Abtak Media Google News

ગુજરાત લોકસભાની 26 બેઠક પર ભાજપ-કોંગ્રેસે તમામ ઉમેદવાર જાહેર કરી દેતા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે બંને પક્ષોએ ચૂંટણી પ્રચાર માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ઉભરી રહેલા પ્રિયંકા ગાંધી આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ફરી ગુજરાત આવશે. જેમાં પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ સૌરાષ્ટ્રથી થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મળીને પ્રિયંકાની ત્રણ ચૂંટણી સભા યોજાશે. જાણવા મળી રહ્યું છે પ્રિયંકા અંબાજી અને સોમનાથ દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.

Advertisement

 આ લોકસભામાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ પણ ચૂંટણી પ્રચારની જબરજસ્ત તૈયારીઓ કરી છે. આજે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે ચૂંટણી પ્રચાર સંબધિત કાર્યક્રમોને આખરી ઓપ આપશે. રાહુલ ગાંધીગુજરાતમાં 5થી વધુ જનસભા કરશે તેની શક્યતા છે. જ્યારે આદિવાસી વિસ્તારોમાં પ્રિયંકા ગાંધીને ચૂંટણી પ્રચાર કરવાની કમાન સોંપવામાં આવશે.

આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમ ગ્રાઉન્ડ એવા ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વિપ રોકવા માટે કોંગ્રેસ હાઈ કમાન્ડે એક ચોક્કસ રણનીતિ તૈયાર કરી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે અગાઉ રાહુલ ગાંધી આવી ગયા હતા.હવે સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધીને મોકલવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. આ પ્રવાસ દરમિયાન પ્રિયંકા સોમનાથ મંદિરના દર્શને પણ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.