Abtak Media Google News

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

Screenshot 27 3

   કેશોદ સમાચાર 

કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ બ્રહ્મ સોશ્યલ ફોરમ દ્વારા કેશોદ શહેરમાં વસતાં તમામ બ્રહ્મસમાજનાં કેજી થી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય એવાં તમામ વિધાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ ચુનાભઠ્ઠી રોડ પર યોજવામાં આવ્યો હતો.

Screenshot 28 5

કેશોદ બ્રહ્મસમાજ નાં ટ્રસ્ટીઓ હોદેદારો સહિત મહેમાનોનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કેશોદ બ્રહ્મસમાજ સરસ્વતી સન્માન સમારોહમાં પધારેલા દિનેશભાઈ માલમ સહિત મંચસ્થ મહાનુભાવોનું શાલ ઓઢાડી ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ કેશોદના  પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેશોદ બ્રહ્મસમાજનાં ટ્રસ્ટીઓ મુકેશભાઈ સાતા,ડૉ નવનીતભાઈ ધોળકિયા,એન આર વ્યાસ યુવા પાંખ પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ સહિતના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Screenshot 30 6

કેશોદ બ્રહ્મસમાજનાં વયમર્યાદાનાં કારણે નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માનપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ માં નિયુક્ત થયેલા મમતાબેન રાવલ નું સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ બ્રહ્મસમાજ નાં મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઈ સાતા એ સૌ વિધાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવી શૈક્ષણિક ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી વધું પ્રગતિ કરે એવાં આશીર્વાદ આપ્યા હતા. કેશોદ બ્રહ્મસમાજ અને બ્રહ્મ સોશ્યલ ફોરમ આયોજિત સરસ્વતી સન્માન સમારોહ ને સફળ બનાવવા જીતુભાઈ ધોળકિયા, વિપુલભાઈ ભટ્ટ, તુલસીભાઈ ટીટીયા,જયદીપભાઈ પુરોહિત, હિતેષભાઈ રાવલ સહિતના હોદ્દેદારો કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ નાં પ્રમુખ રાજુભાઈ પંડ્યા એ આભારવિધિ કરી હતી.

Screenshot 29 5

કેશોદ શહેરમાં વસતાં બ્રહ્મસમાજ નાં ૨૨૫ વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. કેશોદ બ્રહ્મસમાજ નાં ભાઈઓ બહેનો વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહ માં સંપૂર્ણ ડીજીટલ પધ્ધતિથી પ્રથમ વખત પ્રયાસ કર્યો હતો જેમાં પોતાની શૈક્ષણિક ક્ષેત્રે મેળવેલી ઉપલબ્ધિ ઓનલાઈન ફોર્મ ગુગલ પર ભરીને મોકલવાનું હતું અને કાર્યક્રમ ની માહિતી પણ સોશ્યલ મીડિયા નાં માધ્યમથી જ આપવામાં આવી હતી. કેશોદ બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ પુર્ણ થયા બાદ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

જય વિરાણી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.