Abtak Media Google News

પસંદગી પામેલા ઉમેદવારને માસિક ફિક્સ 24 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે

શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક (માધ્યમિક)ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉમેદવારો ઓનલાઈન કાલથી અરજી કરી શકશે. ઉમેદવારો 4 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. પસંદગી પામેલા ઉમેદવારને માસિક ફિક્સ 24 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકયોજના (માધ્યમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક (માધ્યમિક)ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી વેબસાઇટ પર જઈને કરવાની રહેશે. રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.

પરિપત્રમાં ઉમેદવારને અરજી કરતા પહેલા વેબસાઇટ પર ભરતીને લઈને મુકવામાં આવેલી માર્ગદર્શિકા અને સૂચનાઓ વાંચી લેવાની પણ વિનંતી કરવામાં આવી છે.  ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.