Abtak Media Google News

જવાબદાર સિટી ઈજનેરો સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવા મ્યુનિ.કમિશનરને સ્ટેન્ડિંગ કમિટીની તાકીદ: ક્ધસલ્ટીંગ એજન્સી એલ.જે.પુરાણીને બ્લેક લીસ્ટ કરી ડિપોઝીટ જપ્ત કરી લેવા આદેશ

શહેરના ન્યુ રાજકોટ વિસ્તારમાં વોર્ડ નં.૯માં રૈયા રોડ અને સાધુ વાસવાણી રોડના ખુણે મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા અત્યાધુનિક પ્રમુખ સ્વામી ઓડિટારીયમના બાંધકામમાં યેલો વધારાનો ‚ા.૩.૩૫ કરોડનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત અગાઉ એક વાર પરત રાખ્યા બાદ આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ઓડિટોરીયમ માટે વધારાનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી અને ક્ધસલ્ટન્ટ એજન્સીને બ્લેક લીસ્ટ કરાઈ છે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરના નવા વોર્ડ નં.૯માં રૈયા ટીપી સ્કીમ નં.૪ના ફાઈનલ પ્લોટ નં.૮૮૨માં કરોડો ‚પિયાના ખર્ચે ઓડિટોરીયમ બનાવવામાં આવ્યું છે. જેને પ્રમુખ સ્વામી નામ અપાયું છે. ઓડિટોરીયમ બનાવવાનું મુળ એસ્ટીમેન્ટ ‚ા.૨૨.૩૭ કરોડનું હતું. ૯ ટકા ઓન સો આ કામ ‚ા.૨૪.૩૮ કરોડમાં માલાણી ક્ધટ્રકશન લી.ને આપવામાં આવ્યું હતું. ઓડિટોરીયમની ડિઝાઈનમાં ફેરફાર અને વધારાનું કામ તા ‚ા.૩.૩૫ કરોડનો વધારાનો ખર્ચે યો છે. જે મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત આવી હતી. અગાઉ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે પરત મોકલવામાં આવી હતી અને એવી તાકીદ કરાઈ હતી કે, વધારાના ખર્ચની વિગત સો દરખાસ્ત મોકલવી. આજે વધારાનો ‚ા.૩.૩૫ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જે પ્રોજેકટના ૧૩.૭૪ ટકા જેટલો વા પામે છે. ખર્ચ મંજૂરીની સો ઓડિટોરીયમ માટે નિયુકત કરાયેલી એલ.જે.પુરાણી નામની ક્ધસ્ટલ્ટીંગ એજન્સીને બ્લેક લીસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાો સા એજન્સીને ન ચૂકવવામાં આવેલી ‚ા.૨૮ લાખની રકમ જપ્ત કરી લેવાની પણ તાકીદ કરાઈ છે. ઓડિટોરીયમમાં ૩.૩૫ કરોડ ‚પિયાનો વધારાનો ખર્ચ યો તે વેળાએ જે જે સિટી એન્જીનીયરો આ પ્રોજેકટમાં કામગીરી સંભાળતા હતા તે તમામ ચારેય સિટી એન્જીનીયર ચિરાગ પંડયા, ભાવેશ જોશી, પીપળીયા અને ઘોણીયા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી સ્ટેન્ડિંગ કમીટીને જાણ કરવાની પણ મ્યુનિ.કમિશનરને તાકીદ કરવામાં આવી છે.

એક તરફ ઓડિટોરીયમમાં વધારાનો કરોડો ‚પિયાનો ખર્ચ મંજૂર કરી ક્ધસલ્ટીંગ એજન્સીને સ્ટેન્ડિંગે બ્લેક લીસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ જુદા જુદા ડ્રેનેજ પ્રોજેકટના કામ માટે ડિઝાઈન, એન્જીનીયરીંગ અને પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સી પૂરી પાડવા માટે ક્ધસલ્ટન્ટની પેનલ નિમવા માટે ૩ કરોડનું માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.