Abtak Media Google News

તા.૭ના સાંજના ચાર વાગ્યે ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારે વાહનની અવર – જવર પર પ્રતિબંધ

પડધરી, નેકનામ,મિતાણાથી ભારે વાહન માટે ડાયવર્ઝન

રાજકોટ જામનગર રોડ પર આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી તા.૭ ના શનિવારના રોજ ઇન્ડિયા – શ્રીલંકા વચ્ચે ટી – ૨૦ મેચ યોજાવાની છે.ત્યારે તેની સુરક્ષા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અભેદ સુરક્ષા ક્રવચ ઉભુ કરવામાં આવ્યું છે તેના માટે કુલ ૪૩૨ જેટલા જવાનોના કાફલાને ખડેપગે કરવામાં આવ્યા છે.જ્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી ના થાય તે માટે તા.૭ના સાંજના ચાર વાગ્યે ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારે વાહનની અવર – જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે શનિવારે ઇન્ડિયા અને શ્રીલંકાની ટીમ વચ્ચે ડે એન્ડ નાઈટ ૨૦-૨૦ મેચ યોજાનાર છે ત્યારે મેચ દરમ્યાન એસ.પી. જયપાલસિંહ રાઠોડ દ્વારા જડબેસલાખ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેમાં.તેના સુપરવિઝન હેઠલ ૫ ડીવાયએસપી, ૧૦ પીઆઈ, ૪૦પીએસઆઈ, ૨૩૨ પોલીસનાં માણસો, ૪૬ ટ્રાફીક પોલીસ, ૬૪ મહીલા પોલીસ, ૩૨ ટીઆરબીનાં જવાનો ફરજ બજાવશે. બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડની બે ટીમો સ્ટેડીયમમાં તહેનાત રહેશે. સીસીટીવી કેમેરા સાથેનો કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. સ્ટેડીયમમાં બે ફાયર ફાઈટર, મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે, બે એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ, ૩૫ મેટલ હેન્ડ હેલ્ડ મેટલ ડીટેકટર, ૧૮ ડોરફ્રેમ મેટલ ડીટેક્ટર રાખવામાં આવ્યા છે.

ઉપરાંત ૩૦ વોકીટોકી સાથે પોલીસ જવાનો મેદાન પર તહેનાત રહેશે. પોલીસ વચ્ચેનો સંદેશા વ્યવહાર સરળતાથી થાય તે માટે વાયરલેસ સેટ પણ તહેનાત રાખવામાં આવશે.સ્ટેડીયમમાં બેગ, ટીફીન, માચીસ, લાઈટર, લાકડી સહિતનાં હથીયારો પણ લઈ જઈ નહી શકાય. પ્રેક્ષકોને શંકાસ્પદ હીલચાલ કરનારાઓ ઉપર નજર રાખવા અને તે અંગે પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો છે. કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તેને નહી અડવા અને તાત્કાલીક નજીકનાં પોલીસ અધિકારીને જાણ કરવા પણ વિનંતી કરાઈ છે.વાહનો નિયત કરેલા પાર્કીંગ સ્થળે પાર્ક કરવા જણાવાયું છે. પ્રેક્ષક જો સ્ટેડીયમમાંથી કોઈ પદાર્થ ગ્રાઉન્ડમાં ફેંકતા પકડાશે તો તેના વિરૂધ્ધ શમ્ર કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારે ટ્રાફિક સમસ્યા ન થઈ તે માટે તા.૦૭/૦૧/૨૦૨૩ ના ક.૧૬/૦૦ થી તા.૦૮/૦૧/૨૦૨૩ ના ૬.૦૧/૦૦ વાગ્યા સુધી જામનગર થી રાજકોટ તરફ આવતા મોટા વાહનો (ટ્રક, ટેન્કર, ટ્રેલર વિગેરે) પડધરી મોવૈયા સર્કલ થી ડાયવર્ઝન આપી ટંકારા થઇ રાજકોટ તરફ આવશે અથવા પડધરી નેકનામ મીતાણા થઇ રાજકોટ તરફ આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા એસ.પી દ્વારા જણાવવામાં આવ્યું છે.

  • એસ.પી – ૧
  • ડી.વાય.એસ.પી – ૫
  • પી.આઇ – ૧૦
  • પી. એસ. આઇ – ૪૦
  • એ.એસ.આઇ/હેડ.કોન્સ/કોન્સ – ૨૩૨
  • ટ્રાફિક પોલીસ – ૪૬
  • મહિલા પોલીસ – ૬૪
  • ટી.આર.બી. – ૩૨
  • બી.ડી.ડી.એસ ટીમ – ૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.