Abtak Media Google News

વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને રજુઆત કરવામાં આવી છે કે, ગુજરાત રાજયમાં અભ્યાસ કરતા એસ.સી.-એસ.ટી, ઓબીસીનાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અંગે ઝડપથી નિર્ણય લેવામાં આવે. આ રજુઆતમાં વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રાજયની હકારાત્મક નીતિનાં કારણે આજે એસ.સી.નાં વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ નોંધપાત્ર રીતે વઘ્યું છે. એસ.સી-એસ.ટી, ઓબીસીનાં વિદ્યાર્થીઓને સેન્ટ્રલ ગર્વમેન્ટ સામાજીક ન્યાય વિભાગની મીનીસ્ટ્રી દ્વારા ૨૦૧૮ની ગાઈડલાઈન મુજબ શિષ્યવૃતિ મળે છે પરંતુ ૨૦૧૯માં થયેલ રાજય સરકાર દ્વારા નિયુકત સેન્ટ્રલ એડમિશન કમિટી દ્વારા ખોટુ અર્થઘટન કરીને રાજયનાં હજારો એસ.સી., એસ.ટી., ઓબીસીનાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય જેથી એસ.સી., એસ.ટી., ઓબીસીનાં વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપનાં લગભગ ૧૦૦ ટકા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. સરકારનાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એડમિશનનો સ્પોર્ટસ એડમિશન ગણી ખોટુ અર્થઘટન કરે છે જેના પરીણામે રાજયનાં હજારો એસ.સી., એસ.ટી, ઓબીસીનાં વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સામે ખતરો ઉભો થયો છે તો વિદ્યાર્થીઓને આ બાબતે ન્યાય મળે અને એસ.સી, એસ.ટી, ઓબીસીનાં વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા સક્ષમ બને અને તમામને સ્કોલરશીપ આપવામાં આવે તેવી અમારી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.