Abtak Media Google News

અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.ભારત જ નહી વિશ્ર્વભરમાં રામભકતોના હૈયે ભારે ઉમળકો જોવા મળી રહ્યો છે. ગામે ગામ અયોધ્યાથી આવેલા   અક્ષત કળશનું   ભકિતભાવ સાથે પુજન અર્ચન  કરવામાં આવી રહ્યું છે. આજથી અમદાવાદથી અયોધ્યા વચ્ચે   ફલાઈટ સેવાનો મંગલારંભ  થયો છે.

Advertisement

પ્રથમ ફલાઈટ ફુલ: વિદેશી મુસાફરોએ પણ લગાવ્યા જયશ્રી રામના નારા: લોકલ મુસાફરોએ રામ,લક્ષ્મણ,જાનકી અને હનુમાનજીના વસ્ત્રો ધારણ કરી માહોલ રામમય બનાવ્યો

અમદાવાદ  એરપોર્ટ પર અયોધ્યા   યાત્રિકો  માટે વિશેષ   વ્યવસ્થા  કરવામાં આવી  છે. વિદેશી મુસાફરોએ પણ જયશ્રી રામના ગગનભેદી નારા લગાવતા  વાતાવરણ  રમામય બની ગયું હતુ. અમદાવાદથી અયોધ્યા  વચ્ચે  આજે જે ફલાઈટે ઉડાન ભરી હતી તે રામભકતોથી  ફુલ હતી.

રામભકતો પાસેથી  એર કંપનીઓ દ્વારા વધુ ભાડુ વસુલવામાંન આવે તે માટે   મહતમ ભાડુ પણ  નિયત કરવામાં આવ્યું છે.  આજે પ્રથમ  ફલાઈટે ઉડાન   ભરતા પૂર્વ ભારે  ભકિતસભર  વાતાવરણનું નિર્માણ થયું હતુ. અયોધ્યાના યાત્રિકોએ એરપોર્ટ  પર કેક કાપીને ઉજવણી  પણ કરી હતી.  વિદેશી  મુસાફરોએ  પણ જયશ્રી રામના નારા લગાવ્યા  હતા. ચાર લોકલ  યાત્રિકોએ ભગવાન  શ્રી રામ, માતા જાનકી, લક્ષ્મણ અને હનુમાનજીના વેશ ધારણ કરીને વાતાવરણને વધુ રામમય બનાવ્યું હતુ.  યાત્રિકોના આંખોમાં  મુશીઓનાં આંસુ વહેવા લાગી હતી. આગામી દિવસોમાં અમદાવાદથી અયોધ્યા સુધીની  ફલાઈટમાં વધારો કરવામાં આવશે.

અમદાવાદથી 5 લાખ પ્રસાદના પેકેટ મોકલાયા

Jayashree Ram: Commencement Of Flight Service Between Ahmedabad And Ayodhya
Jayashree Ram: Commencement of flight service between Ahmedabad and Ayodhya

અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીના રોજ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોસત્વની ઉજવણી કરવામાં આવનાર છે.

જે અંતર્ગત અમદાવાદથી પાંચ લાખ પ્રસાદીના પેકેટનું પૂજ્ય જ્ઞાનેશ્વરજી મહારાજ, પરમાત્માનંદ સરસ્વતીજી, મોહનદાસજી મહારાજ, રામ સ્વામી દિલીપદાસજી મહારાજ, ભગવત પ્રિય સ્વામી સંતો દ્વારા પ્રેરણાપીઠ, પીરાણા ખાતેથી અયોધ્યા મોકલવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.