Abtak Media Google News

સાંજે ૬.૫૯ કલાકે શ્રી હરિકોટાથી આઈઆરએનએસએસ-૧ એ ને લોન્ચ કરાશે

અંતરિક્ષ ક્ષેત્રે કાર્યરત ભારતીય કંપનીઓ માટે આજનો દિવસ મહત્વનો માનવામાં આવે છે. કારણ કે ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) પ્રથમ વખત ખાનગી કંપનીઓની મદદ પ્રાપ્ત કરીને ઉપગ્રહ લોન્ચ કરશે. આ સેટેલાઈટનું નામ આઈઆરએનએસએસ-૧ એચ છે. શ્રી હરિકોટા સ્થિત કેન્દ્રમાંથી આજે સાંજે ૬.૫૯ કલાકે આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. અને ઉપગ્રહ પીએસએલવી સી.૩૯ દ્વારા ભ્રમણ કક્ષામાં તરતો મૂકવામાં આવશે.

Advertisement

આ અંગે પ્રાપ્ત વધુ વિગતો મુજબ ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમનો આ આઠમો ઉપગ્રહ છે. જેનું વજન ૧૪૨૫ કિગ્રા છે.

આ ઉપગ્રહ આઈઆરએનએસએસ ૧નું સ્થાન લેશે. જૂના ઉપગ્રહની પરમાણું ઘડી હાલ કામ કરતી અટકી ગઈ છે. ઈસરોનાં જણાવ્યા પ્રમાણે આ રીતે ઉપગ્રહ લોન્ચ કરવા માટે પ્રથમ વખત ખાનગી કંપનીઓનો સહયોગ મેળવવામાં આવ્યો છે. આઈઆરએનએસએસ ૧ એચના નિર્માણમાં ખાનગી કંપનીઓનો હિસ્સો ૨૫ ટકા છે. આ અગાઉ ઉપગ્રહના નિર્માણમાં ખાનગી કંપનીઓની મદદ માત્ર હાર્ડવેર, સોફટવેર પાર્ટસ અને જ‚રી સામગ્રી પૂરી પાડવા પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી.

ઈસરોનાં ચેરમેન એએસ કિરણકુમારના જણાવ્યા મુજબ આ વખતે આઈઆરએનએસએસ.૧ એચમાં ખાનગી કંપનીઓના એન્જિનીયર અને ટેકિનકલ એસેમ્બલીંગ, ઈલેકટ્રીકલ ઈન્ટિગ્રેશન, ટેસ્ટિંગ વગેરે કામગીરીમાં સામેલ રહ્યા છે. આ માટે ૬ ખાનગી કંપનીઓનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતુ. કંપનીઓનાં ૭૦ લોકોને અલગ અલગ ટ્રેનીંગ આપવામાં આવી હતી ઈસરો ઉપગ્રહ કેન્દ્રનાં ડિરેકટર એસ.અન્નાદુરાઈએ જણાવ્યું હતુ કે આગામી આઈઆરએનએસએસ ૧ આઈમાં ૯૫ ટકા કામગીરી ખાનગી કંપનીઓ સંભાળશે.

ખાનગી કંપનીઓનાં ગ્રુપનું નેતૃત્વ આલ્ફા ડિઝાઈન ટેકનોલોજીસ કંપનીએ કર્યું હતુ.

આ ઉપરાંત બેંગ્લુ‚ની ત્રણ અને મૈસુર તથા હૈદરાબાદની એક એક કંપની પ્રોજેકટમાં ભાગીદાર બની હતી. તેમજ ટીમના ૭૦ એન્જિનિયર અને ટેકિનકલ સ્ટાફે ૬ મહિના સુધી કામ કર્યું હતુ આલ્ફા ડિઝાઈન ટેકનોલોજીસનાં ચેરમેન કર્નલ એસ.એસ. શંકરે આ પ્રોજેકટને કંપનીઓ માટે સન્માનની બાબત ગણાવી હતી. આ કાર્યમાં ટોચના બે એન્જિનિયરો પણ જોડાયા હતા.

અમદાવાદ સ્પેશ સેન્ટરનાં ડાયરેકટર તપનમિશ્રાએ જણાવ્યું હતુ કે આપણે સેટેલાઈટની જ‚ર પૃથ્વીના સ્થાન વિશે જાણકારી મેળવવા માટે છે. જેના દ્વારા સમયનું માપ કાઢવામાં મદદ મળી રહેશે. સેટેલાઈટનું ચોકકસ સ્થાન ૦.૫ મીટર રાખી ઘડીયાલ શ‚ કરતા પહેલા રાખવામાં આવે છે. જયારે સિગ્નલ મળતા બંધ થાય છે.

ત્યારે સાચો સમય જાણવામાં તકલીફ ઉભી થાય છે. એટોમિક ઘડી ચોકકસક સમય ન દર્શાવે ત્યારે પૃથ્વીનું અંતર જાણવામાં પણ ચોકસાઈ જોવા મળતી નથી. ત્યારે ઈસરો દ્વારા ૨૭ સોફેસ્ટીકેટેડ ટાઈમકીપર્સ ૯ સેટેલાઈટ દ્વારા ‚ા.૧૪૨૦ કરોડના ખર્ચે રીજનલ નેવીગેશન સેટેલાઈટ સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.

આ સેટેલાઈટના લોન્ચ દ્વારા બે સોલારપેનલ આઈઆરએનએસએસ.૧ એચ દ્વારા પ્રત્યારોપણ કરી તેનો ક્ધટ્રોલ મેળવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.