Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કોર્પોરેશન અને રૂડાના ૧૧૨ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

સમગ્ર વિશ્વ માટે ખતરનાક રહેલું ૨૦૨૦ના  વર્ષનો ગઈકાલે અંતિમ દિવસ ગયા બાદ આજે રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ભૂમિ પૂજન વડાપ્રધાન મોદી કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજકોટમાં એઇમ્સનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યા બાદ આજે રાજકોટવાસીઓને  જનતાને સુખદ અને યાદગાર ભેટ આપી છે. દરમિયાન મહાપાલિકા દ્વારા પ્રથમ અને છેલ્લી વખત  બનાવવામાં આવી રહેલી ફ્લેટ વિથ ફર્નિચર આવાસ યોજનાનું આજે પીએમના હસ્તે ભૂમિપુજન કરવામાં આવ્યું હતું.તો બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રૂડા તથા કોર્પોરેશનના ૧૧૨ કરોડના અલગ-અલગ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરી રાજકોટવાસીઓ નવા વર્ષની ભેટ આપી હતી.

રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં ૩૨માં  આ ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ સાકાર થશે.આ આવાસ યોજના સ્માર્ટસિટી વિસ્તારમાં આવેલ ૩ તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ હોય, આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં ૨ રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી ફર્નિચરની સુવિધાઓ ઉપરાંત પંખા, એલ.ઈ. ડી.લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે.પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસિં્ટગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે. શહેરના વોર્ડ નં.૧૫માં અમૃત યોજના અંતર્ગત આજી ડેમ વિસ્તારના હીલ ગાર્ડન પાસેની ખુલ્લી જગ્યામાં લેન્ડ સ્કેપીંગ તથા ગાર્ડન, વોર્ડ નં.૩ માં રેલનગર વિસ્તારોમાં પાણીની ડી.આઇ. પાઇપ લાઇન, ગાંડી વેલ દુર કરવા માટેના મશીન અને વોર્ડ નં.૧૪ માં કોઠારીયા રોડ પર આવેલ વોર્ડ ઓફિસ – ૧૪ (અ) માં નવી વોર્ડ ઓફિસનું લોકાર્પણ થશે.

વોર્ડ નં. ૪માં ભગવતીપરા વિસ્તારમાં નવી શાળા બનાવવાનું કામ, કોઠારિયા સર્વે નં. ૩પર પૈકીની જમીન ઉપર નસ્ત્રસ્વચ્છ ભારત મિશનથથ અંતર્ગત નવું સેમી ક્લોઝડ ટાઇપ રીફયુઝડ ટ્રાન્સફર સ્ટેશન જરૂરી આનુસંગિક સુવિધા સાથે બનાવવાનું સીવીલ કામ, શહેરમાં ભાવનગર રોડ પર ઈલેક્ટ્રીક બસ ડેપોનું નિર્માણ, વોર્ડ નં.- ૧૦ કાલાવડ રોડ પર હૈયાત ઈ.એસ.આર.ની બાજુમાં, નવાં ૩૦ લાખ લિટર ક્ષમતાંનો, ૨૪ મીટર સ્ટેજીંગ હાઈટ ધરાવતો, ઈ.એસ.આર. તથા ન્યારી ફિલ્ટર પ્લાન્ટ થી ન્યારી ઈ.એસ.આર. સુધી, ૯૧૪ મી.મી. વ્યાસની ૬૫૦ મીટર લંબાઈ ની એમ.એસ. પાઈપ લાઈનનું સિવિલ એન્જીનીયરીંગ બાંધકામ પ્રોજેક્ટ કરવાનું કામ, વોર્ડ નં.૩ માં જંકશન પ્લોટ તેમજ કોલસાવાડી વિસ્તારને ડામર રીકાર્પેટ કરવાનું કામ, સોખડા ખાતે આવેલ સર્વે ન.-૧૦ અને ૧૧ની જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ કરવાનું તથા ઓફીસ કામ, વોર્ડ નં૪ મા ટીપી ૩૧ મા ટીપી રોડ મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં.૩ માં મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ પાસેનો ટી.પી. રોડ તથા રેલનગરમાં અન્ય મેટલીંગ થયેલ ટી.પી. રોડને ડામર કરવાનું કામ, વોર્ડ.ન.૧૮ મા બોલબાલા રોડની બન્ને બાજુ ફૂટપાથ કરવા અને રસ્તાની બન્ને બાજુ સાઈડ સોલ્ડર અને મેટલીંગ કરવાનું કામ, વોર્ડ.ન.૧૮ મા સાઈબાબા સર્કલથી ૨૪.૦૦ મી. ટી.પી. રોડ પર ઉતર બાજુ આવેલ સોસાયટીઓમા મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં.-૯માં નાગરીક બેંકથી સાધુ વાસવાણી મેઇન રોડ સુધી ૯૦૦ એમ.એમ. ડાયા સ્ટ્રોમ વોટર પાઇપ લાઇન નાંખવાનું કામ, વોર્ડ નં.૧૪ માં  કેનાલ રોડ પર આવેલ લલુડી વોકળી તથા જીનપ્રેસ તરફ જવાના રસ્તા પર આવેલ જુનવાણી નાલુ પહોળું કરી નવું કરાવવા , મોરબી રોડ પર વેલનાથ પરામાં મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં ૪ મા ટીપી સ્કીમ નં ૧૭મા આવેલ ગણેશ પાર્ક તથા લાગુ ૧૫ મીટર તથા ૧૨ મીટર ટીપી રોડ પર ૨૫૦,૧૫૦ તથા ૧૦૦ મીમી ડાયા  ડી.આઈ.પાઈપ લાઈન નાખી જરૂરી જોડાણ કરવાનું કામ, વોર્ડ નં.-૯માં રૈયા વોંકળામાં સવન એપાર્ટમેન્ટ થી રૈયા સ્મશાન સુધી રીટેઇનીંગ વોલ કરવાનું કામ, વોર્ડ નં ૪ મા ભગવતીપરા શેરી નં ૫મા કોર્પોરેશનની સ્કુલની પાસેના જુના આરોગ્ય કેન્દ્ર ડીસમેન્ટલ કરી નવુ આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ, વોર્ડ નં ૪ મા ટીપી સ્કીમ નં ૧૫મા ક્રિષ્ના સોસા.બી તથા તેને લાગુ ૧૮મીટર ૧૨મીટર તથા ૯મીટર ટીપી રોડ પર ૩૦૦,૨૦૦,૧૫૦ તથા ૧૦૦ મીમી ડાયા ડી.આઈ પાઇપ લાઈન નાખી જરૂરી જોડાણ કરવાનું કામ, વોર્ડ નં.૨ માં રેસકોર્ષ ખાતે સાયન્સ ભવન, અરવિંદભાઇ મણિયાર ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર અને પ્રમુખ સ્વામી પ્લેનેટોરીયમને ઇલેકટ્રીફીકેશન વર્ક સહિત રીનોવેશન કરવાનું કામ, વોર્ડ નં.-૧રમાં આવેલ ર૪.૦૦ મી. ટી.પી. રોડ પર શનૈશ્વર પાર્કની પાછળનાં ભાગે બોકસ કલવર્ટ કરવાનું કામ, વોર્ડ નં.૭ માં રામનાથપરા ઇન્દીરાબ્રીજ પાસે રા.મ્યુ.કો. નાં પ્લોટમાં ફુલ બજાર બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

રૂડા વિસ્તારના માધાપર ગામે ભુગર્ભ ગટર, ટી.પી.-૯, ટી.પી-૧૭ અવધ રોડ અને ગોકુલ-મથુરા સોસાયટીના રસ્તાનું ડામર કામ, રીંગરોડ-૨, ફેઝ-૨ ચે.૬૨૦૦ પર બ્રીજ, શિવાલય એપાર્ટમેન્ટ થી રીંગરોડ, મોરબી બાયપાસને જોડતાં રસ્તાનું ડામર કામ, કાલાવડ રોડ થી હરીપર (પાળ) ગામને જોડતા રસ્તાનું ડામર કામ, ટી.પી.-૧૦ અને ટી.પી.-૧૭ નાં રીઝર્વેશન પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ, રૂડા વિસ્તારનાં વિવિધ ગામોમાં સી.સી. રોડનું લોકાર્પણ પણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.