Abtak Media Google News

જેટ એન્જીન, ડ્રોન સહિતના અદ્યતન સાધનો ભારતને મળશે : સર્વેલન્સ સિસ્ટમ

વડાપ્રધાન મોદી આજે કોંગ્રેસને સંબોધિત કરશે : સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત ભારતને અનેકવિધ ક્ષેત્રે આગળ લાવશે ત્યારે વડાપ્રધાન મોદીએ અમેરિકા સાથે જે કરારો કર્યા છે તેનાથી દેશના સરક્ષણ ક્ષેત્રને લોખંડી સુરક્ષા મળશે. એટલું જ નહીં જેટ એન્જિન,  ડ્રોન સહિતના અધ્યતન સાધનો ભારતના સંરક્ષણ દળમાં જોવા મળશે. બંને દેશો વચ્ચે કરવામાં આવેલા સંરક્ષણ ક્ષેત્રના કરારો ખૂબ જ મોંઘા છે કારણ કે અહીં બંને દેશો સંયુક્ત રીતે ફાઈટર જેટ પ્લેનના એન્જિન સાથો સાથ પ્રિડેટર ડ્રોન્સ નું ઉત્પાદન કરશે. બીજી તરફ ભારતે 3.5 બિલિયન ડોલર ના ખર્ચ સાથે 31 ડ્રોન,  15 જેટલા દરિયામાં ઉપયોગમાં લઈ શકાય તે માટેના ડ્રોન્સ અને સંરક્ષણ ક્ષેત્રે અને સરહદી વિસ્તારને સુરક્ષા આપવા માટે ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ સિસ્ટમને સુદ્રઢ બનાવવામા અત્યંત ઉપયોગી નીવડશે.

જેટ એન્જિન બનાવવાની સાથે જ ભારતમાં ઉપયોગમાં લેવાતા તેજસ માર્ક ટુ ફાઈટર જેટની ક્ષમતા માં ઘણો વધારો નોંધાશે સાથોસાથ સરક્ષણ ઉદ્યોગ ક્ષેત્રે પણ ભારત અમેરિકા વચ્ચેના કરારો અત્યંત ઉપયોગી નીવડશે. ચાઇના ને પાકિસ્તાન ભારતના પાડોશી દેશો છે અને તેમના દ્વારા કરવામાં આવતી કૂટનીતિથી બચવા જે ડ્રોન બનાવવામાં આવશે તે પણ એટલા જ ઉપયોગી નીવડશે. ત્યારે એ વાત સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત સંરક્ષણ ક્ષેત્રને લોખંડી સુરક્ષા આપશે. હાલ સંરક્ષણ ક્ષેત્ર માટે ભારત અને રશિયાના સંબંધો ખૂબ ગાઢ છે ત્યારે અમેરિકા પણ એ પીછી રહ્યું છે કે રશિયાની સાથે ભારત સરક્ષણ ક્ષેત્રે તેમની સાથે વ્યાપાર કરે. છેલ્લા 15 વર્ષમાં 21 બિલિયન ડોલરના સરક્ષણ સાધનોનો વ્યાપાર ભારતે અમેરિકા સાથે કર્યો છે. જે આવનારા દિવસોમાં અત્યંત ઉપયોગી નીવડસે.

વર્ષ 2016માં ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષાને લગતી ચાર સમજૂતી થઈ હતી. વર્ષ 2000થી લઈને 2021 સુધીમાં, ભારતે અમેરિકાના મૅન્યુફૅક્ચરર પાસેથી 21 અબજ ડૉલરના સૈન્યને લગતા હાર્ડવેર ખરીદ્યાં હતાં. ક્વૉડના નામે પ્રખ્યાત એવા અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા સાથેના સમૂહમાં ભારત પણ જોડાયું.ચીન સાથેના ભવિષ્યના તણાવને જોતાં હવે ભારત પોતાની સેનાને આધુનિક બનાવી રહ્યું છે અને સ્થાનિક સંરક્ષણઉદ્યોગને પ્રોત્સાહન આપી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતનો સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગ વર્ષ 2025 સુધીમાં 25 અબજ ડૉલરનો થઈ જશે. ભારત અને ચીન વચ્ચેની દુશ્મનીની અસર હવે અન્ય ક્ષેત્રોમાં પણ જોવા મળે છે.ભારતે બૅલ્ટ અને રોડ ઇનિશિએટિવ સાથે જોડાવાની ના પાડી દીધી હતી. ચીનના આ પ્રોજેક્ટ હેઠળ વિશ્વમાં નવા પોર્ટ અને ટ્રાન્સપોર્ટ લિંક બાંધવાની યોજના છે જેથી વધુ માલસામાની નિકાસ થઈ શકે.

વડાપ્રધાન મોદી આજે કોંગ્રેસને સંબોધિત કરશે, જેમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેકકાર્થી અને સેનેટના બહુમતી નેતા ચક શૂમર હાજરી આપશે. પીએમ મોદી કોંગ્રેસને બે વાર સંબોધન કરનાર ઈઝરાયેલની બહાર ત્રીજા વિશ્વના નેતા હશે. તેમણે વર્ષ 2016માં ઓબામાની સરકાર દરમિયાન કોંગ્રેસને સંબોધિત કરી હતી. બાયડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન ત્યારબાદ 22 જૂનની સાંજે પીએમ મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે. રાત્રિભોજનમાં સેંકડો મહેમાનો, કોંગ્રેસના સભ્યો, રાજદ્વારીઓ અને હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.

અમેરિકામાં વડાપ્રધાને ઇતિહાસ રચ્યો : વાઈટહાઉસ ખાતે રાષ્ટ્રપ્રમુખ અને ફર્સ્ટલેડી સાથે ડિનર કર્યું

Screenshot 3 40

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતને ભારત-અમેરિકા સંબંધોમાં એક ઐતિહાસિક ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે, જેમાં સંરક્ષણ અને નિર્ણાયક ટેક્નોલોજી સહિત તમામ ક્ષેત્રોમાં વધુ સારા સહયોગ માટે અનેક કરારો પર હસ્તાક્ષર થયા છે. દેશના કોઈ ઉચ્ચ રાજકીય નેતા અમેરિકાની મુલાકાતે આવે તો તેને વ્હાઇટ હાઉસમાં ડિનર માટે આમંત્રિત કરવામાં આવતા નથી હોતા પરંતુ અત્યાર સુધીમાં માત્ર ત્રણ રાજકીય લોકો જ વ્હાઇટ હાઉસમાં ડિનર લઈ ચૂક્યા છે ત્યારે રાષ્ટ્રપ્રમુખ જોયબીડન અને ફર્સ્ટ લેડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિનર લેવા આમંત્રિત કર્યા હતા અને તેઓએ ભોજન નો આનંદ પણ લીધો હતો આ બાદ ભારતના કોઈ વડાપ્રધાન વ્હાઇટ હાઉસમાં ભોજન લીધું હોય તેવો ઇતિહાસ રચાયો છે.

ભારતના કૌશલ્ય વર્ધક કામદારો માટે યુ.એસ એચ 1બી વિઝાની પ્રક્રિયા સરળ કરશે

અમેરિકામાં જવા માંગતા ભારતીયો આખરે સારા સમાચાર સામે આવ્યા છે.  અમેરિકાએ હવે વિદેશી નોકરીયાતો માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. અમેરિકામાં નાણાકીય વર્ષ 2023-24 માટે બહુપ્રતીક્ષિત H1B વિઝા અરજીઓ સરળતાથી સ્વીકારવામાં આવે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે . યુએસ ઇમિગ્રેશન એજન્સી 1 માર્ચથી કુશળ વિદેશી કામદારોની વિઝા અરજીઓ સ્વીકારી રહી છે. આ વિઝાની ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માંગ હોય છે. H-1B વિઝા એ બિન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકી કંપનીઓને વિશિષ્ટ વિશેષતાઓમાં વિદેશી કામદારોની ભરતી કરવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે તેના પર નિર્ભર છે.

Screenshot 4 37 ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીના રાઇટ ક્લેમ કર્યા વગર ભારતે વિશ્વને યોગના પાઠ ભણાવ્યા : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાજકીય પ્રવાસે છે તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટર માં આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ અગાઉ પીએમ મોદીએ યોગ દિવસના અવસરે ન્યૂયોર્કથી ખાસ મેસેજ મોકલ્યો અને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે. આ સાથે પીએમ કહ્યું કે યોગ દિવસના અવસરે આજે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત થનારા યોગ કાર્યક્રમમાં તેઓ સામેલ થયા હતા.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટીના રાઇટ ક્લેમ કર્યા વગર ભારતે વિશ્વને યોગના પાઠ ભણાવ્યા છે અને યોગ સંસ્કૃતિને જોડવાનું પણ કામ કરે છે. એટલું જ નહીં યોગના નિષ્ણાંતોને રોજગારી મળતી રહે તે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યમાં 51 યોગ સ્ટુડિયો ઉભા કરવાની જાહેરાત કરી છે ત્યારે તે વાત સ્પષ્ટ છે કે હવે યોગ માટે પણ છે દિન શરૂ થઈ ગયા છે અને યોગ પ્રશિક્ષણ આપતા નિષ્ણાતોને રોજગારી પણ આપવાની શરૂ કરાશે જેથી યોગ પ્રત્યે લોકોમાં વધુને વધુ જાગૃતતા આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.