કુદરતી નજારો કે કુદરતી આફત ? લખતર પંથકમાં આકાશમાંથી વાદળોનો ગોળો જમીન પર ત્રાટકયો

વિઠ્ઠલગઢ અને જયોતિપરા ગામમાં ત્રાટકેલા વાદળના વંટોળીયાથી મકાનને નુકશાન, વીજ પોલ ધરાશાયી, એક વ્યકિત ઘાયલ

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં મોટો વંટોળિયો જોવા મળ્યો હતો. અહીં આકાશમાંથી સફેદ વાદળોનો ગોળો ફરતો ફરતો જમીન પર ત્રાટક્યો હતો.

વરસતા વરસાદ વચ્ચે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે વંટોળિયાને પગલે જ્યોતિપરા ગામ ખાતે કાચા મકાનના છાપરા ઉડી ગયા હતા. આ ઉપરાંત બે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. વંટોળિયાને પગલે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી.

વરસતા વરસાદ સાથે વંટોળિયો આવતા લોકોમાં ડર ફેલાયો હતો. શરૂઆતમાં લોકોને વંટોળિયાને જઈને કૂતુહલ થયું હતું, પરંતુ તે ગામમાં ત્રાટકતા ભયનો માહોલ જોવા મળ્યો હતો.

લખતર પંથકના વિરમગામ બાજુના રોડ ઉપર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી દીધી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. તો આ વાવાઝોડાના કારણે 18 વીજથાંભલા પડવાથી વીજળી ગુલ થઈ જતાં ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ્ટ છવાઈ ગયો છે. ઘર, દુકાનો તેમજ વી મોટા પ્રમાણમાં નુકશાન પહોચ્યું છે. તંત્ર દ્વારા પણ તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરી હતી. ચોમાસાનાં શરૂઆતના વરસાદે જ ભારે વાવાઝોડા સાથે લખતર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તબાહી સર્જી હોવાની માહિતી જાણવા મળી હતી.

મંગળવારે સાંજનાં સુમારે તાલુકાનાં વિઠ્ઠલગઢ, જ્યોતિપરા બાજુના વિસ્તારમાં ભારે પવન સાથે વંટોળ ફૂંકાયો હતો. જેના કારણે આ વિસ્તારના અંદાજે 18 વીજ થાંભલાઓ પડી ગયા હતા. અને વીજ ટાવર પણ પડી ગયો હતો. વીજ થાંભલો પડતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ અંગે યુજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.બી.પટેલે જણાવ્યું કે લખતર તાલુકાના વિરમગામ યુજીવીસીએલના તાબામાં આવેલા તમામ ગામોને વીજપોલથી નુકશાન થયું છે. તેમજ તાલુકાના 12 ગામોને અસર થઈ છે.

ત્યારે હજુપણ 12 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે જે આજ સુધી ચાલુ થયું નથી જ્યારે જાણવા મળતી વિગતો અનુસાર આવા દ્રશ્યો અને વંટોળિયો સર્જાતા લખતર તાલુકાના અનેક ગામોમાં 18 જેટલા વીજ થાંભલાઓ પડી ગયા છે અને 12 જેટલા ગામોમાં હાલમાં જ છવાઇ જવા પામ્યો છે ત્યારે હાલમાં ઝાલાવાડમાં લખતર તાલુકામાં આવો કુદરતી નજારો જોવા મળત ઝાલાવાડના અનેક ગામોમાં આવા નજારા ને લઈ અને ચર્ચા ઓ પણ શરૂ થાય છે