Abtak Media Google News

પ્રિયંકા ગાંધી આયી હૈ, નઈ રોશની લાયી હૈના નારા સાથે કોંગ્રેસ કાર્યકરોએ તેમને વધાવ્યા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બુધવારના રોજ પાર્ટી મુખ્યાલય પહોંચી પોતાનો પદભાર સંભાળ્યો હતો. વાત કરવામાં આવે તો પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કહી શકાય કે, પક્ષ કાર્યાલય પહોંચતા પહેલા તેઓ પોતાના પતિ રોબર્ટ વાડ્રાને ઈડી કચેરી છોડવા ગયા હતા જયાં તેમના પતિની મની લોન્ડ્રીંગ કેસ માટે પુછપરછ થઈ રહી છે.

ત્યારબાદ તેઓ સીધા જ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાનો પદભાર સંભાળ્યો હતો જેને લઈ કોંગ્રેસ કાર્યકર્તાઓ નારા લગાવી તેમને વધાવ્યા હતા. કાર્યાલય પહોંચતાની સાથે જ પ્રિયંકા ગાંધી જીંદાબાદ, પ્રિયંકા નહીં યે આંધી જેવા નારા લગાવવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીની સાથો સાથ પાર્ટીના સચિવ જયોતિરાદિત્ય સિંધીયાએ પણ કાર્યાલય પહોંચી પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો.

કહીં શકાય કે, પાર્ટી દ્વારા પ્રિયંકાને પૂર્વ ઉત્તરપ્રદેશના મહાસચિવ તથા સિંધીયાને પશ્ચિમી ઉત્તરપ્રદેશના પ્રભારી મહાસચિવ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. સાથો સાથ તેઓએ કાર્યભાર સંભાળવાની સાથે જ પાર્ટીના કાર્યકરો સાથે મંત્રણા પણ કરી હતી. જયાં રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી તથા સિંધીયાને પણ અભિનંદન પાઠવ્યા હતા.

કહી શકાય છે કે, પ્રિયંકા ગાંધીની નિયુક્તિ થવાની સાથે જ ભાજપ પક્ષમાં કયાંકને કયાંક નાખુશી જોવા મળી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીનું જે ટ્રમ્પકાર્ડ કોંગ્રેસ દ્વારા વાપરવામાં આવ્યું છે તે કેટલા અંશે કોંગ્રેસને સાબીત થશે.

બા મુલાહેજા હોંશીયાર: રાજકુમારી પ્રિયંકા પતિની મદદે મેદાનમાં

કોંગ્રેસના ઉપાધ્યક્ષ પ્રિયંકા ગાંધીએ ઈ.ડી.ની તપાસનો સામનો કરી રહેલા રોબર્ટ વાડ્રાની વહારે આવવાનું નકકી કર્યું છે. વાડ્રા પરિવાર પર બિનહિસાબી મિલકતો અને મિલકતના સોદામાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે તેની સામે પ્રિયંકા મેદાનમાં આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બનેલા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, દુનિયા જાણે જ છે કે આ શું થઈ રહ્યું છે. વાડ્રાને રાજકીય રાગદ્વેષમાં ભોગ બનવું પડે છે.

પ્રિયંકા ગાંધી ઈ.ડી.નો સા મનો કરી રહેલા પતિ રોબર્ટ વાડ્રાની મદદે ખુલીને મેદાનમાં આવી ગયા છે. ત્યારે દેશના રાજકારણમાં આગામી સમયમાં મોટી હલચલ મચી જશે. પ્રિયંકા ગાંધીએ બુધવારે જ પતિ રોબર્ટ વાડ્રાની કાનૂની મુશ્કેલીઓમાં તેની મદદ કરવા નિર્ણય લઈ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, દેશ અને દુનિયા જાણે જ છે કે આ શું થઈ રહ્યું છે.

રોબર્ટ વાડ્રાના કેસ અંગેના પુછાયેલા પ્રશ્નો પ્રિયંકાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના મહાસચિવ તરીકે પક્ષના મુખ્ય કાર્યાલય અકબર રોડ પર પ્રથમવાર જાહેરમાં આવેલા પ્રિયંકા ગાંધીને એક પત્રકારે રોબર્ટ વાડ્રાના કેસ અંગેના પુછાયેલ પ્રશ્ન પ્રિયંકાએ જણાવ્યું હતું કે, આ લડાઈ આંધળુકીયા નહીં થાય, પધ્ધતિસર લડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.