Abtak Media Google News

કલેકટર કચેરી ખાતે ચાણકય વિદ્યાલયની વિર્દ્યાીનીઓએ NDRFના જવાનોને રાખડી બાંધી સુરક્ષિત જીવનની કામના કરી

રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે આજે રાજકોટ આવેલી એન.ડી.આર.એફ.ની ટીમને રાજકોટની ચાણકય સ્કુલની ૫૦ બાળાઓએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. અને તેમના સુરક્ષિત જીવનની કામના કરી હતી.

આપત્તિ વ્યવસ્થાપન માટે રાજકોટમાં વડોદરાથી આવેલા ૨૫ જવાનો રક્ષાબંધનના પર્વએ પોતાના વતન જઇ શકે તેમ ન હતા. તેથી તેઓએ રાજકોટમાં જ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવાનું નક્કી કર્યુ, અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી ચાણક્ય સ્કુલની શાળાઓએ એન.ડી.આર.એફ.ના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની યાદગાર ઉજવણી કરી. ધો.૭ ની છાત્રા ઇશિતા કિહોર કહે છે કે મને ગૌરવ છે કે હું આપણી રાજકોટની પ્રજાની સેવા માટે રાજકોટ આવેલા એન.ડી.આર.એફ.ના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી છે. આપણા સૈનિકોએ ભાઇ બનીને આપણી દિવસ રાત આપતિઓમાં આપણી રક્ષા કરતાં હોય છે. અમારા માટે આ પર્વ કાયમ યાદગાર બની રહેશે.

એનડીઆરએફના જવાનોને રાખડી બાંધવાનો મને મોકો મળ્યો તે ખૂબજ ગર્વની વાત: વગા પ્રાચી

Ndrf-Jawans-Celebrate-Rakhi-Bandhan
ndrf-jawans-celebrate-rakhi-bandhan

અબતક સાથેની વાતચીત દરમિયાન વગા પ્રાચીએ જણાવ્યું હતુ કે સાત ધોરણમાં અભ્યાસ કરૂ છું હુ મારા નાના મોયા ભાઈઓને તો દર વર્ષે રાખડી બાંધતી હોઉ છું ત્યારે અમારી સ્કુલ દ્વારા આવો સરસ વિચાર આવ્યો કે જેઓ આપણા રક્ષા માટે પોતાના પરિવારથી દૂર છે. તો આપણે તેને એનડીઆરએફના જવાનોને રાખડી બાંધવાનો મને મોકો
મળ્યો તે મારા માટે ખૂબજ ગર્વની વાત છે. મેં તેમને રાખડી બાંધી અને તેમના મૂખપરનું જે સ્મિત જોયું તે મને ખૂબજ ગમ્યું કે જેઓ આપણા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે. તો આજે અમે તેમને રાખડી બાંધી અને મને ખૂબજ આનંદ થયો.

એનડીઆરએફના જવાનોને ભાઈ માની રાખડી બાંધવી આપણી પણ ફરજ: પાટડીયા રીયા

Ndrf-Jawans-Celebrate-Rakhi-Bandhan
ndrf-jawans-celebrate-rakhi-bandhan

અબતક સાથેની વાતચીત દરમિયાન પાટડીયા રીયાએ જણાવ્યું કે તે ચાણકય સ્કુલમાં અભ્યાસ કરે છે. અમે ખૂબજ ગર્વ મહેસુસ થાય છે. અમે એનડીઆરએફની ટીમના જવાનોને રાખડી બાધી કારણ કે અમે અમારા ભાઈઓને તો રાખડી બાંધતા જ હોય પરંતુ જયારે એનડીઆરએફની ટીમ આપણી રક્ષા કરે છે. તો આપણે પણ તેના માટે કાંઈક તો કરવું જોઈએ અને મને ખુશી થાય છે કે મેં આજે તેમની રાખડી બાંધી તેઓ પોતાના પરિવારથી દૂર આપણી રક્ષા કરવા તત્પર હોય છે.તો આપણી પણ ફરજ, છે કે તેને રાખડી બાંધી તેને આપણા ભાઈ માનીએ. અમે એમને રાખડી બાંધી ત્યારે તેમને ખૂબજ ખુશી થઈ તેઓ અમને આશિર્વાદ આપ્યા અને તેમને ખુશ જોઈને મને ખૂબ જ ખુશી થઈ.

અમને એવું લાગ્યું કે જાણે ઘરે તહેવારની ઉજવણી કરી: રાકેશ ટેલર

Ndrf-Jawans-Celebrate-Rakhi-Bandhan
ndrf-jawans-celebrate-rakhi-bandhan

‘અબતક’ સોની વાતચીત દરમિયાન ૬ બટાલીયન એનડીઆરએફ ગુજરાત વડોદરાના સબ ઈન્સ્પેકટર રાકેશ ટેલરે જણાવ્યું હતું કે, અમારી ટીમ છેલ્લા બે મહિનાી ગુજરાતના વિભિન્ન ક્ષેત્રોમાં અસરગ્રસ્ત ક્ષેત્રોમાં તૈનાત છે તે અંતર્ગત અમારી ટીમ રાજકોટમાં એક મહિનાી તૈનાત છે. અમારી ટીમ દ્વારા કોઈપણ પ્રકારનું ડિઝાસ્ટર આવે છે જે પછી કુદરતી કે માનવસર્જિત હોય તે સ્થિતિમાં અમારી ટીમ રેસ્કયુ કાર્ય કરે છે. લોકોના જાન માલની રક્ષા કરીએ છીએ. આજે ચાણકય સ્કૂલની નાની નાની બહેનોએ રાખડી બાંધી અમારી ટીમ સો રક્ષાબંધન તહેવાર મનાવવામાં આવ્યો. અમને એવું યું કે જાણે અમે અમારા ઘરે તહેવારની ઉજવણી કરીએ છીએ. ફોર્સમાં એવી સ્થિતિ આવતી હોય છે કે અમે આ તહેવારને ઉજવી ની શકતા પરંતુ આજે અમારું સદ્ભાગ્ય છે કે અમને નાની બહેનોએ રાખડી બાંધી અને અમને આવા તહેવાર મનાવવાનો આગળ પણ મોકો મળે. જ્યારે કોઈપણ આફત આવે (બાઢ)માં લોકો ફસાયેલા હોય અને અમે રેસ્કયુ કરવા જઈએ છીએ ત્યારે અમારો એક જ ધ્યેય હોય છે કે કોઈપણ પ્રકારે તેમની જાન બચાવીએ. અમારી ટીમ તેના માટે સક્ષમ છે. ટીમ અમારી કોઈપણ પરિસ્થિતિમાં લડવા માટે તૈયાર રહે છે.

ચાણકય વિદ્યા મંદિરની નાની બહેનોએ રાખડી બાંધી અમારી સલામતી માટે દુઆ કરી: હેમંતકુમાર શર્મા

Ndrf-Jawans-Celebrate-Rakhi-Bandhan
ndrf-jawans-celebrate-rakhi-bandhan

‘અબતક’ સોની વાતચીત દરમિયાન ઈન્સ્પેકટર વડોદરાી હેમંતકુમાર શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે મહિનાી જે અસરગ્રસ્ત ઈલાકા હતા ત્યારે અલગ-અલગ ક્ષેત્રોમાં હતા. થોડા દિવસો પહેલા અમે રાજકોટમાં આવ્યા છીએ અને અમારી ફરજ બજાવીએ છીએ. ડીસ્ટ્રીક એડમીનીસ્ટ્રેશન દ્વારા રક્ષાબંધન તહેવાર મનાવવા માટે બોલાવ્યા છે. અહીંયા ચાણયક વિદ્યામંદિરની નાની-નાની બહેનોએ અમને રાખડી બાંધી અને અમારી સલામતી, દુવાઓ આપી અમે પણ તેમને આશ્ર્વાસન આપ્યું કે જ્યારે પણ કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે છે તો અમે અમારી જીવની પરવાહ કર્યા વગર તેમની મદદ કરીશું. અમે બે મહિનાી બાર જ છીએ ત્યારે રક્ષાબંધન તહેવાર મનાવવાથી અમને ખૂબ જ આનંદ યો અને અમને એવું લાગ્યું કે અમે ઘરમાં જ ઉપસ્તિ છીએ. નાની બહેનોનો અમને વિશેષ પ્યાર મળ્યો. જ્યારે પણ એવી કોઈ આફત આવે છે તે પહેલા અમે અલગ અલગ પ્રકારની ટ્રેનીંગ લેતા હોય છીએ. જેમાં સીએસએસઆર રીલેટેડ, ફલ્ડ રીલેટેડ કેમીકલ રીલેટેડ ત્યારે અમે અલગ અલગ જગ્યાએ અમારી ટ્રેનીંગ હોય છે. જેવા કે કોલકત્તામાં સ્વીમીંગની ટ્રેનીંગ, એલાન્સ રીલેટેડ ટ્રેનીંગ હોય, અમારા જવાનો કોઈપણ પરિસ્થિતિમાં કામ કરવા તૈયાર હોય છે. જ્યારે પણ આફત, ડિઝાસ્ટર આવે છે તો અમારી ટીમ તૈનાત હોય છે. રિસ્ક તો દરેક જગ્યાએ રહે છે. જેમ કોઈ જગ્યાએ પાણીનો ફલો વધુ હોય તો અમારે ઘણા લોકોને બચાવવા માટે જાનને જોખમમાં નાખવી પડતી હોય છે પરંતુ અમારા જેટલા રેસ્કયુઅર જવાનો છે તેઓ વિશેષ રીતે તાલીમ મેળવેલી હોવાથી તેઓ કોઈપણ પ્રકારની આફત વખતે કાર્ય કરતી હોય અને રિસ્કની વાત કરીએ તો રિસ્ક દરેક જગ્યાએ રહેવાની જ છે કયાંય પણ કરો તો અમે અમારી જાનને જોખમમાં નાખીને લોકોને બચાવીએ છીએ.

રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે આજે રાજકોટ આવેલી એન.ડી.આર.એફ.ની ટીમને રાજકોટની ચાણકય સ્કુલની ૫૦ બાળાઓએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. અને તેમના સુરક્ષિત જીવનની કામના કરી હતી.

આપત્તિ વ્યવસ્થાપન માટે રાજકોટમાં વડોદરાથી આવેલા ૨૫ જવાનો રક્ષાબંધનના પર્વએ પોતાના વતન જઇ શકે તેમ ન હતા. તેથી તેઓએ રાજકોટમાં જ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવાનું નક્કી કર્યુ, અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી ચાણક્ય સ્કુલની શાળાઓએ એન.ડી.આર.એફ.ના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની યાદગાર ઉજવણી કરી. ધો.૭ ની છાત્રા ઇશિતા કિહોર કહે છે કે મને ગૌરવ છે કે હું આપણી રાજકોટની પ્રજાની સેવા માટે રાજકોટ આવેલા એન.ડી.આર.એફ.ના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી છે. આપણા સૈનિકોએ ભાઇ બનીને આપણી દિવસ રાત આપતિઓમાં આપણી રક્ષા કરતાં હોય છે. અમારા માટે આ પર્વ કાયમ યાદગાર બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.