Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવતા  ધોળકીયા સ્કુલના બાળ વૈજ્ઞાનિકો

ખેડુતોના કાર્યને સરળ બનાવતી ટેકનોલોજી એટલે સ્માર્ટ ફાર્મિગનો પ્રોજેકટ તૈયાર કરતા સુજલ ભુવા, અલ્કલાઇન પાણી બનાવવાની ઘરગથ્થુ ટેકનીક વિકસાવતા અમી ભુંડિયા

તાજેતરમાં જુન 2021 દરમ્યાન અમેરિકાના ન્યુયોર્ક સ્ટેટમાં જીનીયસ ઇન્ટરનેશનલ ઓલિમ્પ્યોડ 2021 યોજાઇ ગયો જેમાં સમગ્ર વિશ્ર્વવમાં 84 દેશના ર000 બાળવૈજ્ઞાનિકોએ પોતાના 1245 પ્રોજેકટ રજુ કર્યા હતા. તેમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી માત્ર ર પ્રોજેકટ જ પસંદગી પામ્યા હતા અને આ બન્ને ગુજરાતની સુપ્રસિઘ્ધ ધોળકીયા સ્કુલના બાળવૈજ્ઞાનિકો સુજલ ભુવા અને અમી ભુંડીયાએ તૈયાર કરેલા હતા. વિશ્ર્વ લેવલે પોતાનો પ્રોજેકટ પસંદ થતા બન્ને બાળકોના પરિવાર, માર્ગદર્શકી અને સમગ્ર શાળા પરિવારમાં હર્ષનું મોજું ફરી વળ્યું, કારણ કે ધોળકીયા સ્કુલમાં સતત ચાલતી વિજ્ઞાન પ્રવૃતિઓના પરિણામ સ્વરુપે જ આવી સિઘ્ધી પ્રાપ્ત થઇ.

ખેતીની પ્રક્રિયાએ ટેકનોલોજી આધારીત સુગમ અને સરળ બનાવવા માટે એક નવીનતમ પઘ્ધતિ સુજલે વિકસાવી છે તે માટે વિભાબેન અને પરિનભાઇ ભુવાના પુત્ર સુજલે સ્માર્ટ ફામિંગ પ્રોજેકટ તૈયાર કર્યો. તેમાં મોબાઇલની મદદથી ખેડુત ખેતરમાં ગયા સિવાય મોબાઇલ દ્વારા મોટાભાગની ખેતીની પ્રક્રિયાઓને સ્માર્ટલી ઓપરેટ કરી શકે છે. આ પ્રોજેકટથી ખેતીમાં રહેલા છોડવાઓને સમયસર અને જરુરીયાત મુજબ યોગ્ય માત્રામાં પાણી આપી શકાય છે.

તેમજ વધુ પ્રમાણમાં રહેલા ભેજને દુર કરી શકાય છે તથા ખેતીના પાકોનું ઓનલાઇન મોનિટરીંગ કરી શકાય છે. આ પ્રકારે સુજલે પોતાના સંશોધનથી સ્માર્ટ ફાર્મિગ ટેકનોલોજી વિકસાવેલ છે. આ માટે જામજોધપુરના સાજળિયાળી ગામમાં આવેલા ખેતરમાં તેમણે સંશોધન કાર્ય કર્યુ, સુજલના આ ઇનોવેટીવ અને ઉપયોગી સંશોધનના કારણે ભારત સરકાર દ્વારા યોજાતા અનેક પ્રકારના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના વિજ્ઞાનમેળામાં તેઓને એવોર્ડ અને સર્ટિફીકેટ એનાયત થયેલા છે.

આ ઉપરાંત સુજલ ભુવાએ તૈયાર કરેલા સ્માર્ટ ફામીંગ પ્રોજેકટની ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમે પસંદગી થઇ હતી. ત્યારબાદ તેમાં રજા રાઉન્ડની સ્પર્ધા યોજાઇ, જેમાં સુજલનો પ્રોજકેટ સમગ્ર ભારતમાં બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા ક્રમે પસંદગી પામ્યો હતો.

ઘ્વનિબેન અને હિતેશભાઇની પુત્રી અમીએ ઘરગથ્થુ પઘ્ધતિ દ્વારા આલ્કલાઇન પાણી બનાવવાની નવી ટેકનીક વિકસાવી હતી. આ આલ્કલાઇન પાણી માનવ સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે જ રુધિરની pH 7.5   થી  વધારે જાળવી રાખે છે. પરિણામે માનવી તંદરુસ્તી જળવાઇ રહે છે. સામાન્ય રીતે બજારમાં મળતું આલ્કલાઇન વોટર ફિલ્ટર ખુબ જ મોંઘુ હોય છે પરિણામે મઘ્યમ વર્ગના લોકોને તે પરવડતું નથી. અમીએ વિકસાવેલી આ ટેકનોલોજી ઘરગથ્થુ સાઘન તરીકે ઉપયોગી છે અને સામાન્ય માણસ પણ વાપરી શકે છે.

અમોએ તૈયાર કરેલ પ્રોજેકટ ભારતમાં યોજાતા વિવિધ પ્રકારના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના મેળામાં પણ પસંદગી પામ્યો હતો. વિવિધ એવોર્ડ વડે પણ સન્માનીત થયો હતો. આ પ્રોજેકટ સાથે અમી એ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના મેળામા રાજકોટનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તે જ રીતે બેગ્લોરમાં યોજાયેલ INSEF  નેશનલ ફેરમાં સિલ્વર મેડલ સાથે સમગ્ર ભારતમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો. વિઘાર્થીઓ સાથે ‘અબતક’ ની મુલાકાતે આવેલા મેજેનીંગ ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું કે વિજ્ઞાન ક્ષેત્રે આતંરરાષ્ટ્રીય સ્તરે બે દાયકાથી સતત ભારતને ગૌરવ અપાવતા બાળવૈજ્ઞાનિકો માટે અમોને ગૌરવ છે.

શિક્ષણની સાથે સંશોધન ને મહત્વ આપવું એ અમારું પહેલું કર્તવ્ય છે. એટલે જ તો  આજે વિશ્ર્વ લેવલે રર જેટાલ બાળવૈજ્ઞાનિકોને પહોચાડીને ધોળકીયા સ્કુલ વિશ્ર્વ સ્તરે ઝળકી ઉઠી છે. લોકડાઉન હોય કફર્યુ હોય, શિક્ષણ ઓનલાઇન હોય કે ઓફલાઇન કોઇપણ પરિસ્થિતિમાં બાળકોને  વિચારોને વાચા આપવી અને તેમનીસર્જના ત્મકતાને સતત  વિકસાવતા રહેવું એ જ અમારો પ્રયાસ રહેશે માટે જ તો સ્કુલીંગમાં બે દાયકાની અમારી આ સફરમાં રર જેટલા આંતરરાષ્ટ્રીય વિજેતા અને સેંકડો રાષ્ટ્રીય સ્તરના વિજેતા બાળવૈજ્ઞાનિકો ધરાવતા હોવાનો અમોને ગર્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.