Abtak Media Google News

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન પોલીસની કિલેબંધી સત્તા પીચ સુધી પહોંચે વિરાટ કોહલીને વળગી પડેલા ઓસ્ટ્રેલિયન યુવક વેન જ્હોન્સને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ ઘટનાની ગંભીર નોંધ ગૃહ મંત્રીએ પોલીસ કમિશનર થી માંડી શહેરના તમામ ડીસીપી સુધીના અધિકારીઓને ગાંધીનગર બોલાવી ઉધડો લીધો હતો જ્યારે પોલીસની બેદરકારી અંગેની તપાસ સેક્ટર એકના અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા ને સોંપવામાં આવી છે

ઘટનાની ગંભીર નોંધ લઈ  સી.પી.થી માંડી તમામ ડીસીપીના કલાસ લેતા ગૃહમંત્રી સંઘવી

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓસ્ટ્રેલીયન યુવક છ ફૂટ સુધીની રેલીંગ કુદયો: અધિક પોલીસ કમિશ્નર ચિરાગ કોટડીયા દ્વારા ‘ચુક’ શોધવા ધમધમાટ

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચેતન્ય માંડલીકે જણાવ્યું હતું કે વેન જ્હોન્સન શિંસજ્ઞિંસ છે તે ઓસ્ટ્રેલિયાના સીડનીનો છે અને કોઈપણ મેચમાં જોવા પહોંચી જાય છે ઓસ્ટ્રેલિયન યુવક સાત ફૂટ ઊંચી રેલિંગ કૂદીને ચાર જ સેક્ધડમાં ગ્રાઉન્ડમાં પહોંચી ગયો હતો તે લોનમાં ઝડપથી દોડી શકાય તેવા બુટ લઈને આવ્યો હતો 12 થી 18 નવેમ્બર સુધી તે શહેરની જુદી જુદી હોટલમાં રોકાયો હતો અને સ્ટેડિયમ ની અંદર યુવક પસાર થયો ત્યાં 15 જેટલા પોલીસ કોસ્ટેબલના બંદોબસ્ત ની વચ્ચે થી નીકળી ગયો હતો આ ઓસ્ટ્રેલિયન યુવકે 7 ફૂટ ઓછી રેલિંગ સુધી એક પીએસઆઇ અને 15 જવાનોને થાપ આપી હતી જેને લઈને હાલ તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે

યુવકના વકીલ તરીકે ગાંધીનગરનું સેવા સત્તા મંડળ  આવ્યું હતું જેનવવકીલ વી એસ વાઘેલા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે પોલીસના આટલા બંદોબસ્તમાં યુવક કેમ ઘૂસ્યો તે તપાસનો વિષય છે સાથોસાથ રિમાન્ડની જરૂર ન હોય પણ પોલીસે દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા ! જો કે કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.