Abtak Media Google News

Table of Contents

ગુજરાતે વિશ્વ વેપાર, વાણિજ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું,  પીએમ મોદીના કાર્યદક્ષ નેતૃત્વનું પરિણામ : મુખ્યમંત્રીએ વાયબ્રન્ટમાં મહેમાનોને કર્યું સ્વાગત સંબોધન

વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુભારંભ કરાવ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ વસુધૈવ કુટુંબકમ, એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય,નો વિચાર વિશ્વ સમક્ષ મૂક્યો છે.તો આજે ગુજરાતે વિશ્વ વેપાર, વાણિજ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ પીએમ મોદીના કાર્યદક્ષ નેતૃત્વનું પરિણામ છે.21મી સદીની શરૂઆતમાં અનેક પડકારોથી ઘેરાયેલા ગુજરાતને તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા આશાનું નવું કિરણ દેખાડ્યું હતું.

Screenshot 6 2 ગુજરાતે વેપારમાં પ્રમુખ સ્થાન મેળવ્યું છે. જે પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વનું પરિણામ છે. 21 સદીની શરૂઆતમાં ગુજરાત અનેક ચેલેન્જિસથી ઘેરાયુ હતું, જેમાં તેઓએ આશાનું કિરણ બતાવ્યુ હતું. ગુજરાત કેન અને ગુજરાતીઝ વિલ. ત્યારે હવે ગુજરાત નોલેજ શેરિંગ અને નેટવર્કિંગ માટેનું મંચ બની ગયું છે. દરેક સમિટમાં પીએમ મોદી વર્લ્ડક્લાસ પરિકલ્પના આપી છે. 50 ટકા એમઓયુ ગ્રીન એમઓયુ છે. પર્યાવરણની રક્ષા માટે ગ્રીન ગ્રોથ અને રિન્યુએબલ એનર્જિ માટેના એમઓયુ અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે હમેશા ક્વોલિટી ઓફ લાઈફ પર ધ્યાન આપ્યું છે. વાઈબ્રન્ટ સમિટ અમૃત ભવિષ્યનો રોડ મેપ તૈયાર કરશે. તમારું સૌનું વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્વાગત છે.

વાયબ્રન્ટ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે તમામનું ગુજરાતની ધરતી પર હૃદયથી સ્વાગત છે. વાયબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ વડાપ્રધાન મોદી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટને બ્રાનિ્ંડગની સાથે બોન્ડિંગથી બનાવી છે. 34 પાર્ટનર દેશોનું પણ સન્માન સાથે સ્વાગત છે. ગુજરાતની ધરતી પર 16 સંસ્થાઓના અગ્રણીઓનું સ્વાગત છે. ભારતની વસુધૈમ કુટુંબકમની સંસ્કૃતિને વિશ્વ સુધી પહોંચાડી છે. ભારતમાં તાજેતરમાં જ જી-20ની યજમાની પૂર્ણ થઇ છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં ઔધોગિક ક્ષેત્રે ભારત આગળ વધ્યું છે. ગુજરાત વિકાસના નવા કીર્તિમાનો સ્થાપી રહ્યું છે. ગુજરાતના વાયબ્રન્ટ મોડેલથી અનેક રાજ્યો પ્રેરિત થયા છે. અનેક રાજ્યોમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થઇ છે. ગેટવે ટૂ ધ ફ્યૂચર થીમ પર આ વખતની સમિટ છે. વડાપ્રધાન મોદીની પ્રેરણાથી ગુજરાત રોકાણ માટે શ્રેષ્ઠ રાજ્ય બન્યુ છે.

Screenshot 5 2 ગુજરાતમાં અદાણી ગ્રુપ પાંચ વર્ષમાં રૂ.બે લાખ કરોડનું રોકાણ કરશે: ગૌતમ અદાણી

પીએમ મોદીના નેતૃત્વમાં ભારત 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે

ગૌતમ અદાણીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા કહ્યું કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, માત્ર ભારતના ભવિષ્ય વિશે જ વિચારી રહ્યાં નથી, પરંતુ તેના વિકાસ માટે અલગ અલગ પ્રયત્ન સાથે તેને આકાર પણ આપી રહ્યાં છો. તેમણે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે, અને ભારત વિશ્વના નકશા પર એક મોટી શક્તિ તરીકે સફળતાપૂર્વક ઉભરી રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બની રહ્યું છે.

તેમણે કહ્યું, ‘છેલ્લા એક દાયકાના આંકડા શાનદાર રહ્યા છે. 2014 થી ભારતનો જીડીપી 185 ટકા વધ્યો છે. તો, માથાદીઠ આવકમાં પણ 165 ટકાનો વધારો થયો છે. ભારતની આ સિદ્ધિ અનન્ય છે, ખાસ કરીને એક દાયકામાં જેણે મહામારી અને ભૌગોલિક રાજકીય સંઘર્ષો જેવા પડકારો સામે પણ ભારતે પોતાની ઈકોનોમી ટકાવી રાખી છે.

ગૌતમ અદાણીએ સમિટમાં જણાવ્યું હતુ કે, તેઓ ગુજરાતના કચ્છમાં એનર્જિ પાર્ક બનાવશે. તેમણે જાહેરાત કરતા કહ્યું કે, કચ્છના ખાવડા વિસ્તારમાં તેઓ એક એનર્જી પાર્ક બનાવશે. આ એનર્જી પાર્ક 725 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો હશે. વધુમાં તેમણે કહ્યું કે, અમે ગ્રીન એનર્જિ સેક્ટરમાં રોકાણ કરવા માંગીએ છીએ. અદાણી ગ્રુપ આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેઈનને વિસ્તારી રહ્યુ છે. અમે સૌથી મોટી સંકલિત રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. તેમાં સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન, હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર, ગ્રીન એમોનિયા, પીવીસી અને સિમેન્ટ અને કોપર ઉત્પાદનમાં વિસ્તરણનો સમાવેશ થાય છે.

ગૌતમ અદાણીએ કહ્યું કે, અદાણી ગ્રુપ પાંચ વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે, જેના પગલે ગુજરાતના વિકાસમાં તે સહભાગી બનશે. આ રોકાણથી રાજ્યમાં પાંચ વર્ષમાં 1 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવાની તેમની અપેક્ષા છે.

ખાવડામાં વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક બનાવીશું, જે અંતરીક્ષામાંથી પણ શાનદાર દેખાશે

ગૌતમ અદાણીએ  કહ્યું કે અદાણી ગ્રુપે પાછલી સમિટમાં 2025 સુધીમાં રૂ. 55,000 કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી હતી, જે અમે પહેલેથી જ પાર કરી ચૂક્યા છે. મેં વિવિધ ક્ષેત્રોમાં રૂ. 50,000 કરોડના મૂડીરોકાણની અને 25,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું લક્ષ્ય અમે પૂરું કરી ચૂક્યા છે. અમે કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરી રહ્યા છે, જે 725 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે અને 30 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી પેદા કરશે. તેને અંતરિક્ષમાંથી પણ જોઈ શકાશે તેટલો શાનદાર બનાવવામાં આવશે. અમે આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેનનું વિસ્તરણ કરી રહ્યા છીએ.

Screenshot 7 2 અત્યારે ભારતીયો ઉપરાંત વિદેશીઓ પણ કહે છે મોદી હૈ તો મુમકીન હૈ : મુકેશ અંબાણી

રિલાયન્સ જામનગરમાં ધીરૂભાઇ અંબાણી ગ્રીન કોમ્પલેક્સ સ્થપાશે, 2024ના મધ્યમાં 5000 એકરમાં આ કોમ્પલેક્સ આકાર લેશે

વાયબ્રન્ટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું છે કે 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સ્વાગત છે. 20 વર્ષ સુધી સતત સફળ થઇ હોય એવી બીજી કોઇ સમિટ નથી. ગુજરાત વાયબ્રન્ટ સમિટ વિશ્વની સૌથી મોટી સમિટ છે. વડાપ્રધાન મોદીના વિઝનથી આ સાકાર થયું છે. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. વિદેશીઓ હવે ગુજરાતને નવા ગુજરાત તરીકે જુએ છે. વડાપ્રધાન મોદીને કારણે જ એ શક્ય બન્યું છે. જ્યારે નરેન્દ્રભાઇ બોલે છે, બધા સાંભળે છે, વધાવે છે.

લાખો ભારતીયો બોલે છે મોદી હૈ તો મુમકીન હૈ. વિદેશમાં પણ બધા કહે છે મોદી હૈ તો મુમકીન હૈ. મારા પિતા કહેતા કે ગુજરાત તમારી માતૃભૂમિ છે. કર્મભૂમિ રહેશે. હું ફરી કહું છું રિલાયન્સ હંમેશા ગુજરાતી કંપની રહેશે. રિલાયન્સે ભારતમાં 12 લાખ કરોડનું રોકાણ કર્યું છે. તેમાંથી 4 લાખ કરોડ જેટલું રોકાણ રિલાયન્સે ગુજરાતમાં કર્યું છે. રિલાયન્સ ગુજરાતમાં 10 વર્ષમાં સારું એવું રોકાણ કરશે. ગુજરાતને ગ્રીન ગ્રોથમાં લીડર બનાવવામાં રિલાયન્સ રોકાણ કરશે. જામનગરમાં ધીરુભાઇ અંબાણી ગ્રીન કોમ્પલેક્સ સ્થપાશે. 2024ના બીજા ભાગમાં 5000 એકરમાં કોમ્પલેક્સ સ્થપાશે.

ગુજરાતમાં ઝડપથી 5જી બધે લાગુ કરીશુ. 5જી આધારિત એઆઈ થી મોટાપાયે રોજગારી ઉભી થશે. એઆઈ એટલે ઓલ ઇક્લુસિવ ગ્રોથ. રિલાયન્સ કાર્બન ફાયબર ફેસિલિટી હજીરા ખાતે સ્થાપશે. તથા ભારતની આ પ્રકારની પહેલી કાર્બન ફેસિલિટી ગુજરાતમા બનશે. એજ્યુકેશન, સ્પોર્ટ્સમાં પણ રિલાયન્સ ભાગીદારી કરશે. મોદી યુગ ગુજરાતને નવી ઉંચાઇઓ પર લઇ જશે.

રિલાયન્સ રિટેલ ગુજરાતમાં લોકોને વધુ સારામાં સારી પ્રોડક્ટ આપવા સાથે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોના ઉચ્ચતમ ક્વોલિટી લાઇફ આપવા માટે પ્રતિબદ્ધ છે. દેશમાં 2036 ઓલિમ્પિક યોજાય તે માટે રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં તેના અનેક પાર્ટનર સાથે મળીને રમતગમત ક્ષેત્રે ચેમ્પિયન્સને તૈયાર કરીશું અને રાજ્યમાં રમતગમતના વિકાસ પર ફોકસ આપીશું, એમ તેમણે કહ્યું હતું.

ગુજરાતી હોવાનો મને ગર્વ છે

મુકેશ અંબાણીએ ગુજરાતીમાં એક વાક્ય બોલતા કહ્યું કે હું ગુજરાતી હોવાનો મને ગર્વ છે. મુકેશ અંબાણીએ પોતાના દિવગંત પિતાને યાદ કરતા જણાવ્યું હતું કે તેમના પિતા નાનપણમાં કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભૂમિ રહેશે. આ સાથે તેમણે કહ્યુ કે, જ્યારે વિદેશીઓ નવા ભારત વિશે વિચારે છે ત્યારે તેઓ એક નવા ગુજરાત અંગે વિચારે છે. વડાપ્રધાન મોદી વિશે તેમણે કહ્યું કે પીએમ મોદી, ભારતના ઇતિહાસમાં સૌથી સફળ પીએમ છે અને તેઓ જે વિઝન કરે છે તેનું અમલીકરણ કરે છે.

Screenshot 9 1 ટાટા ગુજરાતમાં બેટરી, સેમિક્ધડકટર અને ડિફેન્સ એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ કરશે : એન ચંદ્રશેખરન

ટાટા ગ્રુપ માટે ગુજરાત ઘણું ખાસ છે, કારણકે તેનો જન્મ જ ગુજરાતમાં થયો છે

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જણાવ્યુ છે કે સાણંદ અમારા તમામ ઇલેક્ટ્રિક વાહનોની ટેક્નોલોજીનું ઘર બની રહ્યું છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે આગામી સમયમાં અમે સાણંદમાં 20 ગીગા વોટ લિથિયમ-આયન બેટરી માટે એક વિશાળ ગીગા ફેક્ટરી શરૂ કરીશું.

આ સાથે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યુ હતુ કે સાણંદ ઇલેક્ટ્રિક વ્હીકલ ટેકનોલોજીનું હબ બનતુ જાય છે.ટાટા ધોલેરામાં સેમી ક્ધડકટર પ્લાન્ટ સ્થાપશે. માર્ચ 2024 સુધીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્કિલની પણ સ્થાપના કરશે. સી-295 ડિફેન્સ એરક્રાફ્ટનું ગુજરાતમાં ઉત્પાદન શરુ થશે.

ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને પોતાના નિવેદનમાં જણાવ્ચુ છે કે, ગુજરાતે પોતાની જાતને જાતે જ ગેટ વે ઓફ ધ ફ્યુચર માટે તૈયાર કર્યું છે. ટાટા ગ્રુપ માટે ગુજરાત ઘણું ખાસ છે. ટાટા ગ્રુપનો જન્મ નવસારીમાં થયો હતો, જે ટાટા ગ્રુપના ફાઉન્ડર જમશેદજી ટાટાનું જન્મ સ્થળ છે.

Screenshot 8 1 હજીરામાં વિશ્ર્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ 2029 સુધીમાં તૈયાર થઈ જશે : લક્ષ્મી મિતલ

આર્સેલર મિત્તલ માત્ર સ્ટીલમાં જ નહીં પરંતુ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનમાં પણ રોકાણ કરી રહી છે

ગાંધીનગરમાં આયોજિત વાયબ્રન્ટ સમીટમાં આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ગુજરાતના હજીરામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ-સાઈટ ઈન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ બનાવી રહી છે. વૈશ્વિક સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ ભારતમાં જાપાનની નિપ્પોન સાથે સંયુક્ત સાહસ ચલાવે છે.   અહીં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિમાં બોલતા લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 24 મિલિયન ટન હશે.  તે 2029 સુધીમાં તૈયાર થવાની આશા છે.  તેમણે કહ્યું કે સમિટમાં કંપનીએ હજીરા પ્લાન્ટના બીજા તબક્કા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે હજીરા પ્લાન્ટના પ્રથમ તબક્કાનું કામ 2021માં શરૂ કરવામાં આવ્યું હતું અને 2026 સુધીમાં તેનું ઉદ્ઘાટન થઈ શકે છે.   તેમણે કહ્યું કે પ્લાન્ટનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

લક્ષ્મી મિત્તલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્ય સરકારના સહયોગથી કંપની 2029 સુધીમાં સુરત નજીક પ્રોજેક્ટનો બીજો તબક્કો શરૂ કરશે.  જોકે, તેમણે હજીરામાં વિશ્વના સૌથી મોટા સિંગલ-સાઇટ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટના નિર્માણ માટે અંદાજિત રોકાણ અંગે કોઈ માહિતી આપી ન હતી.  ગુજરાતમાં ન્યાયી, પારદર્શક અને નીતિ આધારિત શાસન છે.  તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સ્ટીલ ખૂબ જ મહત્વપૂર્ણ છે.લક્ષ્મી મિત્તલે કહ્યું કે તેમની કંપની આર્સેલર મિત્તલ માત્ર સ્ટીલમાં જ નહીં પરંતુ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનમાં પણ રોકાણ કરી રહી છે.

કાર્યક્રમને સંબોધતા લક્ષ્મી મિતલે જણાવ્યું  હતું કે, ગુજરાતમાં સ્ટીલ યોજના દેશને આત્મનિર્ભર બનાવવા મજબૂત કરશે.  આ ઇવેન્ટમાં, કંપનીએ હજીરા પ્લાન્ટના બીજા તબક્કા માટે ગુજરાત સરકાર સાથે એમઓયું પર હસ્તાક્ષર કર્યા છે.  અગાઉ વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાન્ટના પ્રથમ તબક્કાનું ભૂમિપૂજન કર્યું હતું.  તેનું નિર્માણ કાર્ય હજુ ચાલુ છે.  તેનું કામ 2026 સુધીમાં પૂર્ણ થવાની આશા છે.  લક્ષ્મી મિત્તલે કહ્યું કે ગયા વર્ષે જ્યારે હું વાઈબ્રન્ટ ગુજરાત માટે અહીં આવ્યો હતો ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે કેવી રીતે આ મેગા-ગ્લોબલ ઈવેન્ટે વિચારો, કલ્પના અને પ્રક્રિયાના સાતત્ય પર આધારિત સંસ્થાકીય માળખું બનાવ્યું છે.  તેમણે કહ્યું કે પીએમ મોદીની એક ધરતી, એક પરિવાર અને એક ભવિષ્યની થીમ ભારતને ગૌરવ અપાવી રહી છે.

Screenshot 10 1 ગુજરાતમાં બનેલી ઇલેક્ટ્રિક કાર વિશ્વના બીજા દેશોમાં વેચાશે : તોશીહીરો સુઝુકી

સુઝુકી 35 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપશે, આ પ્લાન્ટમાંથી 10 લાખ પ્રતિ વર્ષ કારનું ઉત્પાદન થશે

જાપાની ઓટોમોબાઇલ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન પોતાનો વિશાળ પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપશે. આ પ્લાન્ટ બનાવવા માટે 35 હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. ઉપરાંત કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં બનેલી ઈલેક્ટ્રીક કાર જાપાન અને વિશ્વના દેશોમાં વેચાશે.

આ અંગે માહિતી આપતા મારુતી સુઝુકીના પ્રમુખ તોશીહીરો સુઝુકીએ જણાવ્યું કે, અમારો સેક્ધટ પ્લાન્ટ અમે ગુજરાતમાં સ્થાપવા જઇ રહ્યા છીએ. આ પ્લાન્ટ એટલો વિશાળ હશે કે પ્રતિ વર્ષ આ પ્લાન્ટમાંથી 10 લાખ યુનિટ બનશે. અમારા નિર્ધાર અનુસાર આ પ્લાન્ટને અમે વધારે વિસ્તારીને 2030-31 સુધીમાં 40 લાખ યુનિટ પ્રતિ વર્ષ કરીશું. તોશીહીરોએ જણાવ્યું કે, ગુજરાતમાં અમે અમારો બીજો પ્લાન્ટ સ્થાપવા માટે 35 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરીશું. જેના કારણે અમારી પ્રોડક્ટિવિટી વધીને 1 મિલિયન યુનિટ પ્રતિ વર્ષથી વધીને 2 મિલિયન યુનિટ પ્રતિવર્ષ થઇ જશે. કંપની દ્વારા પોતાના હાલમાં પોતાના ચાલુ પ્રોડક્શન પ્લાન્ટના પણ વિસ્તરણ માટે 12680 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.