ફેસબુક પેઈજમાં વડાપ્રધાન, તેમના માતા અને આરએસએસ વિરુધ્ધ ઝેર ઓકતા શખ્સની ધરપકડ

સિક્કાના ચીટર સામે ધાર્મિક લાગણી દુભાવવાના વધુ બે ગુના નોંધાયા

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામની આઇડી બનાવી વર્ગ વિગ્રહ થાય તેવી પોસ્ટ વાયરલ કરી હતી: સિક્કામાં પોતાના જ કર્મચારી સાથે રૂા.95 હજાર અને જામનગરના હાર્ડવેરના વેપારી સાથે રૂા.2.56 લાખની છેતરપિંડી કર્યાના ગુના નોંધાયા

દેશમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય અને વર્ગ વિગ્રહ ફેલાવવાના ઇરાદે સિક્કાના ચીટરે ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામની ફેક આઇડી બનાવી દેશના વડા પ્રધાન, તેમના સ્વર્ગસ્થ માતા અને આરએસએસ વિરુધ્ધ કુ પ્રચાર કરવાના ગુનામાં ઝડપાયેલા શખ્સ સામે તેના જ કર્મચારીએ રુા.95 હજારની ઠગાઇ અને જામનગરના હાર્ડવેરના વેપારી સાથે રુા.2.56 લાખની છેતરપિંડી કર્યાના ગુના નોંધાયા છે. સિક્કાના કટટ્ટરવાદી મનાતા શખ્સની જામનગર એસઓજીએ ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ તેની સામે ઠગાઇ અને ધાર્મિક લાગણી દુભાવવા અંગેના અન્ય ત્રણ ગુનામાં જામનગર સિટી બી ડિવિઝન પોલીસે કબ્જો મેળવી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

મુળ ભાવનગરના જમના કુંડ ચોકમાં રહેતા અને હાલ જામનગરના સિક્કા ગામે પંચવટી સોસાયટીમાં રહેતા હુસેન સુંભાણીયાના મકાનમાં ભાડે રહેતા અફઝલ કાસમ લાખાણીએ ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામની ફેશબુક આઇડી બનાવી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમના સ્વર્ગસ્થ માતા અને આરએસએસ વિરુધ્ધ પોસ્ટ વાયરલ કરી હતી.  અફઝલ લાખાણી સામે વર્ગ વિગ્રહ અને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા અંગેનો સિક્કા પોલીસમાં ગુનો નોંધાતા જામનગરના એસઓજી પી.આઇ. બી.એન.ચૌધરી અને અરજણભાઇ કોડીયાતર સહિતના સ્ટાફે અફઝલ લાખાણીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

જામનગરના વંડાફળી શેરી નંબર 11માં રહેતા યશાંક કિરણભાઇ ત્રિવેદીએ અફઝલ લાખાણી સામે જામનગર સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અફઝલ લાખાણીએ પોતાની ઓળખ છુપાવી હિન્દુ ધર્મની ખોટી ઓળખથી બ્રાહ્મણ જ્ઞાતિ અને હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ મોકુી વાયરલ કરી હતી.. અફઝલ લાખાણીએ આ ઉપરાંત આરએસએસ ત્રાસવાદી સંસ્થા છે.

પોસ્ટ વાયરલ કરી હોવાનો આરોપ મુકયો છે.સિક્કાના અમીન મામદ ભગાડ નામના યુવાન અફઝલ લાખાણીને ત્યાં નોકરી કરતો હતો તેના પગાર પેટેને ુા.65 હજાર અને રુા.30 હજાર હાથ ઉછીના લઇ ન આપી ઠગાઇ કર્યાની ફરયિાદ નોંધાય છે. જ્યારે જામનગરના પટેલ કોલોનીમાં રહેતા રાજેન્દ્રભાઇ ગજેન્દ્રભાઇ ત્રિવેદીએ અફઝલ લાખાણી સામે રુા.2.56 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. રાજેન્દ્રભાઇની રિષી ટ્રેડર્સ નામની હાર્ડવેરની દુકાનેથી ડોવયરી રિસાયકલીંગ પ્રા.લી. નામની કંપનીના નામે અફઝલ લાખાણીએ બાઝ રિપેરીંગને લગતો માલ સામાન ખરીદ કરી પેમેન્ટ ન ચુકવી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.