Abtak Media Google News

ટેકનોલોજી ક્ષેત્રના ઉત્પાદકોએ વિવિધ સાધનો પ્રદર્શનમાં મુકયા: વિવિધ ઔધોગિક ઉત્પાદન કરતા એકમોનો વિશાળ એકસ્પો જામ્યો

રાજકોટ ખાતે આયોજીત મશીન ટુલ્સ-૨૦૧૭ને અનુલક્ષી મશીન ટુલ્સ એકસ્પોનું એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે આયોજન થયું છે. આ મશીન ટુલ્સ રાષ્ટ્રીય સ્તરનું કરવામાં આવ્યું છે. જે સંપૂર્ણ એ.સી. થી સજ્જ છે. વિવિધ સ્ટોલ ધારકો પોત-પોતાના અવનવા સાધનોને લઈ એકસ્પોમાં ભાગ લઈ રહ્યા છે.

આ તકે મશીન ટુલ્સ-૨૦૧૭ના આયોજક તથા ખોડલધામના ટ્રસ્ટી હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, મશીન એકસ્પો કરવાનો વિચાર સૌપ્રથમ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો પરંતુ રેસકોર્ષની જગ્યા નાની પડતા અને તમામ પ્રકારના લોકો એકસ્પોમાં આવાની ભીતિ એ તેઓએ એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે એકસ્પોનું આયોજન કર્યું. જેથી ઉધોગ સાથે સંકળાયેલા તમામ ઉધોગકારો એકસ્પોમાં જોડાઈ વધુમાં જણાવતા હંસરાજભાઈએ જણાવ્યું કે મશીન

ટુલ્સમાં આવેલા એકસીબીટરોનો ખુબ જ હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ તકે મશીન ટુલ્સના બીજા આયોજક ગણેશભાઈએ જણાવતા કહ્યું હતું કે લોકોને જે સુવિધાઓ મશીન ટુલ્સમાં મળી છે તે જોતા એકસીબીટરો દ્વારા અત્યારથી જ આગામી બીજા આયોજનો માટે પુછવામાં આવી રહ્યું છે. જેથી આયોજક સમિતિ દ્વારા આજના દિવસે બેઠક યોજી આગામી કાર્યક્રમની તારીખ નકકી કરવામાં આવશે અને સાથોસાથ ફીડબેક ફોર્મ પણ એકસીબીટરોને આપવામાં આવશે. જેથી તેમનો મશીન ટુલ્સ પ્રત્યેનો પ્રતિભાવ જાણી શકાય.

મશીન ટુલ્સને લઈને અહમદાવાદની સાશવત એન્જીનીયરીંગ કંપનીમાંથી આવેલા વિણાબેન પરીખે જણાવ્યું હતું કે રાજકોટ ખાતે જે મશીન ટુલ્સનું આયોજન થયું છે તે અકલ્પનીય છે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે પહેલા રાજકોટની ઓળખ એન્જીનીયરીંગ ક્ષેત્રે નકારાત્મક હતી પરંતુ જે રીતે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તે જોતા હવે રાજકોટની પરિસ્થિતિ હકારાત્મક છે. આ મશીન ટુલથી અમદાવાદ શહેરને ખુબ જ વ્યાપાર મળશે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

પ્રભુદાસ એન્ડ કંપનીના કલીનીંગ ઈકવીપ્મેન્ટ સ્ટોલમાં ભારે ધસારો

13570002આ એકસ્પોમાં પ્રભુદાસ એન્ડ કંપની દ્વારા જર્મન પ્રોડકટ કાર્ચર કલીનીંગ ઈકવીપ્મેન્ટ માટે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. આ ઈકવીપ્મેન્ટનો ઉપયોગ સફાઈ માટે ાય છે. સ્વચ્છ ભારત અંતર્ગત કોઈપણ કચરો પાણીી સાફ કરવા, વેકયુમ કલીન કરવા માટે આ ઈકવીપ્મેન્ટનો ઉપયોગ લઈ શકાય છે. ટીમ કલીનર નામની પ્રોડકટ હાઈઝેનીક વસ્તુઓને સરળતાી સાફ કરી શકે છે અને કોઈપણ વસ્તુને બેકટેરીયા ફ્રી રાખે છે. આ પ્રોડકટ રસોડાની સફાઈ માટે મહત્વની બની રહેશે.

અંજની ટયુબ્સના ઉત્પાદનોએ ધ્યાન કેન્દ્રીત કર્યું

અંજની ટયુબ્સ-સૌરાષ્ટ્ર કચ્છના ડિસ્ટ્રીબ્યુટર્સ માટે આ સ્ટોર સપવામાં આવ્યો છે. જેમાં13570006 ઈન્ડસ્ટ્રીયલ પાઈપીંગ સોલ્યુશન આપવામાં આવે છે. એસીડીક લાઈન, કુલીંગ લાઈન અને કમ્પ્રેસ ડાઈલરની પાઈવીંગ સોલ્યુશન આપવામાં આવે છે. આ સ્ટોલે મુલાકાતીઓનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

જવેલ કેરેકટોરના ૩-ડી પ્રિન્ટીંગનું આકર્ષણ

Vlcsnap 2017 04 27 13H23M39S130જવેલ કેરેકટોરના ૩-ડી પ્રિન્ટીંગ અને સોફટવેર ટેકનોલોજીએ એકસ્પોમાં આકર્ષણ જમાવ્યું છે. કંપનીના ઓનર દેવાંગભાઈ છે. તેમણે જણાવ્યું હતું કે, એડીટીવ ટેકનોલોજી ૩-ડી પ્રિન્ટીંગ માટે અને સોફટવેર સોલ્યુશન ટેકનોલોજી સપ્લાય કરે છે. જેમાં જવેલરી, ડેન્ટલ, કેમેનીકલ પાર્ટસના પ્રોડકશન માટે ઉપયોગમાં લઈ શકાય છે. કંપની કસ્ટમાઈઝ ટાઈલ્સની ડિઝાઈન પણ બનાવે છે અને મેન્યુફેકચરીંગ પણ કરે છે. આ કંપની ગુજરાતમાં ૩-ડી પ્રિન્ટીંગ કરનાર સૌપ્રમ કંપની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.