Abtak Media Google News

તાલુકા પંચાયતના શિક્ષણાધિકારી મારફતે  મુખ્યમંત્રી રાહત ફંડમાં ૯,૩૧૬૦૦ નો ચેક અર્પણ

સરકારી શાળાઓમાં  શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં સફળ રહેલા મોરબી જિલ્લાના શિક્ષકો સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સ્વીકારી પુર-રાહત ફંડમાં રૂ.૯૩૧૬૦૦ની માતબર રકમ અર્પણ કરી છે.

Advertisement

તાજેતરમાં થયેલ ભારે વરસાદ અને અતિવૃષ્ટિમાં અસર પામેલ અસરગ્રસ્તોને જરૂરી આર્થિક તેમજ અન્ય મદદ મળી રહે તે હેતુ સબબ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સૂચના અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અનુમોદન અન્વયે મોરબી ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો તરફથી “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માં રૂપિયા ૯૩૧૬૦૦/-અંકે રૂપિયા નવ લાખ એકત્રીસ હજાર છસોનું આર્થિક યોગદાન આપેલ છે.

જે બાબત અંગે ગઈકાલે તાલુકા પંચાયત શાખા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણા ધિકારી શ્રીમતી શર્મિલાબેન એસ.હુમલ ના માધ્યમથી આ રાહતભંડોળની રકમનો ડ્રાફટ જી.પ્રા.શી.સંઘ -મોરબીના પ્રમુખ મણીભાઈ વી.સરડવા,મોરબી ગ્રામ્ય સંઘના પ્રમુખ રામજીભાઈ જી.વિડજા,મહમંત્રિ ધરમશીભાઈ કાલરીયા,મોરબી શહેર સંઘના પ્રમુખ કેશુભાઈ ઓડિયા,મહામંત્રી ચંદુભાઈ કાનાણી, જિલ્લા સંઘના કાર્યા ધ્યક્ષ અશ્વિનભાઈ દલસણીયા અને જિલ્લા સંઘ કાર્યાલય મંત્રી શૈલેશભાઈ ઝાલરીયાને માન. કલેક્ટરશ્રીને સુપરત કરવા માટે અર્પિત કરવામાં આવ્યો. આ કાર્ય માટે શિક્ષક લલિતભાઈ ચારોલાએ ખૂબ જહેમત ઉઠાવી તમામ નાણાકીય અને વહીવટી કામગીરી કરી આપેલ હતી.આ તકે જિલ્લા અને તાલુકા સંગઠન વતી તમામ શિક્ષકો,ટી.પી.ઈ. ઓ.કચેરીના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.