Abtak Media Google News

એમ.પી.ના કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટીસે વકિલો હડતાલ કે કામગીરી અળગા રહી ન શકે: રાજયવ્યાપી વિરોધ

મધ્યપ્રદેશ રાજયના કેસમાં ગત માર્ચ માસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટીસ આદર્શકુમાર ગોવેલા આપેલા ચુકાદા અનુસાર કોઈપણ રાજયના બાર કાઉન્સીલ કે બાર એસોસીએશનના વકીલો હડતાલ કે કામકાજથી અળગા રહેવું તે કાયદા વિરુઘ્ધ છે તેવા નિર્ણય સામે આજે રાજય સહિત રાજકોટ બાર એસોસીએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો છે.

Advertisement

વકિલો હડતાલ પર ઉતરી ન શકે અને કામકાજથી અલગ ન રહી શકે તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કામગીરીથી અળગા કે હડતાલ પર ઉતારનાર એડવોકેટના લાયસન્સ રદ થવા સહિતની જોગવાઈઓ છે.

ન્યાય પાલિકા દ્વારા વકિલોની સ્વતંત્રતા છીનવવાના ચુકાદા સામે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા વકીલો સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે જે સહિતના મુદ્દે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અને રાજયના તમામ બાર એસોસીએશન દ્વારા આજે વિરોધ વ્યકત કરવાના અનુસંધાને રાજકોટ બાર એસોસીએશન દ્વારા બીસીજીના ઠરાવને સમર્થન આપી ઠરાવ કરવામાં આવ્યો હતો અને આજે રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

કલેકટરને આવેદનપત્ર પાઠવતા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ બાર એસોસીએશનના ઉપપ્રમુખ બકુલ રાજાણી, સેક્રેટરી દિલીપ જોષી, જોઈન્ટ સેક્રેટરી રૂપરાજસિંહ પરમાર, ટ્રેઝરર અશ્ર્વિન ગોસાઈ, લાયબ્રેરી સેક્રેટરી જતીન ઠકકર તથા કારોબારી સભ્ય સંદિપ વેકરીયા, અજય પીપળીયા, નિશાત જોશી, રોહિત ધીઆ, સંજય જોશી, કૌશિક વ્યાસ, ગૌરાંગભાઈ માકડ, એન્જલ સરધારા અને મીનાક્ષીબેન ત્રિવેદી સહિતના સિનિયર-જુનિયર એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.