Abtak Media Google News
  •  ટ્વીન ફ્લેમ સ્વરૂપે પોતાનું અરધિયું શોધતા આત્માઓ માટે ઓનલાઇન પ્રેમના લાલબત્તી રૂપ કિસ્સાઓ સામે આવી રહ્યા છે!!

આધુનિક યુગમાં ઓનલાઇન ચેટ થી લઈને ડેટિંગ એપ સરળતાથી મળી જાય છે જ્યાં વ્યક્તિ પોતાનો ખાલીપો દૂર કરવા મિત્ર શોધે છે પ્રેમ માટે પાત્ર શોધે છે અને ઘણા કિસ્સાઓમાં આગળ ઉપર આ સબંધ લગ્નમાં પરિણામી સફળ પણ બનતો હોય છે તો ક્યાંક આ ઓનલાઇન પ્રેમ અને પ્રેમી ગળાનો ફંદો બની જાય છે અને જીવનભરના ભૂલી શકાય તેવો પાઠ ભણાવી જાય છે. સાયબર ફ્રોડના આ સમયમાં પ્રેમજાળ, મોહજાળ  એવી સિફતથી બિછાવવામાં આવે છે કે પ્રેમ જંખતા યુવક કે યુવતી આસાની થી આ ટ્રેપમાં આવી જાય છે અને શરુ થાય છે અમૃતથી ઝહેર સુધીની કાતિલ સફર!!!!

જન્મકુંડળીમાં પાંચમું સ્થાન પ્રણય સ્થાન છે લાગણીના સંબંધોનું સ્થાન છે. રાહુ એ ઓનલાઇન સબંધો દર્શાવે છે જો પંચમ ભુવન સાથે કોઈને કોઈ રીતે રાહુ સંકળાયા તો વ્યક્તિ ઓનલાઇન મિત્રો બનાવે છે અને પંચમ ભુવન પર વધુ પાપગ્રહોની દ્રષ્ટિ હોય કે શુક્ર રાહુ સંયોગ હોય તેવા સંજોગોમાં તે ફ્રોડનો શિકાર બને છે અને કોઈ ને કોઈ રીતે તે આ સબંધની કિંમત ચૂકવે છે અને ભવિષ્યમાં કદી કોઈ મિત્ર પર ભરોસો કરી શકતો નથી!!

એક ક્લાયન્ટને પાંચમે શુક્ર ચંદ્ર રાહુ યુતિ હતી જેને ઓનલાઇન પ્રેમની બહુ મોટી કિંમત ચૂકવવી પડે અને લાગણીથી ઘવાવું પડેતે અલગ !!! રાહુની આ માયામાં જયારે શુક્ર પણ ભળે ત્યારે પ્રેમના અમૃતમાં વિષ ઘોળાતું લાગે અને વ્યક્તિ પ્રેમ શબ્દ પર થી વિશ્વાસ ગુમાવી દે છે. ટ્વીન ફ્લેમ સ્વરૂપે પોતાનું અરધિયું શોધતા આત્માઓ માટે ઓનલાઇન પ્રેમના લાલબત્તી રૂપ કિસ્સાઓ સામે આવી રહ્યા છે!!

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.