Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા છે. ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ મોદી પ્રથમ વખત લેહની મુલાકાતે છે. જોકે આજે અચાનક જ મોદી લેહની મુલાકાતે પહોંચ્યા છે.

આ વિશે પહેલાં PM કે PMO દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નહતી. મોદી આ સમયે નિમૂમાં 11 હજાર ફૂટ ઉંચી ફોરવર્ડ લોકેશન પર આર્મી, એરફોર્સ અને ITBPના જવાનો સાથે વાત કરી રહ્યા છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ એમએણ નરવણે પણ છે.

તણાવ ઓછો કરવા માટે ભારત-ચીનના આર્મી અધિકારીઓની વચ્ચે વાતચીત પણ થઈ રહી છે. 30 જૂને લેફ્ટિનન્ટ જનરલ લેવલની ત્રીજી મીટિંગ થઈ હતી. તેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે વિવાદિત વિસ્તારોમાંથી સૌનિકોને હટાવવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.