Abtak Media Google News

આગામી  લોકસભા ચૂંટણીની તૈયારી કોંગ્રેસ દ્રારા પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.તેવામાં  ગુજરાતમાં પહેલી વાર પ્રિયંકા ગાંધી રોડ શો કરી લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરશે.

Advertisement

રાયબરેલીમાં કોંગ્રેસના સિનિયર નેતા વીકે શુકલા મુજબ, તેઓએ ઈન્દિરા ગાંધી અને પ્રિયંકા ગાંધી બંનેની સાથે કામ કર્યું છે. બંનેમાં અનેક સમાનતાઓ છે.રેલીઓને બદલે રોડ શો અને શેરી સભાઓ પર પ્રિયંકા ભાર મૂકે છે. એક દિવસમાં સરેરાશ ૧૫ શેરી સભાઓ કરી લે છે. તેમને કોઈ પણ વાત તર્ક સાથે સમજાવી પડે છે. તેની પર તેઓ જે નિર્ણય લે છે તેને પછી નથી બદલતી.

દક્ષિણ ગુજરાતમાં લાલડુંગરી ખાતે જનઆક્રોશ રેલી કાઢી રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આગામી લોકસભાની ચૂંટણીની ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાનું નક્કી કરાયું છે. પહેલી બેઠક 28મી ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે યોજાશે. સંગઠનને વધુ મજબૂત બનાવવાથી લઈને વિપક્ષ તરીકે કઈ રીતે ભૂમિકા ભજવવી તે અંગની ચર્ચા કરવામાં આવશે.

અમદાવાદમાં રાહુલ ગાધી અને પ્રિયંકા ગાંધી દ્વારા રોડ શો થવાનો છે. ગુજરાતમાં પહેલી વાર પ્રિયંકા ગાંધીનો રોડ શો હોવાથી કોંગ્રેસ દ્વારા પણ પુરજોરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ડૉ. મનમોહનસિંઘ સહિત કુલ 85 કોંગ્રેસી નેતાઓ હાજરી આપી શકે તેવુ અનુમાન લગાવાઈ રહ્યું છે. આ ઉપરાંત આગામી થોડા દિવસોમાં અમરેલીમાં રાહુલ ગાંધીની જાહેરસભાનું આયોજન કરાયું છે.

આ ઉપરાંત લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારો પણ નક્કી કરવામાં આવી રહ્યા છે, જેને પગલે આવતી કાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ઈલેક્શન કમિટીની બેઠક મળી રહી છે. ઘમી બેઠકોમાં ત્રણ કરતા વધુ ઉમેદવારો જોડાયા છે, જેને કારણે કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં થોડી મુશ્કેલીઓ પડી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.