Abtak Media Google News

અમેરિકાના આર્થિક ઈતિહાસમાં બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમવાર લાખો રોજગારી ઉભી કરવાનું સરકારનું લક્ષ્ય 

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બ્રિડેને દેશની સત્તા સુકાન સંભાળ્યા બાદ સૌપ્રથમવાર આર્થિક વેગ અને ભવિષ્ય સુનિશ્ર્ચિત કરવા માટે મહાકાય આંતર માળખાકિય વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન કર્યું છે. બે થી ત્રણ બિલીયન અમેરિકન ડોલરના ખર્ચે બ્રિડેને રાષ્ટ્રીય ધોરણે આંતર માળખાકિય સુવિધાઓ અપગ્રેડ કરી આગામી આઠ જ વર્ષમાં વિશાળ મુડીરોકાણ અને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી કયારેય ઉભી ન થઈ હોય તેવી મોટા પ્રમાણમાં વધુ વળતર આપતી રોજગારીઓ ઉભી કરવામાં આવશે. અમેરિકાના જો બ્રિડેને પીટસબર્ગ ખાતે સુતારી કામ કરનારા લોકોના તાલીમ કેન્દ્રમાં પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, અમેરિકાના અર્થતંત્રના પડકારો દુર કરવા માટે 20મી સદીનું સૌથી મોટું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, એકવાર અમેરિકાનું રોકાણ અને આંતરમાળખાકિય વ્યવસ્થાપણુ દુરસ્ત થઈ જશે તો બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટુ રોજગાર અભિયાન ઉભુ થશે. વાઈટ હાઉસના સત્તાવાર પ્રવકતાએ જણાવ્યું હતું કે, અમેરિકા સરકાર કલાઈમેન્ટ ચેન્જ પરંપરાગત ઉર્જા, ટેકનોલોજી અને ઘાસ, પાંદડા અને કોલસામાં બળતણના બદલે વૈકલ્પિક ઉર્જા ટેકનોલોજીનો ચીન જેવા દેશો પાસેથી આવિસ્કાર કરીને અમેરિકા એ દિશામાં પણ ખુબ જ મહત્વકાંક્ષા ધરાવે છે. 50 વર્ષના વય જુથના લોકોનું ભવિષ્ય સુનિશ્ર્ચિત કરવામાં આવશે. અમેરિકાની 91 ફોરચ્યુન, 500 કંપનીઓમાં એમેઝોન જેવી મોટી કંપનીઓ પણ યોગ્ય રીતે ટેકસ આપતી નથી. આવી કંપનીઓને પુરેપુરુ ટેકસ ભરવા માટે દબાણ કરવામાં આવશે. અમેરિકાની કર ખાદ્ય દુર કરવામાં આવશે.

જો બ્રિડેને પોતાના મહાઅભિયાનની શરૂઆત પીટસબર્ગથી કરવાનું નકકી કર્યું છે. 2019માં શરૂ થયેલી રણનીતિના અમલમાં પોલાદના કારખાનાઓ, ટેકનોલોજી, આરોગ્ય સેવા અને શિક્ષણને વેગવાન બનાવવામાં આવશે. ડેમોક્રેટીક રાષ્ટ્રપતિના આંતર માળખાકિય સુવિધાના આ પ્રોજેકટ માટે કોર્પોરેટ ટેકસ અને તમામ પ્રકારના વ્યવસાયો પાસેથી ભંડોળ ઉભુ કરવામાં આવશે. આગામી ઉનાળાથી જ આ નવા પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. નવા બાંધકામો અને 1.9 ટ્રિલીયન કોરોના વાયરસ પેકેજ માટે પુરતુ ભંડોળ ઉભુ કરવામાં આવશે. બ્રિડેન રિપબ્લીકન અને વેપારી સમુદાયને પોતાને આ મહાઅભિયાનમાં આર્થિક રીતે મદદરૂપ થવા અપીલ કરી છે. બ્રિડનના આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવાના પ્રોજેકટને આવકારી રહ્યા છે. ગયા વર્ષે 2.1 ટ્રિલીયન ડોલરના ખર્ચે આ પ્રોજેકટ થકી 5.7 ટ્રિલીયન અમેરિકન ડોલરની આવક અર્થતંત્રને મજબુત બનાવી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.