.

શરીરની ચોખ્ખાઈ તેમજ આજુબાજુમા સ્વચ્છતા જાળવવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

જો તમને સામાન્ય કોઈ બીમારી અથવા તો તાવ આવતો હોય ત્યારે તમે ભીડથી દૂર રહો અને શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળવું જોઈએ.

તમારા હાથને ૨૦ સેકેંડ સુધી બરાબર સાબુ અથવા હેન્ડવોશથી બરાબર સાફ કરવા જોઈએ.

કપડાં પર ૯ કલાક જીવી શકે છે. આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં ૩ કલાક સુકાવા દેવા.

હોળી પ્રગટાવતી વખતે કપુર, ગુગળ, લીમડાના પાનને તેમાં હોમી શક્ય જેથી વાતાવરણમાં રહેલા વાઈરસનો નાશ થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.