Abtak Media Google News

રાજ્યભરમાં રોડ કનેક્ટિવિટી વધુ સારી છે ત્યારે આંતરિક હવાઈ સેવા સફળ થશે કે કેમ?

રાજ્ય સરકારની વીજીએફ યોજના હેઠળ નવા ફ્લાઈટ ઓપરેશન શરૂ કરવા માટે બહાર પડ્યા ટેન્ડર: ટૂંક સમયમાં અમદાવાદ-વડોદરા અને રાજકોટને જોડતા નાના શહેરો સાથે ફ્લાઈટ સર્વિસ શરૂ થાય તેવા સંજોગો

ગુજરાતમાં રાજ્યનાં નાના શહેરોને મેગાસીટીથી જોડવા માટે વિવિધ હવાઇ સેવાઓ શરૂ કરવામાં આવશે. જેમાં અમદાવાદ, વડોદરાથી હવાઈ સેવા સાથે જોડવામાં આવશે. અમદાવાદ -કેશોદ, અમદાવાદ- પોરબંદર, અમદાવાદ -અમરેલી, અમદાવાદ -રાજકોટ અને વડોદરા- ભુજ, વડોદરા- પોરબંદર, વડોદરા- કેશોદ, વડોદરા-રાજકોટ અને અમદાવાદ-ભાવનગર વચ્ચે વિમાની સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જો કે રાજ્યભરમાં રોડની ક્નેક્ટિવટી ખુબ જ સારી છે એટલે કે અમદાવાદ-રાજકોટનું એરપોર્ટ સિટીની બારે હોય તો એરપોર્ટ સુધી પહોંચવા માટે જ 1 કલાકનો સમય જતો રહે અને ત્યારબાદ વિમાન મારફતે જતા બીજો અન્ય સમય પણ ખર્ચ થાય ત્યારે રોડ સર્વિસ ખુબ સારી હોય આંતરિક હવાઈ સેવા શરૂ કરવાનો નિર્ણય સફળ રહેશે કે કેમ? તે જોવું રહ્યું. જો કે હાલ તો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ફરી એક વખત “હવાઈ શટર” શરૂ થાય તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે.

Advertisement

રાજકોટમાં નવું એરપોર્ટ શરૂ કર્યા પછી અમદાવાદથી પ્રથમ વખત આ રૂટ પર ફલાઈટ શરૂ થવાથી પેસેન્જરોને નવી સુવિધા મળશે. ટૂરિઝમના વિકાસ માટે અંબાજી અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એર સ્ટ્રીપ ન હોવાથી હેલિકોપ્ટર સેવા પૂરી પડાશે. નક્કી કરાયેલા રૂટ પર સેવા શરૂ કરનાર એરલાઇનને સરકાર વાયબેલિટી ફન્ડિંગ ગેપ) પેટે પ્રતિ સેક્ટર- સીટ દીઠ રૂ. 5 હજાર સુધી ચૂકવશે. જે એરક્રાફ્ટની 50 ટકા સીટ મુજબ માન્ય ગણાશે.

ગુજરાતમાં અંકલેશ્વર, ધોરડો, રાજપીપળા, રાજુલા, દાહોદ નવી એર સ્ટ્રીપ માટે રાજ્ય સરકાર દ્રારા જમીન ફાળવામાં આવી છે જે અંતર્ગત ઓબ્સ્ટ્રેક્શન લિમિટને સરવેે શરૂ કરાયો છે. એરપોર્ટ ઓથોરિટીની ટીમ આગામી સમયમાં ગુજરાત ખાતે આવશે, જેમાં અગાઉ પ્રસ્તાવિત મહેસાણા, માંડવી, અમરેલીની ત્રણ એર સ્ટ્રીપનો પણ સમાવેશ કરાયો છે.

થોડા દિવસ અગાઉ સુરત ડાયમંડ બુર્સના સભ્યોએ અમેરિકા, લંડન, સિંગાપોર, બેંગકોક માટે સાપ્તાહિક ફ્લાઇટ શરૂ કરવા માટેની કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને રજૂઆત કરી હતી. જને લઈ સુરત એરપોર્ટ પરથી દુબઈ અને હોંગકોંગ માટે ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનાથી આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ જશે. આ ફ્લાઇટ શરૂ થયા બાદ હીરાના વેપારીઓને મોટો ફાયદો થશે.

અંબાજી-સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે અમદાવાદથી  હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે

અમદાવાદ- અંબાજી અને અમદાવાદ -સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, રાજ્ય સરકારની વી જી એફ યોજના હેઠળ નવા ફ્લાઈટ ઓપરેશન શરૂ કરવા માટે ટેન્ડર બહાર પડ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.