Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં તમને ખતરનાક જંગલોમાં જોવા મળશે. મોદી 12 ઓગસ્ટના ડિસ્કવરી ચેનલના જાણીતા શો ‘Man Vs Wild’માં જોવા મળશે.આ જંગલોમાં તમે પીએમ મોદીને એક એવો સમય પસાર કરતા જોસો, જે તમે પહેલા ક્યારેય જોયો નહીં હોય.તેમાં તેઓ જાણીતા જંગલ પ્રેમી બેયર ગ્રિલ્સની સાથે જોવા મળશે. હાલ આ શોનો પ્રોમો રિલિઝ કરવામાં આવ્યો છે.

Modi On Man Vs Wild 03
226313 Pm Modi Man Vs Wild 2
Pm Modi Man Vs Wild 1
Pm Modi Man Vs Wild 3

‘Man Vs Wild’ આ કાર્યક્રમ 12 ઓગસ્ટના 9 વાગ્યે આવશે. આ એક સાથે ડિસ્કવરી ચેનલ, ડિસ્કવરી HD વર્લ્ડ, એનીમલ પ્લેનેટ, ડિસ્કવરી સાયન્સ, એનીમલ પ્લેનેટ HD વર્લ્ડ, TLC, TLC HD વર્લ્ડ, ઝીત પ્રાઇમ, જીત પ્રાઇમ HD, ડિસ્કવરી ટર્બો, ડિસ્કવરી કિડ્સ, ડી તામિલ પર આવશે. આ 180 દેશોમાં જોઇ શકાશે.

બેયર ગ્રિલ્સે તેમના Man Vs Wild શોને ઘણી હસ્તીઓ સાથે પણ હોસ્ટ કર્યો છે. તેમની સાથે જંગલોમાં ટેનિસ પ્લેયર રોઝર ફેડરર, હોલિવુડ સ્ટાર કેટ વિન્સ્લેટ પણ સામેલ છે. બેયર ગ્રિલ્સ એક પૂર્વ સ્પેશિયલ ફોર્સ કમાન્ડો રહી ચૂક્યા છે. કર્નલ બેયર ગ્રિલ્સ રોયલ મરિન કમાન્ડો રહી ચુક્યા છે અને તેઓ વર્લ્ડ સ્કાઉટ મૂવમેન્ટના પહેલા ચીફ એમ્બેસડર છે. બેયર ગ્રિલ્સએ 85 પુસ્તકો પણ લખી છે, જેમાંથી ‘સ્વેટ એન્ડ ટિયર્સ’ બેસ્ટસેલર રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.