Abtak Media Google News

260 કિલોથી લઈ 550 કિલો સુધીના નાના ઉપગ્રહો અવકાશમાં તરતા મુકશે : દૂર અંતરિયાળ વિસ્તારોમાં હવે હાઈ સ્પીડ ઈન્ટરનેટનો લાભ મળશે

ભારત દિન પ્રતિદિન દરેક ક્ષેત્રે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે ઇન્ટરનેટ ક્ષેત્રે હવે એલન મસ્કની કંપની સ્ટાર લિંક આવી રહી છે જે અવકાશમાં નાના નાના ઉપગ્રહો છોડી ઇન્ટરનેટમાં ક્રાંતિ સર્જવા સર્જ થયા છે. એલન મસ્કની કંપની સ્ટારલિંકનું હાઇ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ ટૂંક સમયમાં ભારતમાં પણ ઉપલબ્ધ થશે. આ મામલે રેગ્યુલેટર પાસેથી અપ્રવૂલની પ્રક્રિયા ચાલી રહી છે. મસ્કે પોતે એના સંકેત આપ્યા છે. આ સર્વિસ ભારતમાં ઉપલબ્ધ થયા પછી દૂર અંતરિયાળ વિસ્તારોમાં પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટનો લાભ ઉઠાવી શકાશે.

અત્યારે ભારતમાં વાયરલેસ ઈન્ટરનેટના નામે વાયમેક્સ સર્વિસીઝ અને મોબાઈલ ઈન્ટરનેટ ઉપલબ્ધ છે, પરંતુ એ સેટેલાઈટ સાથે ડાયરેક્ટ લિન્ક ન થઈને ટેરેસ્ટ્રિયલ નેટવર્ક સાથે જોડાયેલું છે. આ કારણથી જે વિસ્તારોમાં ટાવર્સ હોતા નથી ત્યાં ઈન્ટરનેટ સર્વિસીઝ મળી શકતી નથી. એટલું જ નહીં, વાયમેક્સથી મળતું ઈન્ટરનેટ પણ ઘણું સ્લો હોય છે. એટલું જ નહીં અત્યારે જે સેટેલાઈટ જોવા મળી રહી છે તે અવકાશ અને પૃથ્વીનો ડિસ્ટન્સ 36 હજાર કિલોમીટરનું છે જેથી જે સ્પીડ મળવી જોઈએ તે મળી શકતી નથી.

સ્ટારલિંકથી સેટેલાઈટ ઈન્ટરનેટ અત્યારે બીટા (ટેસ્ટિંગ) વર્ઝનમાં છે. જ્યાં સુધી સ્પીડની વાત છે, ડાઉનલોડ 50 એમબીપીએસથી 150 એમબીપીએસ વચ્ચે છે. આ લો-લેટેન્સી ઈન્ટરનેટ સર્વિસીઝ 20 મિલી સેકન્ડ્સથી 40 મિલી સેકન્ડ્સનો સમય લે છે. લેટેન્સી એટલે કે એ સમય છે જે ડેટા એક પોઈન્ટથી બીજા સુધી પહોંચાડવામાં લાગે છે. લો અર્થ ઓર્બીટ પર નાના નાના ઉપગ્રહો હોવાના કારણે જે લેટેન્સી એટલે કે ઇન્ટરનેટ સ્પીડ માટે અવરોધ આવતો હોય તે અહીં નહીં આવે અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ નો ઉપયોગ લોકો કરી શકશે.

સેટેલાઈટનો આ મોટો સમૂહ ધરતીના કોઈપણ ભાગથી બીમ ઈન્ટરનેટ કવરેજને સંભવ બનાવશે. કંપની કહે છે કે તેના સેટેલાઈટ્સનું નેટવર્ક યુઝર્સને હાઈ સ્પીડ, લો-લેટેન્સી ઈન્ટરનેટ કવરેજ ઉપલબ્ધ કરાવશે. લેટેન્સીનો અર્થ એ સમયથી થાય છે જે ડેટાને એક પોઈન્ટથી બીજા સુધી પહોંચાડવામાં લાગે છે.

હાલ સ્ટારલિંક દ્વારા જે ઇન્ટરનેટ આપવામાં આવશે તે એ વિસ્તારો છે કે જ્યાં ઇન્ટરનેટની સુવિધા મળી શકતી નથી અને ચાર્લીંગ આવતા ની સાથે જ અંતરિયાળ વિસ્તારમાં હવે ઇન્ટરનેટ સુવિધા સરળતાથી મળી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એલન મસ્ક સાથેની બેઠક બાદ માસ્ક દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો જેનાથી ભારતને ઘણો ફાયદો પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.