Abtak Media Google News

રાજમાર્ગો પર નડતરરૂપ 7 રેંકડી કબજે કરાય

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જેમ કે, રસ્તા પર નડતર 7 રેંકડી-કેબીનો રામાપીર ચોકડી, વૈશાલીનગર, મવડી મેઈન રોડ, લક્ષ્મીનગર પીજીવીસીએલઑફીસ પાસે, પુષ્કરધામ રોડ, શિવમ પાર્ક,ગાયત્રીનગર,આંનદબંગલા ચોક, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ, રેસકોર્ષ ગ્રાઉન્ડ , કૃષ્ણનગર મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય 24 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે  જ્યુબીલી, નુતન નગર રોડ, અયોધ્યા ચોક, મવડી મેઈન રોડ,એસ્ટ્રોન નાલા પાસે, , રેસકોર્ષ ગ્રાઉન્ડ, હોસ્પીટલ ચોક,  રેલવે જંક્સન, રૈયા રોડ, બસ સ્ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર, કુવાવડા રોડ, શાસ્ત્રી મેદાન, પરથી  જપ્ત કરવામાં આવી હતી, 243 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, મવડી મેઈન રોડ, જ્યુબિલી માર્કેટ, રેલ્વે જંક્શન, આંનદબંગલા ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

તેમજ રૂ1,98,390/- વહીવટી ચાર્જ , રેસકોષ રિંગ રોડ  રેલનગર ઢેબર રોડ,પેલેસ રોડ,  યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાના મૌવા રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.2,31,870/- મંડપ ચાર્જ જે રેસકોષ રિંગ રોડ, રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ, સેટેલાઇટ રોડ, નાના મૌવા રોડ, સાધુવાસવાણી રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો, અને  312 બોર્ડ-બેનરો જે કોઠારીયા રોડ,સોરઠીયાવાડી, રેસકોષ રિંગ રોડ  પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.