Abtak Media Google News

આધુનિક સુવિધાસભર માર્કેટ યાર્ડ, ડેરી સાયન્સ કોલેજ તેમજ અકાળા જળાશયચેકડેમનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી અમરેલી ખાતે પ્રથમવાર આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૭ સપ્ટેમ્બરને રવિવારના રોજ અમરેલી ખાતે પધારનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સભાસ્થળેથી રીમોટ ક્ધટ્રોલ દ્વારા ડેરી સાયન્સ કોલેજ (શેડુભાર) અને લાઠીના અકાળા ખાતે રૂ.૧૫ કરોડના ખર્ચે લોકભાગીદારીથી તૈયાર થયેલ જળાશય અને ચેકડેમનું લોકાર્પણ કરશે.

Advertisement

આ ઉપરાંત વડાપ્રધાન અમરેલીના નવ નિર્મિત માર્કેટ યાર્ડ જેને સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે નામાભિધાન થયેલ છે તેનું લોકાર્પણ પણ કરશે. હાલમાં માર્કેટ યાર્ડ અમરેલી શહેરની વચ્ચોવચ્ચ આવેલું છે. જેનું નિર્માણ સૌરાષ્ટ્રના પ્રથમ માર્કેટ યાર્ડ તરીકે ૧૯૫૨માં કરવામાં આવ્યું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૭ સપ્ટેમ્બરને રવિવારના રોજ રોડ પર તૈયાર કરવામાં આવેલ આધુનિક સુવિધાસભર નવા માર્કેટ યાર્ડનું લોકાર્પણ કરશે. આશરે ૪૫ એકર વિસ્તારમાં ફેલાયેલ જમીનની ખરીદી ૩૦ કરોડના ખર્ચે કરવામાં આવી છે.

રૂ.૧૪૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ આધુનિક માર્કેટયાર્ડમાં ખેડુતો વેપારીઓને રેસ્ટોરન્ટ, ડાયનીંગ હોલ, ગેસ્ટ હાઉસ, વેરહાઉસ, કૃષિમોલ, ખેડુત ટ્રેઈનીંગ સેન્ટર, ૨.૫ લાખ ચો.ફુટના ઓકશન પ્લેટફોર્મ, ૫૦૦થી વધુ દુકાનો, ૫૦ ગોડાઉન તેમજ ૯૦ જેટલા ખુલ્લા પ્લોટ સહિતની સુવિધાઓ મળી રહેશે. માર્કેટ યાર્ડના કૃષિમોલમાં છેલ્લા પાંચ વર્ષથી ખેડુતોને વિશ્ર્વસનીય બિયારણના ૧૦ હજાર પેકેટ પહોંચતા કરવા સંસ્થાએ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી.નું એગ્રી બિઝનેસ સેન્ટર કૃષિ મોલમાં શરૂ કરવામાં આવનાર છે.

અમરેલીની અમર ડેરી દ્વારા અમૂલ પેટર્ન પર વિલેજડેરી કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા દુધ એકત્રિત કરવામાં આવે છે. ડેરીનું ઉદઘાટન સપ્ટેમ્બર-૨૦૦૭માં કરવામાં આવ્યું હતું. તે વખતે ૨૬ ગામોમાંથી ૨૫૦૦ કિગ્રા દૂધ એકત્રિત થતું હતું. અમર ડેરી હાલમાં ૨૩ ચિલ્ડ મિલ્ક કલેકશન સેન્ટર પરથી અંદાજે ૧.૫૦ લાખ કિગ્રા દૂધ એકઠું કરે છે. અમર ડેરી દ્વારા વર્ષ ૨૦૧૩માં રૂ.૧૦૦ કરોડના ખર્ચે ૨ લાખ કિગ્રા મિલ્ક પ્રોસેસિંગ અને પેકીંગનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ડેરીના ભાવિ આયોજનની ઝલક મેળવીએ તો, ૧૦ એકરના હનીફાર્મમાં સહકારી માધ્યમથી મધનું ઉત્પાદન ડેરી દ્વારા શ‚ કરવામાં આવનાર છે. જિલ્લામાં સહકારી દુધ ઉત્પાદન સંઘ લી. દ્વારા અમરેલી ખાતે આશરે રૂ.૨૦ કરોડના ખર્ચે પ્રતિદિન ૨૦ હજાર લીટર દૂધનો આઈસ્ક્રીમ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. અમર ડેરીમાં ૨૮ હજાર પશુપાલકો અને ૫૬૨ મંડળીઓ મિલ્ક કલેકશનમાં જોડાયેલ છે.

તા.૧ ઓગસ્ટ-૨૦૧૦થી અમરેલી ખાતે ડેરી સાયન્સ કોલેજની શરૂઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના અગ્રગણ્ય જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલકોને સ્વચ્છ દૂધ, ઉત્પાદન તથા નફાકારક પશુપાલન વિશે જાગૃત કરી ગ્રામ્ય અર્થતંત્રના ઉઘ્ધાર અને ફેલાવા માટે જ‚રી યોગદાન આપવાનો મુખ્ય હેતુ ડેરી સાયન્સ કોલેજનો છે. શેડુભાર ખાતે રૂ.૫૫૦.૧૭ લાખના ખર્ચે ડેરી સાયન્સ કોલેજનું નવું બિલ્ડીંગ નિર્માણ પામ્યું છે.

લાઠી તાલુકાના અકાળા-દુધાળા ગામ વચ્ચેના ગાગડીયો નદી પર આશરે રૂ.૧૫ કરોડના ખર્ચે ૨૦૦ વિઘામાં તળાવ તથા ચેકડેમ તૈયાર કરવામાં આવ્યું છે. સવજીભાઈ ધોળકિયાના સહયોગથી માત્ર બે-અઢી મહિનાના ટુંકાગાળામાં તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. તળાવ પર બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. તળાવની પાળ પર ૧૬ હેકટરમાં ૪૦ હજાર વૃક્ષો, ૫૦ હિંચકા તથા ૨૦૦ બેન્ચીશ મુકવામાં આવી છે. આ તળાવથી પાણીના તળ ઉંચા આવશે અને આજુબાજુના ૨૦ થી ૨૨ ગામના લોકોને ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.