Abtak Media Google News

રાજ્યમાં દિવસેને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે બેફામ ડ્રાઈવ, ઓવર સ્પીડ હોય કે અન્ય પરંતુ અવાર નવાર રોડ અકસ્માતમાં નિર્દોષ લોકોના મૃત્યુ થતાં હોવાની ઘટના બનતી રહે છે. ત્યારે ફરી એકવાર રાજ્યના ગોધરા-દાહોદ હાઇવે ઉપર રોડ અકસ્માતની દુર્ઘટના ઘટી છે. જેમાં હાઇવે ઉપર એક બસએ અન્ય બસને ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં ઘટના સ્થળે 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે..લજ્યારે અન્ય ઇજાગ્રસ્ત અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે.

 અમદાવાદથી ઇન્દોર જતી બસમાં પંચર પડતા પાર્ક કરી ત્યારે બીજી બસ પાછળ અથડાતાં સર્જાયો ગોઝારો અકસ્માત

વિગતો મુજબ ગોધરા-દાહોદ હાઇવે પર માર્ગ પર એક બસમાં પંચર પડ્યું હોવાથી માર્ગ પર પાર્ક કરવામાં આવી હતી. તે સમયે પૂરપાટ ઝડપે આવતી એક બસે માર્ગ પર પડી બસ ની પાછળ ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં બસમાં સવારે 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. અત્રે જણાવીએ કે, અમદાવાદથી ઇન્દોર જતી બસ હતી. બસમાં પંચર પડ્યું હોવાથી માર્ગ પર બસ રોકી દેવાઈ હતી અને હાઇવે ઉપર જ પાર્ક કરી કામગીરી કરાઈ રહી હતી. તે સમય અચાનક અન્ય ખાનગી બસના ચાલકે બસને ટક્કર મારી હતી. જેથી આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.ગોઝારો અકસ્માતની ઘટનાના પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે.

જ્યારે હાલ આ અકસ્માતમાં ઘવાયેલાઓને પોલીસ દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉ્લેખનીય છે કે,બસમાં પંચર પડ્યું હોવાથી તેને ડ્રાઇવર દ્વારા માર્ગ પર જ રોકી દેવામાં આવી હતી ત્યારે માર્ગ પર બસ પડી હોવાના કારણે અન્ય પૂરપાટ ઝડપે દોડી આવતી બસ તેમાં ઘુસી જતા આ ગોઝારા અકસ્માતની ઘટના બનવા પામી છે.

Hit And Run Incident In Porbandar, Death Of Female Traffic Warden
Hit and run incident in Porbandar, death of female traffic warden

પોરબંદરમાં હિટ એન્ડ રનની ઘટના,મહિલા ટ્રાફિક વોર્ડરનનું મોત

મોડી રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે ત્રણ મોટરસાયકલને હડફેટે લીધા , ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

પોરબંદર શહેરના કર્લી પુલ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે . જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે ગંભીર અકસ્માત સર્જતા ત્રણ બાઈકને હડફેટે લેતા  ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે ટીઆરબીમાં ફરજ બજાવતી યુવતીનું મોત નિપજ્યું છે . પોરબંદરમાં હિટ એન્ડ રનની ઘટના પોરબંદર શહેરના કર્લી પુલ પર રાત્રીના સમયે  ૠઉં 25 ઉં 4303 નંબરની હોન્ડા સિટી કારે ગંભીર અક્સમાત સર્જયો હતો.

આ અક્સમાતમાં કારે ત્રણ વાહન ચાલકોને હડફેટે લેતા  પાંચ જેટલા વ્યકતિઓ ઈજાગ્રસ્ત થયા હતા.જે પૈકી કારે મોટરસાયકલોને ટક્કર મારતા બે લોકો પુલની નીચે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પાણીમાં પડેલા બંને વ્યક્તિઓને પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દ્રારા રેસ્કયુ કરીને બહાર કાઢી ઈજાગ્રસ્તોને સારવાર માટે  સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમા સારવાર દરમિયાન ગંભીર રીતે ઘવાયેલી અને ટીઆરબી જવાન શિવાની લાખાણી નામની યુવતીનુ મોત નિપજ્યું હતુ.

અકસ્માતને પગલે  રસ્તા પરથી પસાર થતા રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા , જેને પગલે પુલ પર ભારે ટ્રાફીક સર્જાયો હતો.અકસ્માત સર્જનાર હોન્ડા સીટી કાર ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. કમલાબાગ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. કારમાં કેટલા લોકો સવાર હતા અને તેઓ કોણ હતા તથા નશો કરેલી હાલતમા હતા કે કેમ તે સહિતની વિગતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.