Abtak Media Google News

મુખ્યમંત્રી રૂપાણી સાથે ૧૭મીએ વડાપ્રધાન મોદી કરશે વિડીયો કોન્ફરન્સ

દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધતો જઇ રહ્યો છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. આ વચ્ચે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરવાના છે. દેશમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને લઇને પીએમ મોદી બે દિવસ સતત અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. જે ૧૬ જૂન અને ૧૭ જૂને યોજાશે. બન્ને દિવસે વડાપ્રધાન મોદીની રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે.

૧૬ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, જ્યા કોરોનાની ઝડપ ધીમી છે અથવા જ્યા કોરોના દર્દીઓનો રિકવરી રેટ ઘણો સારો છે. આ રાજ્યોમાં પંજાબ, અસમ, કેરળ, ઉત્તરાખંડ અને ઝારખંડ જેવા કેટલાક રાજ્ય સામેલ છે.

બીજી તરફ ૧૭ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે, જે રાજ્યોમાં કોરોનાની ઝડપ વધુ છે. ૧૭ જૂને પીએમ મોદી મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કેટલીક વખત વીડિયો કોન્ફરન્સ કરી ચુક્યા છે.

પીએમ મોદી ૧૬ જુને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે જ્યારે ૧૭ જૂને તેમની કેન્દ્ર શાસિત રાજ્યોના મુખ્યમત્રીઓ કે પછી ઉપરાજ્યપાલ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. પહેલીવાર એવુ બનશે કે પીએમ મોદી રાજ્યો અને કેન્દ્ર શાસિત્ત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે અલગ-અલગ વાતચીત કરશે. આ અગાઉ તેમને ૧૧મેના રોજ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ લોકડાઉન ૪.૦ની જાહેરાત કરી હતી. હવે આ છઠ્ઠીવાર વડાપ્રધાન મોદી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. આ અગાઉ પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે ૨૦ માર્ચ, ૨ માર્ચ, ૧૧, ૨૭ એપ્રિલ અને ૧૧મે એ વીફિયો કોન્ફન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.

દેશમાં દસ જ દિવસમાં એક લાખ કેસ

કોરોનાના શુક્રવારે એક જ દિવસમાં ૧૧૭૭૫ નવા કેસ સાથે દેશમાં કોરોના કેસ ત્રણ લાખ પહોંચી ગયા છે. જયારે એક જ દિવસમાં ૩૮૯ મૃત્યુ સાથે કુલ મૃત્યઆંક ૮૮૮૬ થયો છે.

કોરોનાની સૌથી વધારે ખરાબ અસર મહારાષ્ટ્રમાં છે જયાં એક જ દિવસમાં કોરોનાના એક લાખ કેસ નોંધાયા છે. પશ્ર્ચિમના રાજયમાં દેશમાં કુલ મોતના ૪૨ ટકા મોત થયા છે. શુક્રવારે એક જ દિવસમાં ૧૧ હજાર નવા કેસ નોંધાતા એક જ દિવસમાં સૌથી વધુ કેસ સાથે પ્રથમ બ્રાઝિલ અને બીજા નંબરે અમેરિકા બાદ ભારત ત્રીજા સ્થાને છે.

ગુરૂવારે નવા ૧૧૪૪ર કોરોના પોઝિટીવ કેસ નોંધાવ્યા હતા. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોના કેરનો આંક ૩૦૯૩૬૦ પહોચ્યો છે. બે જુને બે લાખનો આંક હતો તે માત્ર ૧૦ દિવસમાં જ ત્રણ લાખે પહોચ્યો છે. જો કે આ સમયગાળા દરમિયાન ચેપનો વિકાસ દર ૪.૫ ટકાથી ધટી ૪.૦૦ ટકા  થયો હતો.

મહારાષ્ટ્રમાં ગુરૂવારે ૩૬૦૭ કેસ બાદ શુક્રવારે સતત બીજા દિવસે દેશમાં સૌથી વધુ ૩૪૯૩ કેસ નોંધાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.